Home /News /entertainment /બિગ બોસ 16 આવ્યા બાદ અબ્દુ રોજિકનું નસીબ ચમક્યું, ભારતમાં પોતાનો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યો છે
બિગ બોસ 16 આવ્યા બાદ અબ્દુ રોજિકનું નસીબ ચમક્યું, ભારતમાં પોતાનો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યો છે
અબ્દુ રોજિક મુંબઈમાં રેસ્ટોરન્ટ ઓપન કરશે
બધાનો ફેવરિટ અબ્દુ રોજિક ભારતમાં પોતાનો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યો છે. જેમાં તેણે પોતે જ માહિતી આપતા કહ્યું હતુ કે, તે મુંબઈમાં આ બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યો છે.
મુંબઈ : અબ્દુ રોજિક સલમાન ખાનના લોકપ્રિય રિયાલિટી શો (Bigg Boss 16) બિગ બોસ 16ના પુરા થયા બાદ પણ ચર્ચામાં છે. તેણે હાલમાં જ તેના ફેન્સ સાથે એક સારા સમાચાર શેર કર્યા હતા. તમને જણાવી દઈએ કે, તજાકિસ્તાનના પ્રખ્યાત ગાયક અબ્દુ રોજિકને શોમાં સૌથી વધુ પસંદ કરવામાં આવ્યો હતો. દર્શકોની સાથે અબ્દુલ પણ સલમાન ખાનનો ફેવરિટ બની ગયો હતો. હવે તેનો એક વીડિયો સામે આવ્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અબ્દુ ફેન્સને સારા સમાચાર શેર કરી રહ્યો છે.
વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં અબ્દુ રોજીક કારમાંથી નીચે ઉતરતો જોવા મળે છે. જે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો છે. જે પાપારાઝીના કેમેરામાં પણ કેદ થઈ રહ્યો છે, વીડિયોમાં તે કહેતો જોવા મળે છે કે, તે ટૂંક સમયમાં ભારતમાં પોતાની એક રેસ્ટોરન્ટ ખોલવા જઈ રહ્યો છે. ફેન્સ માટે આ સમાચાર કોઈ સરપ્રાઈઝથી ઓછા ન હતા. એટલું જ નહીં, અબ્દુએ રેસ્ટોરન્ટ ખોલ્યા બાદ લોકોને આમંત્રિત પણ કર્યા છે.
અબ્દુ વીડિયોમાં આગળ કહે છે કે, 'હું ટૂંક સમયમાં ભારતમાં મારું રેસ્ટોરન્ટ ખોલવા જઈ રહ્યો છું. હું 6 માર્ચે ભારત પાછો આવીશ અને મુંબઈમાં મારું રેસ્ટોરન્ટ ખોલીશ. તેમણે ભારતમાં પોતાની પ્રથમ રેસ્ટોરન્ટ ખોલવાની જાહેરાત કરી છે.
તમને જણાવી દઈએ કે, અબ્દુ રોજિકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેના ફેન્સ આ વીડિયોને પસંદ કરી રહ્યા છે અને સતત કોમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, બિગ બોસ 16 માં અબ્દુ રોજિક અને સાજિદ ખાનની મિત્રતા ખૂબ જ સફળ રહી હતી. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, અબ્દુ રોજિકે બિગ બોસ 16માં ભાગ લેવા માટે મોટી ફી લીધી હતી.
અબ્દુલ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પણ છે
જો, અબ્દુના અંગત જીવન વિશે વાત કરીએ તો, અબ્દુ રોજિક એક ગાયક હોવાની સાથે સાથે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પણ છે. તેણે હાલમાં જ તેનું એક ગીત રિલીઝ કર્યું છે. થોડા સમય પહેલા તેનો એક જૂનો વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તે રોડ પર ગાતો જોવા મળ્યો હતો. બિગ બોસના ઘરમાં પણ તેની સફરની પ્રશંસા થઈ હતી. લોકો તેને ઘરનો સૌથી સુંદર સભ્ય કહેતા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર