Home /News /entertainment /'આશ્રમ'ની બબીતાએ બિકીની પહેરીને પાણીમાં લગાવી આગ, કિલર લુક પર આવી જશે દિલ

'આશ્રમ'ની બબીતાએ બિકીની પહેરીને પાણીમાં લગાવી આગ, કિલર લુક પર આવી જશે દિલ

Photo : @tridhac Instagram

Tridha Choudhury Underwater Viral Video: ફિલ્મ ડાયરેક્ટર પ્રકાશ ઝા (Prakash Jha)ની પોપ્યુલર વેબ સીરીઝ 'આશ્રમ'થી જબરદસ્ત ઓળખ બનાવનારી એક્ટ્રેસ ત્રિધા ચૌધરીના (Tridha Choudhury) હાથે વધુ એક પ્રોજેક્ટ લાગ્યો છે. તે જલ્દી જ એક મ્યુઝિક વીડિયો આલ્બમ 'ધુંઆ ધુંઆ'માં ધમાલ મચાવતી જોવા મળશે. આ વચ્ચે તેનો એક અન્ડર વોટર વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે.

વધુ જુઓ ...
વેબ સીરિઝ 'આશ્રમ'માં (Aashram) પોતાના બોલ્ડ લુક અને એક્ટિંગ માટે ચર્ચામાં આવનારી ત્રિધા ચૌધરીનો એક વીડિયો આ દિવસોમાં ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં તે સ્વિમિંગ કરતી જોવા મળી રહી છે. એક્ટ્રેસે હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક અંડરવોટર વીડિયો શેર કર્યો છે, જેના પર તેના ફેન્સ ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે.

ત્રિધા ચૌધરીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ લેટેસ્ટ વીડિયોમાં તે ખૂબ જ સિઝલિંગ લુકમાં જોવા મળી રહી છે. આ વીડિયોમાં ત્રિધા પૂલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે.








View this post on Instagram






A post shared by Tridha Choudhury (@tridhac)






આ પણ વાંચો :  લગ્ન પહેલા જ પ્રેગનેન્ટ થઇ ગઇ હતી બોલીવુડની આ હસીનાઓ! ગુપચુપ રહ્યું અફેર, શોકિંગ છે આ નામ

ત્રિધાએ પૂલમાં સ્વિમિંગ કરતી વખતે તેનો વીડિયો બનાવ્યો છે અને તે દરમિયાન તે બ્લૂ બિકીનીમાં તેના સિઝલિંગ લુકને ફ્લોન્ટ કરી રહી છે. વીડિયોમાં ત્રિધા પાણીની અંદર જાય છે અને થોડા સમય માટે પાણીની અંદર રહીને જ બહાર આવે છે. આ જોઈને સ્વાભાવિક છે કે તેને સ્વિમિંગ બહુ ગમે છે.

આ વીડિયોને શેર કરતી વખતે ત્રિધાએ કેપ્શનમાં પોતાની લાગણીઓની પાણી સાથે સરખામણી કરતા લખ્યું - 'તે લાગણીઓના ઊંડાણમાં જવા જેવું છે'. ત્રિધાના આ લુકને જોઈને ફેન્સ પાગલ થઈ રહ્યા છે. આ વીડિયો પર કોમેન્ટ કરતાં લોકોએ કહ્યું છે કે એક્ટ્રેસે પાણીમાં આગ લગાવી દીધી છે. ફેન્સની સાથે-સાથે અનેક સેલિબ્રિટીઓ પણ ત્રિધાના આ વીડિયો પર કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં ફરી એકવાર એક્ટ્રેસનો બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે. બીજી તરફ, તે ટૂંક સમયમાં એક બિગ બજેટ મ્યુઝિક વિડિયો 'ધુઆં ધુઆં' (Dhuan Dhuan)માં જોવા મળશે. વિનોદ પાલીવાલ, અનવર શેખ અને સહ-નિર્માતા વૃંદા ભંડારી 'ધુઆં-ધુઆં' સોન્ગના નિર્માતા છે. આ ધમાકેદાર મ્યુઝિક વીડિયોનું શૂટિંગ 14 ફેબ્રુઆરીથી મુંબઈમાં શરૂ થશે.



આ પણ વાંચો :  યુટ્યુબર અરમાન મલિક ત્રીજી પત્ની લઈ આવ્યો! બન્ને પ્રેગનેન્ટ પત્નીઓ ભડકી, સૌતનના કરી નાંખ્યા આવા હાલ

'આશ્રમ' દ્વારા પોતાના અભિનયથી લોકોને દિવાના બનાવનાર ત્રિધા ચૌધરીએ ઘણી ચર્ચામાં રહી હતી. હવે ત્રિધા ચૌધરી તેના નવા અવતારમાં 'ધુઆં-ધુઆં' દ્વારા ફરી એકવાર લોકોના દિલ જીતવા જઈ રહી છે.
First published:

Tags: Aashram, Bold Photoshoot, Bollywood Latest News, Tridha Choudhury

विज्ञापन