Bhabiji Ghar Par Hai: 'વિભૂતિ જી' એ કહ્યું- શો એક જુગાર હતો, માત્ર 6 મહિના માટે હતો શો અને હવે...

ભાભીજી ઘર પર હૈ

Bhabiji Ghar Par Hai: આ શો કોમેડીનો એક નવો પ્રકાર છે જે ભારતીય ટેલિવિઝન ઉદ્યોગમાં અજમાવવો જોખમી હતો. 'ભાભીજી ઘર પર હૈ' એક જોરદાર કોમેડી નથી અને તે ખુબ સૂક્ષ્મ કોમેડી છે. વળી, તે મોટેભાગે કેટલીક 'નોર્ટી' રમૂજી આપતો શો છે. જે પુખ્ત વયના પ્રેક્ષકોને ગમે તેવી હોય છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીની દુનિયામાં કોમેડી શોની વાત આવે ત્યારે સારાભાઈ વિ સારાભાઈ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)  જેવા શોએ એક મિશાલ કાયમ કરી છે. ત્યારે આ લિસ્ટમાં ભાભીજી ઘર પર હૈ (Bhabiji Ghar Par Hai) પણ આવી જાય છે. તેણે ટીવી શોની દુનીયામાં અલગ પ્રકારની કોમેડી માટે જગ્યા બનાવી છે. શોમાં વિભૂતિ નારાયણ મિશ્રાનું પાત્ર અદા કરતાં આસિફ શેખે (Aasif Sheikh) તાજેતરમાં શેર કર્યું હતું કે કેવી રીતે આ શોની શરૂઆતની પ્લાનિંગ શું હતી. અને કેવી રીતે આ જુગાર એક ફાયદામાં બદલાઇ ગયો.

  આ પણ વાંચો- Sherlyn Chopra: રાજ કુન્દ્રાની એપ પર આવેલાં મારા વીડિયો જોઇ શિલ્પાએ મારા વખાણ કર્યા હતાં

  આસિફ શેખ 'ભાભીજી ઘર પર હૈ'માં વિભૂતિ નારાયણ મિશ્રાની ભૂમિકા ભજવે છે. અભિનેતા ઘણા કોમેડી શોમાં નજર આવી ચુક્યા છે. તેમની હાજરી જ શોમાં નવી તાજગી લાવી દે છે. ભાભીજી માટે પણ આવું જ છે. તે કોમેડીનો એક નવો પ્રકાર છે જે ભારતીય ટેલિવિઝન ઉદ્યોગમાં અજમાવવો જોખમી હતો. 'ભાભીજી ઘર પર હૈ' એક જોરદાર કોમેડી નથી અને તે ખુબ સૂક્ષ્મ કોમેડી છે. વળી, તે મોટેભાગે કેટલીક 'નોર્ટી' રમૂજી આપતો શો છે. જે પુખ્ત વયના પ્રેક્ષકોને ગમે તેવી હોય છે.

  આ પણ વાંચો-Taarak Mehta:એક નજરે ઓળખી નહીં શકો જેઠાલાલ, પોપટલાલ અને ભીડેને, જુઓ આ Unseen Photos

  શોના શરૂઆતના દિવસો અંગે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતાં આસિફ શેખે કહ્યું, 'જ્યારે ભાભીજીને લોન્ચ કરવામાં આવ્યા ત્યારે ચેનલ પર અન્ય ઘણા મોટા શો ઓન-એર હતા. ત્યાં બેગુસરાય હતો, ત્યાં શાહરૂખ ખાનનો શો હતો અને બીજો મોટો ઐતિહાસિક શો પણ હતાં ભાબીજી એક પ્રયોગ તરીકે શરૂ કરવામાં આવ્યો હતો. નિર્માતાઓએ વિચાર્યું કે 'ચાલો જોઈએ કે આ શો છ મહિના ચાલે છે કે નહીં' પરંતુ માત્ર એક મહિનામાં તે બધી અપેક્ષાઓથી આગળ નીકળી ગયો. ચેનલ હવે આ શો દ્વારા ઓળખાતી થઇ ગઇ છે'

  આ પણ વાંચો- TARAK MEHTA: બાઘાએ રૂ. 61 હજારની હુડી પહેરી તો સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઇ ગઇ

  ભાબીજી ઘર પર હૈ લગભગ 6 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે, જે સાબિત કરે છે કે જુગારની ચૂકવણી થઈ છે. આ શોમાં હાલમાં આસિફ ઉપરાંત રોહિતશ્વ ગૌર, નેહા પેંડસે અને શુભંગી અત્રે મુખ્ય ભૂમિકામાં છે. આ શોનું નિર્દેશન શશાંક બાલી કરે છે.

  આ પણ વાંચો- આવી રીતે થઇ હતી SARA અને SUSHANTનાં Sweetheart ગીતની તૈયારી, જુઓ VIDEO

  હાલમાં શોની બંને લિડ એક્ટર બદલાઇ ગઇ છે. શો જ્યારે શરૂ થયો ત્યારે શોમાં ભાબીજી તરીકે શિલ્પા શિંદે અને સૌમ્યા ટંડન હતી. શિલ્પા શિંદે સાથેનાં વિવાદ બાદ આ શોમાંથી તેની છુટ્ટી થઇ અને તેની જગ્યા શુભાંગી અત્રેએ લીધી હતી. અને થોડા મહના પહેલાં આ શોમાંથી સૌમ્યા ટંડને પણ વિદાય લીધી હતી અને તેની જગ્યા 'મે આઇ કમઇન મેડમ'ની લિડ એક્ટર્સે નેહા પેંડસેએ લીધી
  Published by:Margi Pandya
  First published: