શ્વેતા તિવારીની વધી મુશ્કેલીઓ, અભિનવ કોહલીએ હવે આ મામલે ખખડાવ્યો કોર્ટનો દરવાજો

PHOTO: @ShwetaTiwari/AbhinavKohli instagram

શ્વેતા તિવારી (Shweta Tiwari) અને તેનો પતિ અભિનવ કોહલી (Abhinav Kohli) વચ્ચે વિવાદ વધતો જઇ રહ્યો છે. હવે અભિનવે શ્વેતા તિવારી વિરુદ્ધ તેમનાં અંતરિમ જામીન (Interim Bail) રદ્દ કરવા માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

 • Share this:
  નવી દિલ્હી: એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari) તેનાં પતિ અભિનવ કોહલી (Abhinav Kohli)ની વચ્ચે વિવાદ વધતો જઇ રહ્યો છે. બંને પહેલાં જ દીકરા રેયાંશ અંગે ઘણી વખત જાહેરમાં બબાલ કરી ચુક્યાં છે. અભિનવનો આરોપ છે કે, શ્વેતા તેને દીકરા રેયાંશને મળવાં નથી દેતી. હવે અભિનવે શ્વેતા વિરુદ્ધ તેનાં અંતરિમ જામીન (Interim Bail) રદ્દ કરવા કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

  આ પણ વાંચો-MANDIRA BEDIએ પતિ રાજનાં નિધનનાં 5 દિવસ બાદ શેર કરી એવી પોસ્ટ કે જોનારાનું પણ દિલ તૂટી જાય

  ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતાં એક્ટરનાં વકીલ (Abhinav Kohli's Lawyer) એ કહ્યું કે, 'શ્વેતા કોર્ટને જણાવ્યાં વગર અને પરવાનગી વગર શૂટિં ગમાટે સાઉથ આફ્રિકા જતી રીહ હતી. એટલે અમે કોર્ટમાં અરજી દાખલ કરી છે. અને જલ્દી જ આ મામલે શ્વેતાએ જવાબ આપવાનો રહેશે.' અભિનવ કોહલીએ દીકરા રેયાંશ (Son Reyansh)ની કસ્ટડી માટે કોર્ટ સામે કેસ દાખલ કર્યો છે. આ મામલે સુનાવણી બુધવારે છે.

  આ પણ વાંચો- ફોન કોલથી શરૂ થઇ હતી આમિર ખાન-કિરણ રાવની LOVE STORY, આમ થઇ પૂર્ણ

  શ્વેતા તિવારી ટીવી શો 'ખતરો કે ખિલાડી 11'ની શૂટિંગને કારણે ગત દોઢ મહિનાથી આફ્રિકાનાં કેપટાઉનમાં હતી., જોકે હવે તે પરત આવી ગઇ છે. અભિનવની આ વાતને ધ્યાનમાં રાખતા એક્ટ્રેસ પર દીકરાને ઘરમાં એકલો છોડવાનો આરોપ છે. અભિનવનું કહેવું છે કે, ઘરે રેયાંશનું ધ્યાન રાખવાવાળું કોઇ નથી. થોડા સમય પહેલાં શ્વેતાએ અભિનવે લગાવેલાં આરોપોનો જવાબ આપ્યો હતો તેણે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં શ્વેતા તિવારી તેની બિલ્ડિંગની બહાર તેનાં દીકરાની સાથે નજર આવી રહી છે અને અભિનવ કોહલી તેનાંથી દકરાને છીનવતો નજર આવી રહ્યો છે. અભિનવને તેની આ હરકતને કારણે ઘણી આલોચનાનો સામનો કરવો પડ્યો હતો

  આ પણ વાંચો-  Anupamaaએ જ્યારે કહ્યું,- 40 પછી 26ની કમર વગર આ કરવું સહેલું નહોતું...

  તો, શ્વેતાએ એક વીડિયો કોલનો ફોટો શેર કર્યો હતો જેમાં તેમનાં બાળકો પલક અને રેયાંશ નજર આવે છે. તેનાંથી સાબિત થાય છે કે, તમામ વ્યસ્તતાઓ હોવા છતાં તે તેનાં બાળકોનાં સંપર્કમાં છે. બીજી તરફ અભિનવનું કહેવું છે કે, તેણે તેનાં દીકરા રેયાંશથી મળવાં નથી દેવામાં આવતાં.

  આ વખતે પણ તેને દીકરા રેયાંશથી મળવા ન દેવામાં આવ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનવ અને શ્વતા વચ્ચે વિવાદ વર્ષ 2019માં સામે આવ્યો હતો ત્યારે એક્ટ્રેસે તેની દીકરી પલક તિવારીની સાથે મળી અભિનવ વિરુદ્ધ ઘરેલું હિંસાનો કેસ દાખલ કરાવ્યો હતો.
  Published by:Margi Pandya
  First published: