મુંબઇ: બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) અને અભિનેતા અભિષેક બચ્ચનની (Abhishek Bachchan) દીકરી આરાધ્યાને (Aaradhya Bachchan) તમે સ્કૂલ ફંક્શનમાં ડાન્સ કરતા જોઇ હશે. હાલ સોશિયલ મીડિયામાં (social media) એક ડાન્સનો વીડિયો ઘણો જ વાયરલ (viral video) થઇ રહ્યો છે. જેમાં આરાધ્યા મમ્મી ઐશ્વર્યા અને પાપા અભિષેક સાથે ડાન્સ કરતી જોવા મળે છે. આરાધ્યાને ડાન્સ કરતી જોઇને ઐશ્વર્યા એટલી ખુશ થઇ ગઇ કે, ડાન્સ બાદ પોતાની દીકરીને ભેટી પડી.
ઐશ્વર્યા, અભિષેક અને આરાધ્યાના ડાન્સનો આ વીડિયો તેમના સંબંધીના લગ્ન સમારંભનો માનવામાં આવે છે. આ ફંક્શનની તસવીરો પણ સોશિયલ મીડિયામાં છવાયેલી છે. આ ફંક્શનમાં ઐશ્વર્યા, અભિષેક અને તેની દીકરી આરાધ્યાએ ડાન્સ કર્યો હતો જેનો વીડિયો વાયુવેગે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ઐશ્વર્યા અને આરાધ્યા, અભિષેક સાથે સ્ટેજ પર દેસી ગર્લ ગીત પર ડાન્સ કરતા નજર આવી રહ્યા છે.
અમદાવાદ: શૌચાલય ગયા બાદ માત્ર બે રૂપિયા માંગનાર યુવકને આપી ધમકી અને માર્યો ઢોર માર
આ વાયરલ વીડિયોમાં ઐશ્વર્યા, આરાધ્યા અને અભિષેક સ્ટેજ પર બાકી લોકો સાથે ડાન્સ કરી રહ્યા છે. જ્યારે ફિલ્મ દોસ્તાનાનું સોંગ દેસી ગર્લ વાગે છે ત્યારે ઐશ્વર્યા અને આરાધ્યા ડાન્સ કરવા લાગે છે. દરમિયાન અભિષેક પણ દીકરી અને પત્નીનો સાથે આપે છે. આરાધ્યાનો ડાન્સ જ્યારે પૂર્ણ થાય છે ઐશ્વર્યા તેને ખુશ થઇ ભેટી પડે છે.
ત્યાં જ અભિષેક પણ પોતાની દીકરીના આ શાનદાર ડાન્સને જોઇ દંગ રહી જાય છે. આ વીડિયોમાં આરાધ્યા રેડ આઉટફીટમાં ખુબ જ સુંદર લાગી રહી છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયો ઘણો જ વાયરલ થયો છે. ફંક્શનમાં ઐશ્વર્યા એથનીક લૂકમાં દેખાય છે. ઐશ્વર્યા આ એકદમ દેશી લૂક અને ડાયમન્ડ જ્વેલરીમાં ઘણી જ સુંદર લાગી રહી છે.
Published by:Kaushal Pancholi
First published:February 24, 2021, 10:23 am