Home /News /entertainment /Bigg Boss 16માં Abdu Rozikની ફરી થશે એન્ટ્રી, શોમાં આવશે આ મોટો ટ્વીસ્ટ
Bigg Boss 16માં Abdu Rozikની ફરી થશે એન્ટ્રી, શોમાં આવશે આ મોટો ટ્વીસ્ટ
બિગ બોસ 16 હાઉસના સૌથી ફેવરિટ અબ્દુના ફેન્સને સરપ્રાઇઝ મળવાની છે.
પોપ્યુલર ટીવી શૉ બિગ બોસ 16 (Bigg Boss 16)નો ફેવરેટ કન્ટેસ્ટન્ટ અબ્દુ રોઝિક (Abdu Rozik) શૉમાંથી બહાર થઇ ચુક્યો છે. જો કે જાણવા મળી રહ્યું છે કે તે ફરી એકવાર શૉમાં એન્ટ્રી કરવા જઇ રહ્યો છે. જાણો શું છે સમગ્ર મામલો.
બિગ બોસ 16ના ઘરમાં અબ્દુ રોઝીકની સફર પૂરી થઇ ગઇ છે. દર્શકોના ઓછા વોટ મળવાને કારણે નહીં, પરંતુ બિગ બોસ સાથેનો તેનો કોન્ટ્રાક્ટ ખતમ થઈ જવાથી અબ્દુ બહાર થયો છે. આ કારણે તે હવે શોમાં જોવા મળતો નથી.
શો છોડ્યા બાદ લોકો તેને ખૂબ જ મિસ કરી રહ્યા છે. જોકે, હવે બિગ બોસ 16 હાઉસના સૌથી ફેવરિટ અબ્દુના ફેન્સને સરપ્રાઇઝ મળવાની છે. અબ્દુ બિગ બોસ 16માં પાછો ફરી શકે છે. પરંતુ ટ્વિસ્ટ સાથે. તે વિકેન્ડ કા વારમાં જોવા મળી શકે છે.
બિગ બોસ 16ના એક ફેન પેજે ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી. તેમાં ઉમેર્યું હતું કે અબ્દુ રોઝીક તેના નવા ગીત 'પ્યાર'ના પ્રમોશન માટે આ શોમાં આવી શકે છે. તે વીકેન્ડ કા વારમાં દેખાશે. આ સમાચાર એક ફેન પેજ દ્વારા શેર કરવામાં આવ્યા છે, જેના વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો કે આ ખબરથી તેના ફેન્સ ઘણા ખુશ છે અને તેઓ અબ્દુને ફરી એકવાર શોમાં જોવા માટે બેતાબ છે.
અબ્દુ ઘરની બહાર નીકળ્યા બાદ ઘરમાં સભ્યોને દુઃખ થયું હતું. બધાની આંખો ભીની હતી. શિવ ઠાકર રડતો જોવા મળ્યો હતા. આ સિવાય નિમ્રિત કૌર આહલુવાલિયા અબ્દુની વિદાયથી ખૂબ જ નિરાશ દેખાઈ રહી હતી. બધા ઘરના સાથીઓ અબ્દુ સાથેની તેમની સુંદર યાદોને યાદ કરીને રડ્યા હતા.
જોકે, શોમાંથી બહાર આવતા જ અબ્દુ રોઝીકે ફેન્સને એક ગિફ્ટ આપી હતી. અબ્દુ રોઝીકનું નવું ગીત 'પ્યાર' રિલીઝ થઈ ગયું છે. આ વિડીયોને યૂટ્યૂબ પર ખૂબ જોવામાં આવી રહ્યો છે. પોતાના પહેલા ગીત 'છોટા ભાઈજાન' બાદ અબ્દુ રોઝીકે હિન્દીમાં પોતાનું બીજું ગીત પણ ગાયું છે. ગીતમાં અબ્દુનો અવાજ અને તેની હિન્દી સાંભળીને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
તાજિક ગાયિકાનું નવું ગીત રિલીઝ થયા બાદથી જ દર્શકો તેના પર ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. 'પ્યાર'માં અબ્દુ રોઝીકનો અવાજ સાંભળ્યા બાદ અને તેની હિંદીમાં થયેલા સુધારા બાદ યૂઝર્સ તેના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. અબ્દુ રોઝીકના આ ગીતને અત્યાર સુધી 2 લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર