Home /News /entertainment /શાહરૂખનો 'જબરા ફેન' નીકળ્યો અબ્દુ રોજિક, કિંગ ખાનને મળવા 'છોટે ભાઇજાને' લગાવ્યો ધાંસૂ જુગાડ

શાહરૂખનો 'જબરા ફેન' નીકળ્યો અબ્દુ રોજિક, કિંગ ખાનને મળવા 'છોટે ભાઇજાને' લગાવ્યો ધાંસૂ જુગાડ

શાહરૂખ માટે અબ્દુની દિવાનગી

બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનને મળવાની ઇચ્છા કોઇ સામાન્ય વ્યક્તિની જ નહીં પરંતુ ફેમસ સેલેબ્સની પણ હોય છે. આ લિસ્ટમાં અબ્દુ રોજિકનું નામ પણ સામેલ છે અને ઇચ્છામાં તે શાહરૂખ ખાનના બંગલા 'મન્નત'ની બહાર પહોંચ્યો હતો. જણાવી દઇએ કે 'પઠાણ'ની રિલીઝ બાદ તેના ફેન્સ પણ મન્નતની બહાર ઉમટી પડ્યા હતા.

વધુ જુઓ ...
શાહરૂખ ખાનના (Shahrukh khan) ફેન્સ આખી દુનિયામાં છે. લોકો તેની એક ઝલક મેળવવા માટે તેના બંગલા મન્નતની બહાર કલાકો સુધી ઉભા રહે છે. તેની ફિલ્મ 'પઠાણ' રીલિઝ થઈ અને પહેલા જ દિવસે ફેન્સની ખુશીનો કોઈ પાર ન રહ્યો. આ ખુશીની ઉજવણી કરવા તે મન્નતની બહાર ભેગા થયા હતા. આ ભીડમાં 'બિગ બોસ 16'ના એક્સ કન્ટેસ્ટન્ટ અબ્દુ રોજિક (Abdu Rozik) પણ જોવા મળ્યો હતો.

પોતાને શાહરૂખનો ફેન ગણાવતો અબ્દુ તેની વિશલિસ્ટ નોટ પણ હાથમાં લઈને પહોંચ્યો હતો, જેમાં કિંગ ખાનને એકવાર મળવાની તેની ઈચ્છા લખેલી હતી. હવે અબ્દુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેના અંદાજને ખૂબ પસંદ કરી રહ્યા છે.




આ પણ વાંચો : અથિયા-કેએલ રાહુલને ખરેખર ગિફ્ટમાં મળ્યું છે 50 કરોડનું ઘર, મોંઘી ગાડી? સુનીલ શેટ્ટીએ જણાવી હકીકત

અબ્દુ રોજિક (Abdu Rozik) પોતાની સનરૂફ વાળી ગાડીમાં શાહરૂખ ખાનના ઘર 'મન્નત'ની બહાર પહોંચ્યો હતો. ત્યાં પહેલેથી જ હાજર શાહરૂખ ખાનના ફેન્સ તેને જોઇને વધારે એક્સાઇટેડ થઇ ગયા. તે અબ્દુના ફોટોઝ ક્લિક કરવા લાગ્યા. અબ્દુએ પાપારાઝી સાથે વાત કરી અને વારંવાર કહી રહ્યો હતો કે તે બોલીવુડના બાદશાહનો બહુ મોટો ફેન છે.

અબ્દુની વિશલિસ્ટ


અબ્દુ રોજિકના હાથમાં એક વિશલિસ્ટ નોટ પણ હતી, જેમાં લખ્યું હતું, 'જ્યાં સુધી હું તમને મળીશ નહીં, ત્યાં સુધી હું હજી પણ બન્યો નથી. આઇ લવ યુ શાહરૂખ. પિતા માતા હજ, ભારતમાં પ્રેમ અને આદર, સલમાન ખાન અને શાહરૂખ ખાન. અહીં બધા ફેન્સ સાથે બેસીને મારા વારાની રાહ જોઈને ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છું. એક જ સપનું બાકી છે. #પઠાણ

આ પણ વાંચો : કોમેડિયનને મુશ્કેલીમાં યાદ આવ્યો 'ધ કપિલ શર્મા શો', વિવાદ ભૂલીને કામ કરવાની વ્યક્ત કરી ઇચ્છા, જલ્દી થશે વાપસી



બિગ બોસ 16 થી રાતોરાત ફેમસ થઈ ગયો


તાંઝાનિયાનો રહેવાસી અબ્દુ રોજિક પહેલાથી જ ફેમસ હતો, પરંતુ રિયાલિટી શો 'બિગ બોસ 16'એ તેને ભારતમાં પણ રાતોરાત ફેમસ કરી દીધો હતો. દર્શકો અબ્દુની નિર્દોષતા પર ફિદા થઇ ગયા. શિવ ઠાકરે અને એમસી સ્ટેન સાથેની તેમની મિત્રતાની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.


પોતે શો છોડી દીધો


અબ્દુ રોજિકે પોતાના વર્ક કમિટમેન્ટ્સને કારણે બિગ બોસ 16ને અધવચ્ચે જ અલવિદા કહી દીધું હતું. જેના કારણે તેના ફેન્સ અને ઘરમાં રહેલા મિત્રો ચોંકી ગયા હતા. આ પહેલા પણ એકવાર કામના કારણે બિગ બોસે અબ્દુને ઘરની બહાર જવાની પરવાનગી આપી હતી. જોકે, શોમાંથી બહાર આવ્યા બાદ અબ્દુએ તેનું સોન્ગ 'પ્યાર' રિલીઝ કર્યું હતું. તેના પ્રમોશન માટે તે બિગ બોસમાં પણ દેખાયો અને સલમાન ખાન સાથે સ્ટેજ શેર કર્યો. સાજિદ ખાન પણ તેની સાથે હતો. તાજેતરમાં એવા રિપોર્ટ આવ્યા હતા કે અબ્દુને 'બિગ બ્રધર યુકે'ની ઓફર મળી છે.
First published:

Tags: Abdu Rozik, Bigg Boss, Pathan, Shahrukh Khan