Home /News /entertainment /અભિષેક બચ્ચન માટે બોલિવૂડના 21 વર્ષ આસાન ન હતા, BIG Bએ કહ્યું- 'સ્ટ્રગલ વગર કંઈ જ નથી મળતું'
અભિષેક બચ્ચન માટે બોલિવૂડના 21 વર્ષ આસાન ન હતા, BIG Bએ કહ્યું- 'સ્ટ્રગલ વગર કંઈ જ નથી મળતું'
અભિષેક બચ્ચનની સંઘર્ષ કહાની
અભિષેક બચ્ચને (Abhishek Bachchan) હાલમાં જ બોલિવૂડમાં પોતાના સંઘર્ષ વિશે વાત કરી હતી. તેણે ખુલાસો કર્યો કે, સુપરસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) નો પુત્ર હોવા છતાં પણ તેને ફિલ્મો મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો
અભિષેક બચ્ચન (Abhishek Bachchan) ને તાજેતરમાં જ લોકોએ બોબ બિસ્વાસ (Bob Biswas) માં જોયો હતો, જે પછી લોકોએ જ નહીં પરંતુ તેના પિતા અને સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચ (Amitabh Bachchan) ને પણ અભિષેકની શાનદાર એક્ટિંગના વખાણ કર્યા હતા. અભિષેક બચ્ચને બોલિવૂડમાં 21 વર્ષ પૂરા કર્યા (અભિષેક બચ્ચનના બોલિવૂડમાં 21 વર્ષ). તેણે હાલમાં જ ખુલાસો કર્યો છે કે, 21 વર્ષની આ સફર કેટલી મુશ્કેલ હતી. જ્યારે જુનિયર બીએ પોતાના દિલની સ્થિતિ વ્યક્ત કરી તો અમિતાભે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મહેનત વગર જીવનમાં કંઈપણ પ્રાપ્ત થતું નથી.
અમિતાભ બચ્ચનનો દીકરો હોવા છતાં ખુબ પાપડ બેલવા પડ્યા
અભિષેક બચ્ચને હાલમાં જ બોલિવૂડમાં પોતાના સંઘર્ષ વિશે વાત કરી હતી. તેણે ખુલાસો કર્યો કે, સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો પુત્ર હોવા છતાં પણ તેને ફિલ્મો મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. રોલિંગ સ્ટોન ઈન્ડિયા સાથેની વાતચીતમાં અભિષેકે કબૂલ્યું હતું કે, તેણે પોતાની 21 વર્ષની સફરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
પહેલી ફિલ્મ આવતાં 2 વર્ષ લાગ્યા
અભિષેક બચ્ચને (Abhishek Bachchan) તેની એક્ટિંગ કરિયરની શરૂઆત વર્ષ 2000માં રિલીઝ થયેલી ફિલ્મ 'રેફ્યુજી'થી કરી હતી. આ ફિલ્મમાં કરીના કપૂર (Karina Kapoor) અભિષેક બચ્ચન સાથે જોવા મળી હતી. આ વાતચીતમાં અભિષેકે કહ્યું કે, તેને તેની ફિલ્મ 'રેફ્યુજી'માં કામ મળતાં 2 વર્ષ લાગ્યાં. જુનિયર બીએ આગળ કહ્યું, 'ઘણા લોકો માને છે કે, જો હું અમિતાભ બચ્ચનનો દીકરો હોઉં, તો લોકો મારા માટે 24 કલાક લાઈનમાં ઊભા રહેતા હશે. પણ એવું બિલકુલ નથી. ડેબ્યુ કરતા પહેલા હું દરેક ડિરેક્ટર પાસે ગયો અને તેમની સાથે વાત કરી. જોકે, તેણે મારી સાથે કામ કરવાની ના પાડી દીધી અને તે પણ ઠીક છે.
ઘણા ઉતાર-ચઢાવ જોયા છે
બોલિવૂડમાં પૂરા થયેલા આ 21 વર્ષોમાં અભિષેકે ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. તેણે કહ્યું, 'મેં કામ કરતી વખતે અભિનેતાની સારી બાજુ પણ જોઈ છે અને બેરોજગારીની બાજુ પણ જોઈ છે. અહીં મુદ્દો એ છે કે, તમે વ્યક્તિગત રીતે કંઈપણ લઈ શકતા નથી. છેવટે, આ પણ એક વ્યવસાય છે. જો તમારી એક ફિલ્મ સારો બિઝનેસ નહીં કરે તો કોઈ તમારી પાછળ બીજી ફિલ્મમાં પૈસા રોકશે નહીં.
ખૂબ જ દિલ તૂટ્યું, ખૂબ જ દુઃખ થયું
આ દરમિયાન અભિષેક બચ્ચને નેપોટિઝમ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું, 'હું માનું છું કે નેપોટિઝમ વિશે જે વાત કે ચર્ચા થાય છે તે ખુબજ સુવિધાઅનુસાર છે. આપણે કેટલીક બાબતો ભૂલી ગયા છીએ. ખૂબ મહેનત લે છે. આ 21 વર્ષોમાં ઘણી વખત દિલ તૂટ્યું, ઘણી પીડા થઈ. તે સરળ રહ્યું નથી.
અભિષેક પર પ્રેમ વરસાવતા અમિતાભ બચ્ચને અભિષેકના ઈન્ટરવ્યુ પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, 'કોઈ પણ વ્યક્તિ સંઘર્ષ વિના કશું પ્રાપ્ત કરી શકતું નથી. મને તમારા સંઘર્ષ પર ગર્વ છે. હું તમારી સિદ્ધિથી ખૂબ જ ખુશ છું. હું આશા રાખું છું કે, તમારા દાદાના શબ્દો અને પ્રાર્થના આપણી સાથે રહે અને આવનારી પેઢી સાથે પણ.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર