Home /News /entertainment /Aarya 2 Review: 'આર્ય 2'માં શેરની તરીકે દસ્તક આપી સુષ્મિતા સેને, હવે ફેન્સ સીઝન 3ની રાહ જોઈ રહ્યા

Aarya 2 Review: 'આર્ય 2'માં શેરની તરીકે દસ્તક આપી સુષ્મિતા સેને, હવે ફેન્સ સીઝન 3ની રાહ જોઈ રહ્યા

સુષ્મિતા સેન સ્ટારર 'આર્યા 2' રિલીઝ થતાની સાથે જ સર્વત્ર છવાઈ ગઈ

સુષ્મિતા સેન (Sushmita Sen)ની ક્રાઈમ થ્રિલર વેબ સિરીઝ 'આર્યા' (Aarya 2 Movie)’ ની પ્રથમ સીઝન જૂન 2020માં OTT પ્લેટફોર્મ ડિઝની + હોટ સ્ટાર (disney plus hotstar) પર રિલીઝ થઈ હતી. હવે તેની બીજી સીઝન પણ રિલીઝ થઈ ગઈ છે. સુષ્મિતા સેન સ્ટારર 'આર્યા 2' રિલીઝ થતાની સાથે જ સર્વત્ર છવાઈ ગઈ છે.

વધુ જુઓ ...
Aarya 2 Review: સુષ્મિતા સેન (Sushmita Sen)ની ક્રાઈમ થ્રિલર વેબ સિરીઝ 'આર્યા' (Aarya 2 Movie)’ ની પ્રથમ સીઝન જૂન 2020માં OTT પ્લેટફોર્મ ડિઝની + હોટ સ્ટાર (disney plus hotstar) પર રિલીઝ થઈ હતી. જેમાં સુષ્મિતા સેન એકદમ નવા અને અલગ અંદાજમાં જોવા મળી હતી. સુષ્મિતા સેનની આ વેબ સિરીઝને દર્શકોમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી અને હવે તેની બીજી સીઝન પણ રિલીઝ થઈ ગઈ છે. સુષ્મિતા સેન સ્ટારર 'આર્યા 2' રિલીઝ થતાની સાથે જ સર્વત્ર છવાઈ ગઈ છે. તેને દર્શકો તરફથી ઘણી પ્રશંસા મળી રહી છે. ખાસ કરીને સુષ્મિતા સેન ફરી એકવાર પોતાની એક્ટિંગથી દર્શકોના દિલ જીતવામાં સફળ રહી છે. ટ્વીટર પર #AaryaSeason2 ટેગ દ્વારા યુઝર્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આર્ય સીઝન 2 ના કલાકારો-

સુષ્મિતા સેન, સિકંદર ખેર, અંકુર ભાટિયા, વિકાસ કુમાર, આકાશ ખુરાના, જયંત ક્રિપલાની અને અન્ય

કહાની

એવું કહેવાય છે કે, માતા વિશ્વની સૌથી શક્તિશાળી મહિલા હોય છે, જે તેના બાળકો પર આવતી દરેક મુશ્કેલી અને સંકટ સામે લડવાની તાકાત ધરાવે છે. માતાના બિનશરતી પ્રેમ અને બલિદાનની વાર્તાઓ સિલ્વર સ્ક્રીન પર ઘણી વખત બતાવવામાં આવી છે અને હવે કંઈક આવું જ ડિઝની પ્લસ હોટસ્ટારની વેબ સિરીઝ 'આર્યા 2'માં જોવા મળી રહ્યું છે. સુષ્મિતા સેને આર્યાની પહેલી સીઝન પહેલા પણ દર્શકોના દિલ જીતી લીધા હતા અને હવે ફરી એકવાર તે ખૂબ જ જોરદાર અંદાજમાં જોવા મળી રહી છે.

આર્ય સીઝન 1 માં, આર્યા પારિવારિક ગુનાને કારણે તેના પતિને ગુમાવે છે અને પછી તેના બાળકો સાથે દેશ છોડવો પડે છે. આર્યા 2ની વાર્તા અહીંથી શરૂ થાય છે. આર્યા વિટનેસ પ્રોટેક્શન હેઠળ એક દેશથી બીજા દેશમાં દોડી રહી છે, પરંતુ ક્યાંય કોઈ રક્ષણ ન હોવાને કારણે તે તેના પિતા વિરુદ્ધ જુબાની આપવા ભારત આવે છે.

પરંતુ, પાછળથી તેણીએ પોતાનો વિચાર બદલી નાખ્યો અને પિતા સામે જુબાની આપતી નથી. આ પછી આખો સીન ઊંધો પડી જાય છે. આર્યા તેના ભાઈને પણ ગુમાવે છે અને તે આ માટે દોષિત છે. આ પછી તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, આર્યા સમગ્ર કમાન્ડ પોતાના હાથમાં લેવાનું નક્કી કરે છે અને અહીંથી આર્ય 2ની વાર્તાને નવો વળાંકો લઈ આગળ જાય છે. જે રીતે ક્રાઈમ થ્રિલરના સ્તરો એક પછી એક ખુલે છે, દર્શકોની ઉત્સુકતા પણ વધે છે.

આ પણ વાંચોRRR, Radheshyam, KGF2 જ નહીં, આ મોટા બજેટની ફિલ્મો પણ ઘણી ભાષાઓમાં રિલીઝ થશે, પ્રભાસ કરશે ધડાકો

અભિનય

સુષ્મિતા સેન આર્ય 2 માં તેના ઝીણવટભર્યા અભિનયથી દર્શકોના દિલ જીતવામાં સફળ રહી છે. સુષ્મિતાએ આર્યાનું પાત્ર સંપૂર્ણ સમર્પણ સાથે ભજવ્યું છે અને તે આ વેબ સિરીઝમાં સારી રીતે જોવા મળે છે. ચારેબાજુથી દુશ્મનોથી ઘેરાયેલી એકલી સ્ત્રી, જે તેના બાળકોને બચાવવા અને સુરક્ષિત રાખવા માટે તમામ પ્રયાસો કરે છે. ન તો તે તેના પરિવાર સામે લડવાથી ડરતી કે ન તો દુશ્મનો સામે લડવાથી. આર્યા 2 જોયા બાદ હવે દર્શકો તેની ત્રીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો, વેબ સિરીઝમાં અન્ય કલાકારો પણ શાનદાર દેખાઈ રહ્યા છે. પછી તે સિકંદર ખેર હોય કે અંકુર ભાટિયા.
First published:

Tags: Bollywood Latest News, Film Review, Movie Review, News18 Review, Sushmita Sen, Susmita sen