Home /News /entertainment /

Bhabi Ji..: 'વિભૂતિ જી'એ શિલ્પા શિંદેનાં શો છોડવાં પર કહીં મોટી વાત, બોલ્યો- કોઇ એકનાં...

Bhabi Ji..: 'વિભૂતિ જી'એ શિલ્પા શિંદેનાં શો છોડવાં પર કહીં મોટી વાત, બોલ્યો- કોઇ એકનાં...

શિલ્પાનાં શો છોડવા પર આસિફ શેખનું મોટું નિવેદન

આસિફ શેખ (Aasif Sheikh) અનુસાર, આજ સુધી આશરે 125 ફિલ્મોમાં તેણે કામ કર્યું છે. પણ તેને સાચેમાં ઘર ઘરમાં ઓળખ સ્મોલ સ્ક્રિન પર કામ કરવાંથી મળી છે.

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોમેડી શો 'ભાભીજી ઘર પર હૈ' (Bhabiji Ghar Par Hain)નાં વિભૂતિ નારાયણ મિશ્રા એટલે કે આસિફ શેખ (Aasif Sheikh)એ હાલમાં જ તેનાં શો સાથે જોડાયેલી એક વાત ફેન્સ સાથે શેર કરી છે. આસિફ આ શો સાથે છેલ્લા છ વર્ષથી જોડાયેલો છે. અને ફેન્સને હસાંવવામાં કોઇ કસર છોડતી નથી. આસિફ અનુસાર, આજ સુધી આશરે 125 ફિલ્મોમાં તેમને કામ કર્યું છે. પણ તેમને ઘર ઘરમાં ઓળખ સ્મોલ સ્ક્રિન પર કામ કરવાંથી જ મળી છે.

    ETimes સાથે વાત કરવાં દરમિયાન આસિફ (Aasif Sheikh)એ 'અંગૂરી ભાભી'નો રોલ અદા કરનારી શિલ્પા શિંદે (Shilpa Shinde) અંગે વાત કરી છે. તેણે જણાવ્યું કે, આ શો કોઇ એક વ્યક્તિથી નથી ચાલતો. જ્યારે તેને શો છોડ્યો હતો અમને માલૂમ હતું કે, અમારી TRP ઘટશે. કારણ કે તેની એક મોટી ફેન ફોલોઇંગ હતી. તે ખુબજ સારુ કામ કરતી હતી. પણ અમે હાર નહોતી માની. અને ખુબજ મેહનત કરી હતી. શોને ફરી પાટે લાવવાં અમે દિવસ રાત કામ કર્યું. જ્યારે શુભાંગી અત્ર આવી તો તેણે અંગૂરી ભાભીનાં રોલને ખુબજ સારી રીતે પકડી લીધું.




    તેની ફેવરેઇટ કો સ્ટાર સૌમ્યા ટંડન (Saumya Tandon) અંગે વાત કરતાં આસિફે કહ્યું કે, 'મને સૌમ્યા ટંડન સાથે કામ કરવાંની ખુબજ મજા આવી. કારણ કે જ્યારે શો શરૂ થયો તો અંગૂરી તેની જાતે જ હિટ થઇ ગઇ હતી. પણ સૌમ્યાનું પાત્ર સૌથી કઠિન હતી. કારણ કે, તે એક સામાન્ય કિરદાર અદા કરી રહી હતી. તે એક બુદ્ધિમાન, સુંદર અને ખુબજ સારી કલાકાર છે. મને તેમની સાથે કામ કરવાંમાં સૌથી વધુ મજા આવી. શોમાં અમારા બંનેનું પાત્ર એક સાથે આગળ વધ્યું છે.'
    Published by:Margi Pandya
    First published:

    Tags: Aasif Sheikh, Bhabhi ji ghar par hai, Entertainment news, News in Gujarati, Saumya tandon, Shilpa Shinde, Shubhangi Atre, ગુજરાતી ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन