બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચનનો આજે જન્મદિવસ છે. અભિષેક બચ્ચન હાલ તેનો 44મો જન્મદિવસ મનાવી રહ્યા છે. અને આ દિવસની ઉજવણી તેમણે પરિવાર સાથે કરી હતી. આરાધ્યા, ઐશ્વર્યા રાય, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન સાથે તેમણે તેમના જન્મદિવસની ઉજવણીની તસવીરો વાયરલ કરી છે. જેમાં અભિષેકની કેક પર તેનો ફૂટબોલ પ્રેમ નજરે પડ્યો હતો. સાથે જ ઐશ્વર્યા રાયની ફેન કલ્બે પણ તેમની બે તસવીરો સોશિયલ મીડિયામાં મૂકી હતી. તેની બીજી એક તસીવરમાં અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા નજરે પડે છે. અને આ ફેમીલી સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું.
વર્કફંટની વાત કરીએ તો અભિષેક બચ્ચન છેલ્લે ફિલ્મ મનમર્ઝિયામાં દેખાયા હતા. જેમાં તેમનો અભિનય વખાણવામાં આવ્યો હતો. અને હવે આ વર્ષે અભિષેક બચ્ચન ફરી રૂપેરી પડદે દેખાશે. અભિષેક બચ્ચન હવે અજય દેવગણ દ્વારા પ્રોડ્યૂસ થતી ફિલ્મ ધ બિગ બુલમાં નજરે પડશે. આ સિવાય તે એક મલ્ટીપલ સ્ટોરીમાં પણ દેખાશે અનુરાગ બાસુ દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મનું નામ લુડા છે. અને તેમાં આદિત્ય રોય, રાજકુમાર રાવ જેવા બીજા સ્ટાર પણ અભિષેક સાથે દેખાશે. આ સિવાય અભિષેક તેના સોશિયલ મીડિયા પર અન્ય એક ફિલ્મના શૂટિંગની વાત પણ લખી છે.
અભિષેક બોબ બિશ્વા નામની ફિલ્મમાં પણ કામ કરશે. તેમાં તેમનો લૂક અલગ હશે. આમ આ વર્ષે રૂપેરી પડદે એક પછી એક અભિષેકની બે થી ત્રણ ફિલ્મો આવશે. બીજી તરફ ઐશ્વર્યા રાયની વાત કરીએ તો તે મણિરત્નમની એક ફિલ્મમાં આ વર્ષે કામ કરતી નજરે પડશે. અને આ ફિલ્મમાં તેમનો ડબલ રોલ હોવાની સંભાવના પણ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર