આમિર બનવા માંગતો હતો 'ઓમકારા'નો લંગડા ત્યાગી, આ કારણે ન મળ્યો રોલ

આમિર ખાન પોત આ ફિલ્મમાં લંગડા ત્યાગીનો રોલ કરવા માંગતો હતો- વિશાલ ભારદ્વાજ

આમિર ખાન પોત આ ફિલ્મમાં લંગડા ત્યાગીનો રોલ કરવા માંગતો હતો- વિશાલ ભારદ્વાજ

 • Share this:
  મુંબઇ: ઓમકારા ફિલ્મમાં લંગડા ત્યાગીનો રોલ સૈફ અલી ખાનનાં કરિયરનો ટર્નિંગ પોઇન્ટ બન્યો, પણ સૈફ પહેલાં આ રોલ બોલિવૂડનાં સુપરસ્ટાર કરવા ઇચ્છતા હતાં. આમ તો મિસ્ટર પરફેક્શનિસ્ટ સહેલાઇથી કોઇપણ રોલ માટે રાજી થતો નથી. પણ કહેવાય છે કે આમિરે પોતે આ રોલ માટે ઘણો ઉત્સાહિત હતો. ફિલ્મનાં ડિરેક્ટર વિશાલ ભારદ્વાજે હાલમાં જ તેનો ખુલાસો કર્યો છે.

  વિશાલે કહ્યું કે, આમિર ખાને જ તેમને શેક્સપિયરનાં નાટક ઓથેલો પર ફઇલ્મ બનાવવા પ્રેરિત કર્યા હતાં. તે પોત આ ફિલ્મમાં લંગડા ત્યાગીનો રોલ કરવા માંગતો હતો. પણ તેને કહ્યું કે, એક વર્ષ બાદ આપણે આ ફિલ્મ પર કામ કરવાનું શરૂ કરીશું. આ પહેલાં પણ અમે એક ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં હતાં. પણ એક વર્ષની અંદર જ કેટલાંક મતભેદ બાદ આ ફિલ્મ બંધ કરવી પડી હતી.

  જ્યારે ઓમકારાની સ્ક્રિપ્ટ તૈયાર થઇ ત્યારે આણીરની પાસે નહોતો ગયો. કારણ કે હવે હું વધુ રાહ જોવા માંગતો ન હતો. અને એટલે જ મે સૈફનો સંપર્ક કર્યો હતો. મને લાગે છે કે જો આમિર ખાન કોઇ રોલ કરવા માટે આટલો ઉત્સાહિત છે તો તેમાં જરૂર કંઇ ખાસ વાત હશે. જ્યારે સૈફની પાસે ગયો તો તેની આંખોમાં આ રોલ કરવા માટે ચમક અને ભૂખ દેખાઇ. તે તેની લવર બોય ઇમેજથી બહાર આવવા ઇચ્છે છે. તેનાં અદ્બૂત કામ બદલ સૈફને આ રોલ માટે ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો.
  Published by:Margi Pandya
  First published: