Abhishek Bachchan Birthday : અભિષેક બચ્ચને વર્ષ 2000માં ફિલ્મ 'રેફ્યુજી'થી બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં અભિષેકની સાથે કરીના કપૂરે પણ ડેબ્યુ કર્યું હતું
Abhishek Bachchan Birthday : બોલીવુડ (Bollywood)ના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)નો પુત્ર અને બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan)નો જન્મ 5 ફેબ્રુઆરી, 1976ના રોજ મુંબઈ (Mumbai)માં થયો હતો. અભિષેક આજે પોતાનો 46મોં જન્મદિવસ (Birthday) ઉજવી રહ્યો છે. બોલીવુડમાં અભિષેકને તેના પિતા જેટલી સફળતા મળી નથી પરંતુ તેની એક અલગ ઓળખ બનાવવામાં તે સફળ રહ્યો છે. આજે તેના જન્મદિવસ પર તેના વિષે જાણીએ કેટલીક રસપ્રદ વાતો...
અભિષેક બચ્ચનના જન્મ પ્રમાણપત્રમાં તેનું નામ અભિષેક નહીં પરંતુ 'બાબા બચ્ચન' છે
બોલીવુડમાં જુનિયર બચ્ચન તરીકે જાણીતા અભિષેક બચ્ચનનું જન્મ પ્રમાણપત્ર પર તેનું નામ જાણીને તમને સાચું લાગશે નહીં. પરંતુ તે હકીકત છે કે અભિષેક બચ્ચનના જન્મ પ્રમાણપત્રમાં તેનું નામ અભિષેક નહીં પરંતુ 'બાબા બચ્ચન' છે. જોકે, આ વિશે બહુ ઓછા લોકોને ખબર છે.
પ્રિયંકા ચોપડાને અભિષેક બચ્ચને 'પિગી ચોપ્સ' હુલામણું નામ આપ્યું હતું
જયારે અભિષેકના નામની ચર્ચા થઈ રહી છે, ત્યારે તમને એ પણ જણાવી દઈએ કે અભિષેકે બોલીવુડની જાણીતી એક્ટ્રેસને એક હુલામણું નામ આપ્યું છે અને આજે તેણી તે નામથી સમગ્ર વિશ્વમાં જાણીતી છે. તે અભિનેત્રી બીજી કોઈ નહીં પરંતુ પ્રિયંકા ચોપડા છે. પ્રિયંકા ચોપડાને અભિષેક બચ્ચને 'પિગી ચોપ્સ' હુલામણું નામ આપ્યું હતું. આજે મોટા ભાગના લોકો પ્રિયંકાને આ નામથી ઓળખે છે. આ
અભિષેક બચ્ચન એક પ્લેબેક સિંગર પણ છે
અભિષેક બચ્ચનની ફિલ્મોમાં શાનદાર એક્ટિંગ તો સૌકોઈએ જોઈ જ છે. પરંતુ ઘણા લોકો છે જેમને એ ખબર નથી કે અભિષેક એક સારો પ્લેબેક સિંગર પણ છે. અભિષેકે વર્ષ 2005માં રિલીઝ થયેલી ફિલ્મ 'બ્લફમાસ્ટર'માં પોતાનો અવાજ આપ્યો છે.
'ખઇકે પાન બનારસ વાલા'ના ડાન્સ સ્ટેપ્સ અભિષેક બચ્ચનથી પ્રેરિત હતા
અભિષેક બચ્ચન સારો ડાન્સ પણ કરી લે છે. એટલું જ નહીં પરંતુ તેનો બાળપણનો ડાન્સ પણ તમે અચૂક જોયો હશે. ભલે તમે અભિષેક બચ્ચનનું બાળપણ ન જોયું હોય પરંતુ, ડોન ફિલ્મના અમિતાભ બચ્ચનના આઇકોનિક ગીત 'ખઇકે પાન બનારસ વાલા'ના ડાન્સ સ્ટેપ્સ તો તમે જોયા જ હશે. અમિતાભ બચ્ચને આ ગીતમાં કરેલા ડાન્સ સ્ટેપ્સ અભિષેક બચ્ચનથી પ્રેરિત હતા. અભિષેક તેના બાળપણમાં રમતગમતમાં આવો ડાન્સ કરતો હતો.
ફિલ્મ સ્ટારનો પુત્ર હોવા છતા શરૂઆતમાં LIC એજન્ટ હતો
ફિલ્મ સ્ટારનો પુત્ર હંમેશા ફિલ્મ સ્ટાર બનવાનું ઈચ્છે તેવું નથી હોતું. હકીકતમાં અભિષેક બચ્ચન સાથે પણ એવું જ હતું. ફિલ્મોમાં જોડાતા પહેલા અભિષેકે LIC એજન્ટ તરીકે પોતાનું નસીબ અજમાવ્યું હતું. પરંતુ બાદમાં તે ફિલ્મી દુનિયા તરફ વળ્યો અને આજે પણ તે પોતાના દમ પર આ ક્ષેત્રમાં કાર્યરત છે.
અભિષેકના લગ્ન જીવનની વાત કરીએ તો અભિષેકે વર્ષ 2007માં ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા અને તેમને એક પુત્રી આરાધ્યા છે. આ પહેલાની વાત કરીએ તો અભિષેકે જયારે ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું ત્યારે કોઈ મોંઘી કે અનોખી વીંટી સામે ધરી ન હતી. પરંતુ અભિષેકે ઐશ્વર્યાને એ જ વીંટી આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો જે તેની ફિલ્મ 'ગુરુ'ના સેટ પર વપરાતી હતી.
ફિલ્મ 'રેફ્યુજી'થી બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી
ઉલ્લેખનીય છે કે, અભિષેક બચ્ચને વર્ષ 2000માં ફિલ્મ 'રેફ્યુજી'થી બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં અભિષેકની સાથે કરીના કપૂરે પણ ડેબ્યુ કર્યું હતું. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી ન હતી પરંતુ વાસ્તવમાં તે વર્ષની 5મી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી એ વાત પણ કોઈ નકારી શકે નહીં.
અભિષેકે તેના કેરિયરમાં, ધૂમ, ગુરુ જેવી કેટલીક હિટ ફિલ્મો પણ આપી પરંતુ પછી વર્ષ 2010થી અભિષેકની ફિલ્મો બોક્સ ઓફિસ પર કઈ ખાસ કમાલ કરી શકતી ન હતી. જે બાદ ઘણા સમય સુધી અભિષેકને કામ ન મળ્યું. અભિષેકે ફરી પાછું વર્ષ 2018માં 'મનમર્ઝિયાં'થી પુનરાગમન કર્યું હતું. પછી તે ડિજિટલ પ્લેટફોર્મ તરફ વળ્યો. વેબ સિરીઝ 'બ્રેથઃ ઇનટુ ધ શેડોઝ'થી તેને ઘણી પ્રશંસા મળી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર