Aashram Season 2: પ્રકાશ ઝાની 'આશ્રમ' ફરી વિવાદોમાં, કરણી સેનાએ વેબસીરિઝ પર રોક લગાવવાની માંગ

પ્રકાશ ઝાની 'આશ્રમ' ફરી વિવાદોમાં

બોબી દેઓલ (Bobby Deol) સ્ટાર આશ્રમ 2 (Aashram 2) વિવાદોમાં ઘેરાતી જઇ રહી છે. વેબસીરીઝ આશ્રમ અંગે કરણી સેના (Karni Sena)એ આપત્તિ જતાવી છે. અને પ્રકાશ ઝાનાં નામે લિગલ નોટિસ જાહેર કરી છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોબી દેઓલ (Bobby Deol) સ્ટાર વેબસીરીઝ આશ્રમ (Aashram)ની પહેલી સિઝન ઘણી જ સક્સેસફૂલ રહી હતી. વેબસીરીઝમાં બોબી દેઓલની એક્ટિંગ ખુબ પસંદ કરવામાં આવી હતી. હાલમાં જ મેકર્સે આશ્રમ 2 (Aashram 2 Trailer) ટ્રેલર જાહેર કર્યું છે. જે સોશિયલ મીડિયા (Social Media) પર ધૂમ મચાવી રહ્યું છે. પણ આ વચ્ચે આશ્રમ 2 વિવાદોમાં ઘેરાતી જઇ રહી છે. વેબસીરીઝ આશ્રમ અંગે કરણી સેના (Karni Sena)એ આપત્તિ જતાવી છે. અને પ્રકાશ ઝાનાં નામે લિગલ નોટિસ મોકલી છે.

    કરણી સેનાનાંએ વેબસીરીઝનું ટ્રેલર અને સંપૂર્ણ વેબસીરીઝ પર રોક લગાવવાની માંગ કરી છે. કરણી સેનાએ આશ્રમ પર હિન્દૂ ધર્મની ભાવનાઓને આહત કરવાનો આરોપ લગાવ્ય છે. 'આશ્રમ ચેપ્ટર 2- ધ ડાર્ક સાઇડ' દિવાળી પહેલાં 11 નવેમ્બરનાં રિલીઝ થવાની છે. અને આ પહેલાં જ તે વિવાદોમાં ઘેરાઇ ગઇ છે. આ પહેલાં વેબસીરીઝનું ટ્રેલર બવાલ મચાવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પણ પ્રકાશ ઝાને અરેસ્ટ કરવાની માંગ ઉઠી ચૂકી છે.



    વેબસીરીઝની રિલીઝ પર રોક લગાવવા માટે કરણી સેના પ્રદર્શન માટે તૈયારીમાં લાગી ગઇ છે. આશ્રમ-2 પર રોક લગાવવાની માંગ મહારાષ્ટ્રની કરણી સેના દ્વારા કરવામાં આવી છે. કરણી સેના મુજબ, વેબસીરીઝ કે ટ્રેલરને મોટા પાયે હિન્દુ ભાવનાઓને આહત કરવાનો આરોપ છે.

    આ પણ વાંચો- Drugs કેસ બાદ મીડિયાથી દૂર રહેતી જોવા મળી દીપિકા, લોકોએ પુછ્યું- ક્યાં ગઇ તે સ્માઇલ

    આવનારી પેઢીઓની સામે હિન્દુ ધર્મની નેગેટીવ ઇમેજ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ટ્રેલરમાં જે કિરદાર છે તે કોઇ વ્યક્તિ વિશેષ નથી પણ હિન્દુ સંસ્કૃતિ, પરંપરાઓ, રિવાજને ખોટી રીતે રજુ કરવાોન આરોપ છે.
    Published by:Margi Pandya
    First published: