Home /News /entertainment /

Abhay 3 Review: કુણાલ ખેમુએ લૂંટી વાહવાહી, તો ક્રાઇમ-થ્રિલરની સ્ટોરીએ કર્યા નિરાશ

Abhay 3 Review: કુણાલ ખેમુએ લૂંટી વાહવાહી, તો ક્રાઇમ-થ્રિલરની સ્ટોરીએ કર્યા નિરાશ

અભય 3 રિવ્યુ

Abhay 3 Review: અભય 3 રિવ્યુ - સ્ક્રીન ટાઇમમાં કુણાલ ખેમુ (Kunal Kemmu) નો દબદબો છે, ફિલ્મમાં ઘણા સવાલોનો જવાબ પણ બાકી છે - દિવ્યા અને તનુજનું શું થયું? અભયના પૂર્વજન્મનું શું? આ શોની સીઝન વનથી જ અભયની પાછલી જિંદગીનો ઉપયોગ દર્શકો માટે માત્ર બાઈટ તરીકે જ કરવામાં આવ્યો છે

વધુ જુઓ ...
  Abhay 3 Review: કુણાલ ખેમુ (Kunal Kemmu) અભિનીત અભય સીઝન 3 (Abhay Season 3 Review) એક ક્રાઈમ થ્રિલર છે. આ શોમાં કુણાલ સિરિયલ કિલરનો કેસ સોલ્વ કરી રહેલા કોપ અભય પ્રતાપ સિંહ તરીકે જોવા મળશે. જોકે, એકસાથે થોડાક કેસો ઉકેલાઇ રહ્યા હોવાથી શો દર્શકોને થોડો મૂંઝવણમાં મૂકે છે. પ્રથમ ચાર એપિસોડ નિરાશાજનક છે. કારણ કે સ્ટોરીની પ્લોટમાં કંઇ નવીન વળાંક આવતો નથી. આ એપિસોડ્સમાં જે દર્શાવ્યું તે ફક્ત ત્રણ શબ્દોમાં વર્ણવી શકાય છે - ખૂનીઓનો પીછો કરતી પોલીસ.

  આશા નેગી (Aasha Negi)ની એન્ટ્રી અને અભયને ફસાવવાના તેના પ્લાનિંગ પછી જ આ શો થોડો રસપ્રદ બને છે. નિધિ સિંહ (Nidhi singh) સાથે તેનો એક્શન સીન જોવા લાયક છે. જો કે આશા નેગીને બહુ જલદી પ્લોટમાંથી હટાવી દેવામાં આવે છે. આ શો અંધશ્રદ્ધાનું તત્વ લાવવાનો પણ પ્રયાસ કરે છે પરંતુ તેમાં ઊંડા ઉતર્યા વગર માત્ર મર્ડરને ઉકેલવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. જો નિર્માતાઓ અંધશ્રદ્ધાના એંગલમાં પણ ઊંડા ઉતર્યા હોત તો શો કે-ડ્રામા હેલબાઉન્ડ જેવો જ બની શકતો હતો.

  શોના કલાકારો શોને દમદાર અને જોવા લાયક બનાવવા માટે બનતા તમામ પ્રયત્નો કરી રહ્યા છે, પણ નબળા પ્લોટ અને લેખનના કારણે તેના પ્રયાસો પર પાણી ફરી વળ્યું છે.

  ઘણા સવાલોનો જવાબ પણ બાકી છે - દિવ્યા અને તનુજનું શું થયું? અભયના પૂર્વજન્મનું શું? આ શોની સીઝન વનથી જ અભયની પાછલી જિંદગીનો ઉપયોગ દર્શકો માટે માત્ર બાઈટ તરીકે જ કરવામાં આવ્યો છે. જો કે હવે ત્રીજી સીઝન બાદ પણ કંઇ જ સામે આવ્યું નથી. સ્ક્રીન ટાઇમમાં કુણાલ ખેમુનો દબદબો છે, જેનો ઇન્ટેન્સ અવતાર તમને ચોક્કસ પ્રભાવિત કરશે. અભયના અંગત જીવનની વાત આવે ત્યારે સંવેદનશીલ રહેવાથી માંડીને તે ફરજ પર હોય, ત્યારે બોલ્ડ અને ઉગ્ર બનવા સુધી કુણાલની એક્ટિંગ પ્રશંસા કરવા લાયક છે.

  કુણાલ ઉપરાંત આ શોમાં ઘણા પ્રતિભાશાળી કલાકારો છે, જેનો યોગ્ય ઉપયોગ કરવામાં નથી આવ્યો. રાહુલ દેવને ખૂબ પાછળથી દર્શવવામાં આવે છે અને તેનો સ્ક્રીન ટાઇમ ખૂબ ઓછો છે. જો તમે દિવ્યા અગ્રવાલ કે તનુજ વિરવાનીના ફેન છો તો અભય 3 તમને ચોંકાવી દેશે અને નિરાશ પણ કરી દેશે. તમને સવાલ થશે કે આખરે આ બંનેએ આ શો શા માટે સાઇન કર્યો. પહેલા એપિસોડથી જ એવું લાગતું હતું કે તેમના પાત્રોમાં ઘણું બધુ થઇ શકે છે જે પ્લોટમાં મનોરંજન અને રોમાંચનું ઊભું કરશે. જોકે, વિજય રાજનું પોતાની એક્ટિંગ સ્કિલથી કુણાલને ટક્કર આપી રહ્યો છે.

  શોના વિઝ્યુઅલ રીપ્રેઝન્ટેશન વિશે વાત કરીએ તો તે સ્ટોરી લાઇન સાથે યોગ્ય છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક યોગ્ય રીતે મૂકવામાં આવ્યું છે. બેકડ્રોપ અને ડાર્ક સ્પેસનો ઉપયોગ પણ ઘણી સારી રીતે કરાયો છે. વધુમાં એક્શન સીન પણ ઘણા ઓર્ગેનિક લાગે છે.

  આ પણ વાંચોDasvi Movie Review: દમદાર સ્ટોરી અને રાજકારણના હળવા વ્યંગ સાથે ફિલ્મ ‘દસવી’ સમજાવશે શિક્ષણનું મહત્વ

  શું તમારે આ શો જોવો જોઇએ?

  શોમાં ઘણી ખામીઓ હોવાથી કલાકારોની એક્ટિંગ અને મહેનતની અસર ધારી ઉપજતી નથી. જોકે, કુણાલના ફેન્સ માટે આ શો એક ટ્રીટ હોઇ શકે છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Film Review, Movie Review, Review

  આગામી સમાચાર