અભિષેક બચ્ચનનાં કોરોના પોઝિટિવ આવ્યા બાદ બંધ કરાયો આ સ્ટૂડિયો

અભિષેક બચ્ચનનાં કોરોના પોઝિટિવ આવ્યા બાદ બંધ કરાયો આ સ્ટૂડિયો
અભિષેક બચ્ચન (ફાઇલ ફોટો)

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) બાદ તેમનાં દીકરા અભિષેક બચ્ચન (Abhishek Bachchan) પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. જે બાદ એક ડબિંગ સ્ટૂડિયો (Dubbing Studio) અસ્થાયી રૂપથી બંધ કરી દેવામાં આવ્યો છે.

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: જ્યાં એક તરફ દેશમાં કોરોના વાયરસની ચપેટમાં આવેલાં લોકોનાં કેસ વધી રહ્યાં છે ત્યાં શનિવારે રાત્રે બચ્ચન પરિવરાનાં બે લોકોને કોરનો વાયરસે તેમની ચપેટમાં લઇ લીધા છે. પહેલાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને તે બાદ દીકરા અભિષેક બચ્ચન (Abhishek Bachchan)પણ કોરોના પોઝિટિવ (corona Positive) આવ્યાં છે. આ બંનેએ ટ્વિટ કરીને તેમનાં ફેન્સ અને મિત્રોને પોતે કોરોના પોઝિટિવ હોવાની વાત જણાવી છે. એવામાં ખબર છે કે, અભિષેક બચ્ચનનાં કોરોના પોઝિટિવ આવ્યા બાદ એક ડબિંગ સ્ટૂડિયો (Dubbing Studio) અસ્થાયી રૂપથી બંધ કરી દેવામાં આવ્યો છે.

  ખરેખરમાં સમાચાર હતાં કે, અભિષેક બચ્ચનનાં કોરોના પોઝિટિવ આવ્યાં બાદ જ એક ડબિંગ સ્ટૂડિયોને હાલમાં બંધ કરી દેવામાં આવ્યો છે. કારણ કે થોડા દિવસો પહેલાં જ અભિષેકે આ સ્ટૂડિયોમાં ડબિંગ કર્યુ હતું. ફિલ્મ ક્રિટિક અને જાણકાર કોમલ નાહટાએ પોતે આ વાત તેમનાં ટ્વિટર પેજ પર શેર કરી છે. આ ડબિંગ સ્ટૂડિયોમાં અભિષેક બચ્ચતને લોકડાઉનમાં રાહત મળ્યા બાદ તેની વેબ સીરીઝ 'બ્રીધ ઇન ટૂ શેડોઝ'નું ડબિંગ કર્યુ હતું.

  કોમલ નાહટાએ તેની ટિવિટમાં લખ્યુ છે કે, સાઉન્ડ અને વિઝન ડબિંગ સ્ટૂડિયોને થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો છે. કારણ કે અભિષેક બચ્ચને ત્યાં વેબ સીરીઝ બ્રીધ માટે ડબિંગ કર્યુ હતું. અભિષેક બચ્ચનનાં સંપર્કમાં આવેલાં દરેક વ્યક્તિનો ટેસ્ટ કરવાની સલાહ આફવામાં આવી છે. અમિતાભ બચ્ચને પણ તેમનાં સંપર્કમાં છેલ્લા દસ દિવસમાં આવેલાં તમામ વ્યક્તિઓને પોતાનો કોરોના ટેસ્ટ કરાવવા સલાહ આપી છે.

  આ પણ વાંચો-અમિતાભ અને અભિષેક કોરોના પોઝિટિવ થયા બાદ એશ્વર્યા અને જયા બચ્ચનનો Covid-19 રિપોર્ટ આવ્યો

  શનિવારે અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને જાણાકરી આપી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે હું કોરોના સંક્રમિત થયો છું. હોસ્પિટલમાં છું. હોસ્પિટલ પ્રશાસન આ અંગે જાણાકરી આપી રહ્યું છે. પરિવાર અને સ્ટાફમાં પણ કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા છે. જોકે તેમના ટેસ્ટ રિપોર્ટનું રિઝલ્ટ આવવાનું બાકી છે. બચ્ચન પરિવારમાં જયા બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનનો રિપોર્ટ આવી ગયો છે તેઓ બંને નેગેટિવ છે જ્યારે હજુ સ્ટાફનો રિપોર્ટ આવવાનો બાકી છે.
  Published by:Margi Pandya
  First published:July 12, 2020, 09:54 am

  ટૉપ ન્યૂઝ