ત્રિધા ચૌધરીએ આ નવો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, તે તેના બેડરૂમનો છે. આ પ્રાઈવેટ ફોટોમાં એક્ટ્રેસ પોતાના બેડ પર બેઠી છે. તેને જોઈને એવું લાગી રહ્યું છે કે તેણે ટૂ પીસ બિકિની પહેરી છે.
Tridha Choudhury Bold Photo in Bedroom: ધીમે ધીમે હવે OTTની દુનિયાનો પણ વ્યાપ વધી રહ્યો છે. હવે OTT શો ફિલ્મોને પણ ટક્કર આપે તેવા બની રહ્યા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ટોચના કલાકારો OTT વેબ સિરીઝમાં કામ કરી રહ્યા છે. થોડા વર્ષોમાં જ OTT પર આવેલી વેબ સીરીઝોએ લોકોના મનમાં આગવું સ્થાન બનાવ્યું છે. આશ્રમ વેબ સિરીઝ તેનું ઉત્તમ ઉદાહરણ છે.
થોડા સમય પહેલા આવેલી આશ્રમ 3 (Aashram 3) સિરીઝમાં બોબી દેઓલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સિરીઝ પ્રકાશ ઝાની હતી. આ વેબ સિરીઝમાં ત્રિધા ચૌધરીએ બબીતા (Tridha Choudhury Aashram 3)નું પાત્ર ભજવ્યું હતું. આ પાત્ર થોડા સમયમાં જ લોકપ્રિય બની ગયું હતું. તેનું પાત્ર ખૂબ જ બોલ્ડ બતાવવામાં આવ્યું હતું. અલબત, ત્રિધા રિયલ લાઇફમાં પણ ખૂબ જ બોલ્ડ હોવાનું તેના ફોટોઝ પરથી કહી શકાય.
'આશ્રમ 3'ની બબીતાએ 'બાબા નિરાલા' સાથે શોમાં ઘણા બોલ્ડ અને ઈન્ટીમેટ સીન કર્યા છે. તે રિયલ લાઇફમાં પણ ખૂબ જ હોટ છે. ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ ત્રિધા ચૌધરી ક્યારેક શોર્ટ ડ્રેસમાં તો ક્યારેક બિકીનીમાં પોતાના ફોટો શેર કરતી રહે છે. થોડા સમય પહેલા તેણે નવો ફોટો શેર કર્યો હતો. જે તેના બેડરૂમનો છે. આ ફોટો ચાહકોને ખૂબ જ ગમી રહ્યો છે.
ત્રિધા ચૌધરીએ આ નવો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, તે તેના બેડરૂમનો છે. આ પ્રાઈવેટ ફોટોમાં એક્ટ્રેસ પોતાના બેડ પર બેઠી છે. તેને જોઈને એવું લાગી રહ્યું છે કે તેણે ટૂ પીસ બિકિની પહેરી છે.
આ ફોટોમાં ત્રિધા પોતાની બોડીને કુશનની પાછળ છુપાવી રહી છે, તે કેમેરા સાથે નજર નથી મિલાવતી. આ ફોટો સાથે ત્રિધાએ કેપ્શનમાં લખ્યું છે કે તે તે પિલો ફાઇટમાં ખૂબ જ સારી છે.
તેનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ ગયો છે. ચાહકોએ તેને અનેક લાઈક આપી છે. તેમજ કોમેન્ટ સેક્શનમાં પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર