શ્વેતા તિવારી CCTV ફૂટેજ મામલે આવ્યો વધુ એક વળાંક, હવે અભિનવે ખોલી વીડિયોની પોલ

PHOTO: @ShwetaTiwari/AbhinavKohli instagram

શ્વેતા તિવારીએ તેની સોસાયટીનાો CCTV ફૂટેજ શેર કર્યો હતો. જેમાં તેણે અભિનવ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ હવે અભિનવે ઇન્સ્ટાગ્રામ પર એક કલાકથી વધુ લાંબો વીડિયો શેર કરીને પોતાનો પક્ષ મુક્યો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari) અને તેનાં એક્સ હસબન્ડ અભિનવ કોહલી (Abhinav Kohli) વચ્ચેનો મતભેદ સમાપ્ત જ નથી થતો. જેની અસર તેમનાં દીકરા પર થઇ રહી છે. હાલમાં જ શ્વેતાએ તેનાં સોસાયટીનો એક સીસીટીવી ફૂટેજ શેર કર્યો હતો. અને તેનાં એક્સ પતિ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. વીડિયોમાં અભિનવ તેનાંથી બાળક છીનવતો નજર આવે છે. આ વીડિયો સામે આવ્યા બાદ હવે અભિનવે ઇન્સ્ટાગ્રામ પર આશરે એક કલાક લાંબો વીડિયો શેર કરી પોતાનો પક્ષ મુક્યો છે.

  અભિનવ કોહલી (Abhinaav Kohali Video)એ જે વીડિયો પોસ્ટ કર્યો છે. તેમાં તે ફોન પર ઘણાં વીડિયો બતાવે છે. અભિનવે દાવો કર્યો છે કે, દીકરો તેની પાસે રહેવાં માંગે છે. તેમાં એક વીડિયોમાં અભિનવ રેયાંશને પુછે છે કે, 'મારી યાદ આવે છે તને?' જેનાં જવાબમાં રેયાંશ કહે છે, 'હા બહુ જ આવે છે.' જ્યારે વીડિયો કોલ કરુ છુ વાત કરુ છું.. મમ્મીથી વાત નથી કરતો.. અભિનવ આ દરમિયાન રેયાંશની સાથે રેકોર્ડ કરેલાં ઘણાં વીડિયોઝ બતાવેછે. અભિનવ કહે છે, 'જ્યારે શ્વેતાને કોરોના થયો હતો ત્યારે બાળક તેની સાથે હતું. જ્યારે તે ઠીક થઇ ગઇ તો દીકરો તેની પાસે જવાં તૈયાર ન હતો.'

  તેણે વધુમાં કહ્યું કે, 'હું તમામ પુરુષોને કહેવા માંગુ છુ કે, આપ લોક જરૂર વીડિયોઝ બનાવો ભલે ગમે તે થઇ જાય. આ જ આપને કોઇનાં જુઠ્ઠુ બોલવાથી બચાવી શકે છે. નહીં તો કોઇપણ આસાનીથી આપને ભરમાવી શકે છે. આજનાં સમયમાં આ ખુબજ જરૂરી છે. ' અભિનવ જે વીડિયો બતાવે છે તેમાં એક વીડિયોમાં શ્વેતા અભિનવનાં ઘરમાં છે અને તે રેયાશને સુવડાવવાનો પ્રયાસ કરે છે. પણ તે શ્વેતાને જતાં રહેવાં કહે છે. અને રેયાંશ કહે છે કે, તેને ફક્ત પાપા પ્રેમ કરે છે.. તેનાં જવાબમાં શ્વેતા કહે છે, આપને ન ફક્ત પાપા.. મમ્મા પણ પ્રેમ કરે છે.
  આપને જણાવી દઇએ કે, અભિનવ કોહલી બાળકની કસ્ટડી મેળવવાનાં હર સંભવ પ્રયાસ કરે છે. પણ શ્વેતા આ માટે જરાં પણ રાજી નથી. તે દીકરાને અભિનવથી દૂર રાખવાં માંગે છે. પણ અભિનવ દીકરાથી દૂર રહેવાં માંગતો નથી.
  Published by:Margi Pandya
  First published: