Home /News /entertainment /Ponniyin Selvan: મણિરત્નમની ફિલ્મ સાથે આરાધ્યા બચ્ચનનું ખાસ કનેકશન, ઐશ્વર્યા રાયે કર્યા અનેક ખુલાસા

Ponniyin Selvan: મણિરત્નમની ફિલ્મ સાથે આરાધ્યા બચ્ચનનું ખાસ કનેકશન, ઐશ્વર્યા રાયે કર્યા અનેક ખુલાસા

12 વર્ષ બાદ ફરી એકવાર ઐશ્વર્યા રાય ફિલ્મ કરી રહી છે.

Ponniyin Selvan Part 1: મણિરત્નમની ફિલ્મ 'પોન્નિયન સેલ્વન' ઐશ્વર્યા રાય બચ્ચન માટે ઘણી રીતે ખાસ છે. ઐશ્વર્યા રાય 12 વર્ષ બાદ ફરી એકવાર મણિરત્નમ સાથે કામ કરી રહી છે. આરાધ્યા બચ્ચનને પણ ફિલ્મ સાથે ખાસ લગાવ છે. મણિરત્નમની ફિલ્મ 'પોન્નિયન સેલ્વન પાર્ટ 1' આ દિવસોમાં ચર્ચામાં છે. સાઉથના ઘણા મોટા કલાકારો આ ફિલ્મમાં કામ કરી રહ્યા છે.

વધુ જુઓ ...
Ponniyin Selvan Part 1: મણિરત્નમની ફિલ્મ 'પોન્નિયન સેલ્વન' ઐશ્વર્યા રાય બચ્ચન માટે ઘણી રીતે ખાસ છે. ઐશ્વર્યા રાય 12 વર્ષ બાદ ફરી એકવાર મણિરત્નમ સાથે કામ કરી રહી છે. આરાધ્યા બચ્ચનને પણ ફિલ્મ સાથે ખાસ લગાવ છે.

હાઇલાઇટ્સ

  • આરાધ્યા બચ્ચન મણિરત્નમની ફિલ્મ 'પોન્નિયન સેલ્વન' સાથે પણ જોડાયેલી છે.

  • ઐશ્વર્યા રાય બચ્ચને પ્રમોશન દરમિયાન એક ખાસ કિસ્સો સંભળાવ્યો હતો.


મણિરત્નમની ફિલ્મ 'પોન્નિયન સેલ્વન પાર્ટ 1' આ દિવસોમાં ચર્ચામાં છે. સાઉથના ઘણા મોટા કલાકારો આ ફિલ્મમાં કામ કરી રહ્યા છે. આ સાથે મણિરત્નમની ઓલ ટાઈમ ફેવરિટ અભિનેત્રી છે. ઐશ્વર્યા રાય બચ્ચન પણ આ ફિલ્મમાં મહત્વના રોલમાં છે. તાજેતરમાં ફિલ્મને લઈને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચને જણાવ્યું કે, આરાધ્યા બચ્ચનનું પણ ફિલ્મ સાથે ખાસ જોડાણ છે.

મણિરત્નમ અને ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી બંને એકસાથે ફિલ્મો કરી શક્યા ન હતા. ઐશ્વર્યાએ મણિ સાથે 2010માં આવેલી ફિલ્મ 'રાવણ'માં કામ કર્યું હતું. હવે 12 વર્ષ બાદ ફરી એકવાર ઐશ્વર્યા રાય તેની સાથે ફિલ્મ કરી રહી છે.

આ પણ વાંચો:  Raju Srivastava માટે મુંબઈ પછી કાનપુરમાં થશે પૂજા, દીકરીએ કહ્યું- 'પાપાએ હોસ્પિટલમાં કશું કહ્યું નહીં’

મણિ સરનું સન્માન કરે છે આરાધ્યા

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઐશ્વર્યા રાયે કહ્યું કે, મણિ સર સાથે કામ કરવું એ પોતાનામાં એક અલગ જ અનુભવ છે. તેમની ફિલ્મો દર્શકોને ખાસ અનુભવ આપે છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય રાનીના રોલમાં જોવા મળશે. જ્યારે ઐશ્વર્યાને પૂછવામાં આવ્યું કે, આરાધ્યાનું તેના પાત્ર પરનું રિએક્શન કેવું હતું? આ અંગે ઐશ્વર્યાએ કહ્યું કે, તે ખૂબ જ ઉત્સાહિત છે. એકવાર તે સેટ પર આવી ત્યારે તે ખૂબ જ ખુશ દેખાતી હતી. ત્યારથી તે મણિ સરને ખૂબ માન આપે છે. આરાધ્યાનો ઉત્સાહ જોઈને મણિ સરએ તેને ફિલ્મમાં 'એક્શન' બોલવા કહ્યું.

આરાધ્યાની ખુશીનો કોઈ પાર ન હતો

ઐશ્વર્યા રાય બચ્ચને વધુમાં જણાવ્યું કે, જ્યારે મણિ સરએ આરાધ્યાને 'એક્શન' બોલવાની તક આપી ત્યારે તેની ખુશીનો પાર ન રહ્યો. તેણે મને ખૂબ જ ઉત્સાહથી કહ્યું કે તે 'એક્શન' બોલે છે. ત્યારે મેં કહ્યું કે, આ તમારા માટે ખાસ ક્ષણ છે કારણ કે મણિ સર દરેકને આવી તક નથી આપતા. અમને પણ આવી તક ક્યારેય મળી નથી. તે દિવસે આરાધ્યા ખૂબ જ ખુશ હતી. મને લાગે છે કે જ્યારે તે મોટી થશે, તે ક્ષણ તેના જીવનની સૌથી સુંદર ક્ષણ બની જશે.

તમને જણાવી દઈએ કે, કરોડોના બજેટવાળી આ ફિલ્મનો પહેલો ભાગ 30 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આવી સ્થિતિમાં ફિલ્મના સ્ટાર્સે તેનું પ્રમોશન શરૂ કરી દીધું છે. ફિલ્મમાં વિક્રમ, ત્રિશા, કાર્તિ, જયમ રવિ, જયરામ, પાર્થિવન, લાલ, વિક્રમ પ્રભુ, પ્રકાશ રાજ સહિતના ઘણા સ્ટાર્સ જોવા મળશે.
First published:

Tags: Aishwarya rai Bacchan, Aishwarya-rai

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો