Home /News /entertainment /ફરી વિવાદોમાં આવ્યો 'ઇન્ડિયન આઇડલ 13' શૉ, 'આશિકી' ફેમ અનુ અગ્રવાલે લગાવ્યા આવા ગંભીર આરોપ

ફરી વિવાદોમાં આવ્યો 'ઇન્ડિયન આઇડલ 13' શૉ, 'આશિકી' ફેમ અનુ અગ્રવાલે લગાવ્યા આવા ગંભીર આરોપ

Photo credit : Instagram : @ anusualanu

સિંગિંગ રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડલ 13' ફરી એકવાર ચર્ચામાં છે. આનું કારણ છે 'આશિકી' ફિલ્મની એક્ટ્રેસ અનુ અગ્રવાલ, જેણે મેકર્સ પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ આરોપોને કારણે આ શોનું નામ ફરીથી વિવાદોમાં સપડાયું છે. જાણો શું છે સમગ્ર મામલો.

વધુ જુઓ ...
સિંગિંગ રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ 13' ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. શોમાં ગેસ્ટ તરીકે આવેલી 'આશિકી' ફેમ અનુ અગ્રવાલે મેકર્સ પર ગંભીર આરોપ લગાવ્યા છે. નેવુંના દાયકામાં દરેકના દિલો પર રાજ કરનારી એક્ટ્રેસે દાવો કર્યો છે કે તે જે એપિસોડમાં આવી હતી તેના પર કાતર ફેરવી દેવામાં આવી હતી. આ કારણે અનુ રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ 13'ના મેકર્સથી ઘણી નારાજ છે.

ગયા સપ્તાહના અંતે, શોમાં 'આશિકી સ્પેશિયલ એપિસોડ' હતો, જેમાં ફિલ્મની સમગ્ર સ્ટાર કાસ્ટ રાહુલ રોય, દીપક તિજોરી, કુમાર સાનુ હાજર હતી. અનુ પણ ત્યાં હતી, પરંતુ તેને શોમાં ઓછી સ્ક્રીન સ્પેસ મળી. આ કારણથી તેણે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : PHOTOS: તારક મહેતા...ની 'સોનૂ ભીડે'એ ફરી ટેમ્પરેચર કર્યુ હાઇ, બિકીની પહેરીને આપ્યા કાતિલ પોઝ








View this post on Instagram






A post shared by Anu Aggarwal (@anusualanu)






અનુ અગ્રવાલે એક મીડિયા પોર્ટલ સાથે વાત કરતા કહ્યું કે, ઇન્ડિયન આઇડલ 13ના મેકર્સે તેના સીન પર કાતર ફેરવી નાંખી છે. કારણ કે તે શૉમાં રાહુલ રૉય અને દીપક તિજોરીની પાસે જ બેઠી હતી, છતાં તે શૉમાંથી ગાયબ જોવા મળી. તેને આ વાતે અપસેટ કરી દીધી છે. જો કે તેણે તેમ પણ કહ્યું કે તે આ વાતનો મુદ્દો નહીં બનાવે.

મેકર્સે કાપી નાંખ્યા અનુના સીન્સ


અનુ અગ્રવાલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, મે શૉમાં ઘણી મોટિવેશનલ વાતો કહી, પરંતુ આ મેસેજ લોકો સુધી પહોંચ્યો જ નહી. આ કારણે હું દુખી છુ. એક્ટ્રેસે તેમ પણ કહ્યું કે શૉ સાથે સંકળાયેલા તમામ લોકોને તે દિલથી પ્રેમ કરે છે. તેણે જણાવ્યું કે, જ્યારે તે સ્ટેજ પર આવી તો તમામે ઉભા થઇને તાળી વગાડી, પરંતુ આ શૉમાં બતાવવામાં ન આવ્યુ. જણાવી દઇએ કે અનુ હવે ફિલ્મી દુનિયાને અલવિદા કહી ચુકી છે.

આ પણ વાંચો :  Drishyam 2 Review : 'પૈસા વસૂલ' છે અજય દેવગણની ફિલ્મ! જોતા પહેલા વાંચી લો રિવ્યૂ

ઈન્ડિયન આઈડલ શોની આ સીઝનમાં નેહા કક્કર, હિમેશ રેશમિયા અને વિશાલ દદલાની જજ છે. આ શો વિવાદમાં આવ્યો જ્યારે અરુણાચલ પ્રદેશના રહેવાસી કન્ટેસ્ટન્ટ રીતો રીબાની પસંદગી કરવામાં આવી ન હતી. રિતોનો અવાજ એટલો સારો હતો કે તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા અને શોને બૉયકોટ કરવાની વાતો પણ થઈ. શોના મેકર્સથી લઈને જજ સુધી પણ આંગળીઓ ઉઠી હતી.



રીતો રીબાએ પોતાનું ગીત રિલીઝ કર્યું

રિતો રીબાને ભલે રિયાલિટી શોમાં સ્થાન ન મળ્યું હોય, પરંતુ તેણે લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. આ જ કારણ છે કે તેણે પોતાનું સોન્ગ રીલિઝ કર્યું અને લોકોએ તેને ખૂબ પસંદ કર્યું. આ એ જ સોન્ગ હતું જે તેણે 'ઈન્ડિયન આઈડલ 13'ના ઓડિશન રાઉન્ડમાં ગાયું હતું.
First published:

Tags: Bollywood Latest News, Indian Idol, Neha kakkar, Reality Show