Home /News /entertainment /Look A Like: આ પોપ સ્ટાર Aaradhya Bachchan ની હમશકલ નીકળી! તસવીર જોઈ તમે પણ ચોંકી જશો

Look A Like: આ પોપ સ્ટાર Aaradhya Bachchan ની હમશકલ નીકળી! તસવીર જોઈ તમે પણ ચોંકી જશો

આરાધ્યા બચ્ચનનની હમશકલ આવી સામે

આરાધ્યા (Aaradhya Bachchan) અને લિસાની કેટલીક વધુ તસવીરો પણ શેર કરવામાં આવી છે. આ તસવીરોમાં આરાધ્યા બચ્ચન અને લિસા એકદમ એકસરખા દેખાઈ રહ્યાં છે. બંનેની આંખો પણ ઘણી સમાન છે

ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) ની દીકરી આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan) માત્ર 10 વર્ષની છે પરંતુ તેની લોકપ્રિયતા કોઈ સ્ટારથી ઓછી નથી. દરરોજ તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. તો, હવે યુઝર્સને ઇન્ટરનેટ પર આરાધ્યાની હમશકલ પણ મળી ગઈ છે. હા, તમને જાણીને નવાઈ લાગશે પણ આ સત્ય છે. ઉલ્લેખનીય છે કે, આ દિવસોમાં આરાધ્યાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે 'સારે જહાં સે અચ્છા...' અને 'મા તુઝે સલામ' ગાતી જોવા મળી રહી છે.

આમાં આરાધ્યા બચ્ચને સફેદ કલરનો સૂટ અને પીળો દુપટ્ટો પહેર્યો છે. આ વીડિયોને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ હવે કહી રહ્યા છે કે, તે ઘણીબધી પોપ સ્ટાર લિસા જેવી લાગે છે, જે બેન્ડ 'બ્લેકપિંક'ની સભ્ય છે. આરાધ્યા બચ્ચનની હેરસ્ટાઈલથી લઈને ચહેરા સુધી ફેન્સને લીસા જેવી લાગે છે. આ પોસ્ટ પર ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે કોમેન્ટ કરી છે કે તે લીસા જેવી લાગે છે. એક યુઝરે લખ્યું છે - મને લાગે છે કે તે લિસાની ફેન છે.



આ પેજ પર આરાધ્યા અને લિસાની કેટલીક વધુ તસવીરો પણ શેર કરવામાં આવી છે. આ તસવીરોમાં આરાધ્યા બચ્ચન અને લિસા એકદમ એકસરખા દેખાઈ રહ્યાં છે. બંનેની આંખો પણ ઘણી સમાન છે. એક યુઝરે કહ્યું- આરાધ્યા વધુ ક્યૂટ અને સુંદર છે.



અન્ય એક ઇન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું છે - લિસાનું ભારતીય વર્ઝન. અન્ય એક વ્યક્તિએ આરાધ્યા અને લીસાની તસ્વીર પર લખ્યું છે - વાસ્તવમાં તેઓ એકદમ સરખા દેખાય છે. આરાધ્યાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચોAjay Devgn Interview : અજય દેવગને રવિના ટંડન પર લગાવ્યા હતા ગંભીર આરોપ, 'તે બોલિવૂડમાં સૌથી જૂઠ્ઠી...'

આ પહેલા પણ ક્રિસમસના અવસર પર આરાધ્યા બચ્ચનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં આરાધ્યા બચ્ચન ક્રિસમસ કેરોલ ગાતી જોવા મળી હતી. તેનો આ વિડીયો પણ લોકોને પસંદ આવ્યો હતો. આ વીડિયોમાં જ્યારે ક્રિસમસ ન હોય ત્યારે પણ તેણે લોકોને સિક્રેટ સાન્ટા બનવાની અપીલ કરી હતી.
First published:

Tags: Aishwarya Rai Bachchan, Bollywood Interesting story, Bollywood Latest News, Bollywood News in Gujarati