Home /News /entertainment /લોકો મને કચરા કહે છે, જિંદગીમાં હંમેશા ખુશીઓ નથી હોતી, Big Boss માં છલકાયું છોટે ભાઇજાનનું દર્દ

લોકો મને કચરા કહે છે, જિંદગીમાં હંમેશા ખુશીઓ નથી હોતી, Big Boss માં છલકાયું છોટે ભાઇજાનનું દર્દ

Big Boss,માં છલકાયું અબ્દુ રોઝીકનું દર્દ

Abdu Rozik in BigBoss16: બિગબોસની 16મી સીઝન શરૂ થઈ ગઈ છે અને આ વખતે ઘરમાં એક સ્પેશ્યલ વ્યક્તિની એન્ટ્રી થઈ છે જે કદમાં વામન પણ વિચારોમાં વિરાટ લાગે છે. જાણો ABDU ROZIK એ શું કહ્યું.

મુંબઈ: અબ્દુ રોઝિક (Abdu Rozik), જે બિગબોસમાં ખુદની ‘છોટા ભાઈજાન’ તરીકે ઓળખ આપે છે અને એક સેલિબ્રિટી છે. અનેક લોકો અબ્દુ રોઝિકને પોતાના નાના કદને કારણે ખોટો સમજે છે. જે ખૂબ જ સાહસ કરીને આગળ વધ્યા છે તથા અનેક અચિવમેન્ટ પ્રાપ્ત કર્યા છે. તે દુનિયાના સૌથી નાના પ્રોફેશનલ સિંગર અને બોક્સર છે.

તેમણે ચેકઅપ કરાવતા જાણવા મળ્યું કે, તેમનામાં રિકેટ્સ અને અને વિકાસ કરતા હોર્મોનની ઊણપ છે. 5 વર્ષની ઉંમરે તેમના હોર્મોન વિકસિત થતા ન હતા. બિગ બોસ 16ના એક એપિસોડમાં તેમણે એમસી સ્ટેનને જણાવ્યું કે, તેમણે ઈમોશનલી અનેક બાબતોનો સામનો કરવો પડ્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર અનેક લોકો મારા વિશે ખરાબ લખે છે

અબ્દુ રોઝિકે તેમના ફેન્સને મોટીવેટ કરવા માટે જણાવ્યું કે, ‘ઈન્સ્ટાગ્રામ પર અનેક લોકો મારા વિશે ખરાબ લખે છે. જેઓ કહે છે કે, હું એક કચરો છું, ખરાબ છું. આ બધી બાબતોને કારણે હું મોટીવેટ થાઉં છું. જીવનમાં હંમેશા ખુશીઓ આવે તે જરૂરી નથી, દુ:ખનો સામનો પણ કરવો છે. મને બિગબોસ પસંદ છે. હું તમામ લોકોમાંથી અનેક બાબતો વિશે શીખું છુ અને નવી નવી બાબતો વિશે જાણું છું. મારું નામ અબ્દુ રોઝિક છે અને હું એક સેલિબ્રિટી છું. અહીં તમામ લોકો એકસમાન છે. તમામ વ્યક્તિ કામ કરે છે, સફાઈ કરે છે. બધુ કામ કરે છે. તમે હંમેશા સુપરસ્ટાર નહીં રહો અને હંમેશા તમારી પાસે પૈસા પણ નહીં હોય. તમારું કામ કરતા હંમેશા તમારી આસપાસ પાસ નહીં રહે.’

કદને લઈને મજાક ઉડાવવામાં આવી

રોઝિકે જણાવ્યું કે, જ્યારે તે કિશોરાવસ્થામાં હતો, ત્યારે તેને હેરાન કરવામાં આવ્યો અને તેના કદને લઈને મજાક ઉડાવવામાં આવી. ત્રણ વર્ષથી વધુ સમય સુધી મને ભણવા દેવામાં ન આવ્યો.

તેના પરિવારજનો પાસે પૈસા નહોતા, આ કારણોસર તેઓ તેની આ બિમારીના ઈલાજ માટે પૈસા આપી શકતા નહોતા. અબ્દુ ગીત ગાવાનું શરૂ કર્યું. લોકો તેમની ટીકા ન કરે આ કારણોસર તેઓ ગીત લખવાના પણ શરૂ કર્યા. તેમને લખતા વાંચતા આવડતું નહોતું, તેમણે પણ હોમસ્કૂલ શરૂ કરી હતી.

તેઓ 17 વર્ષના હતા, ત્યારે UAEની રોયલ ફેમિલીના સભ્ય યાસ્મિન સાફિયાએ જોયું કે, અબ્દુ પોતાના પરિવારના ભરણ પોષણ માટે તાજિકિસ્તાનની ગલીઓમાં ગીત ગાઈ રહ્યા છે. તેમણે અબ્દુના કૌશલ્યને ઓળખ્યું અને સમગ્ર દુનિયા આ કૌશલ્ય જોઈ શકે તે માટે તેમણે અબ્દુને તક આપવા માટે તેમાં રોકાણ કર્યું.

આ પણ વાંચો: બોલીવુડનાં શહેનશાહ પણ પોતાનાં કપડા જાતે જ ધોવે છે! KBC માં BIG-B એ કર્યો ખુલાસો

દુબઈમાં રહેવા જતા રહ્યા

છેલ્લા બે વર્ષમાં તેમણે ફેમસ મ્યુઝિશિયન સાથે કામ કર્યું છે. જેમાં એ. આર. રહેમાન, રેડોન, ફ્રેંચ મોંટાના, વિલ આઈ એમ શામેલ છે. મોસ્કોમાં એક બોક્સિંગ ન્યૂઝ કોન્ફરન્સ દરમિયાન તેમણે આર્ગ્યુમેન્ટ કરતા તેઓ ચર્ચાનો વિષય બની ગયા હતા. આ ઘટનાનો વિડીયો વૈશ્વિક સ્તરે 400 મિલિયનથી વધુ વાર જોવામાં આવ્યો છે. અબ્દુ રોઝિકે હિન્દી ગીતોનો આલ્બમ રેકોર્ડ કર્યો છે, જે આ વર્ષના અંતમાં રિલીઝ થશે.થોડા સમય બાદ તેઓ સલમાન ખાનની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં જોવા મળશે. દુબઈમાં તેમનું બીજુ ઘર છે અને સંયુક્ત અરબ અમીરાત માટે નાની ઉંમરે ગોલ્ડન વિઝા મેળવનાર પહેલી વ્યક્તિ છે. તેમને 10 વર્ષની ઉંમરે ગોલ્ડન વિઝા મળ્યા છે.
First published:

Tags: Big Boss, Entertainemt News, Television news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો