Home /News /entertainment /

Exculsive : આમિર ખાનના જીગરી દોસ્તારે છૂટાછેડા અંગે દિલ ખોલીને વાત કરી કહ્યું- મિત્રોએ સમજાવ્યા પણ..

Exculsive : આમિર ખાનના જીગરી દોસ્તારે છૂટાછેડા અંગે દિલ ખોલીને વાત કરી કહ્યું- મિત્રોએ સમજાવ્યા પણ..

આમીર ખાન કિરણ રાવ, હાજી આમીન

આમિર ખાનના ખાસ દોસ્તાર અમીન હાજીએ જણાવ્યું આજે આ જાહેરાત કર્યા બાદ આમીર ખાન અને કિરણ રાવ ક્યાં છે?

  15 વર્ષ લગ્નજીવનમાં સાથે રહ્યા પછી આમિર ખાન અને કિરણ રાવે (Aamir Khan Kiran Rao) આજે એક સંયુક્ત નિવેદનમાં છૂટાછેડાની (Divorce) ઘોષણા કરી હતી. આ દંપતી જેણે લગાનના (Lagaan) ફિલ્મના સેટ પર પહેલીવાર મુલાકાત કરી હતી તેમણે વર્ષ 2005માં લગ્ન કર્યા હતા અને પીપલી લાઇવ, દિલ્હી બેલી અને દંગલ સહિતની ફિલ્મમાં પ્રોડ્યુસર તરીકે સફળ ફિલ્મોમાં કામ કર્યું હતું. આ જાહેરાતના કારણે ખાનનો નજીકનો મિત્ર, અમીન હાજી (Aamr Khan's friend aamin Hajee) સહિતના મિત્રોને આંચકો લાગ્યો છે. જોકે, આ જાહેરાત થઈ તે પહેલાં જ બંનેએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું તે મુજબ તેમના મિત્રો આના અંગે જાણતા હતા.

  દંપતીના નિર્ણય વિશે વાત કરતા, હાજીએ કહ્યું, “મારો પરિવાર આ નિર્ણય વિશે થોડા સમય પહેલાંથી જ જાણતો હતો, પરંતુ આમિર અને કિરણે આજે આ જાહેરાત કરવાનો નિર્ણય કર્યો છે. આજે આમિર અને કિરણ કારગિલમાં આઝાદ (રાવ ખાન) સાથે છે. હકીકતમાં, કિરણે આજે સવારે મને તે ત્રણેયનો ફોટોગ્રાફ મોકલ્યો હતો. મેં તે મારા કુટુંબને બતાવ્યો અને તેમને કહ્યું કે તેઓ હજી પણ સાથે છે પરંતુ ફક્ત તેમના મેરીટલ સ્ટેટસ બદલાઈ ગયા છે''

  વાતચીત દરમિયાન ભાવુક થતા હાજીએ કહ્યું હતું કે તેઓએ દંપતી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. કેમ, “આમિર મારા લગ્નમાં બેસ્ટમે હતો અને કિરણ સાથેના તેના લગ્નમાં હું તેનો બેસ્ટમેન હતો તેથી આ નુકસાન મારા માટે પણ વ્યક્તિગત છે. મેં તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.''

  આ પણ વાંચો : આમીર ખાન અને કિરણ રાવ છૂટાછેડા લીધા પછી પણ નહીં થાય 'અલગ,' સંયુક્ત નિવેદનમાં કહી ખાસ વાત

  હાજીએ ઉમેર્યુ, 'અમે સાથે બેસી અને ચર્ચા કરી હતી પરંતુ જેમ મેં અગાઉ કહ્યું તેમ આમિર અને કિરણ કોઈ પણ નિર્ણય સમજ્યા વિચાર્યા વગર લેતા નથી. તેઓ ખૂબ ઉંડાણ પૂર્વક ચર્ચાઓના અંતે આ નિર્ણય કર્યો છે. મેં તેમને એવું તો નથી કીધું કે તમે આવું ન કરો કાશ હું કહી શક્યો હોત. જોકે, હું તેમના સંબંધોને માન આપું છું સાથે જ નિર્ણયને પણ. હું ખરેખર દુ:ખી છું મેં મારી પત્નીને પણ કહ્યું કે આ મારા માટે મોટી હાર છે. ઘણીવાર બે સારા વ્યક્તિ એકબીજા સાથે રહેવા માટે બન્યા હોતા નથી.'

  આ પણ વાંચો : આ ગુજરાતણના યોગની તસવીરો જોઈને ઉડી જશે તમારા હોંશ, સોશિયલ મીડિયામાં તસવીરો Viral

  ભાવુક હાજીએ બંને જણાને મજબૂત રહેવાની શુભેચ્છા આપતા કહ્યું. “આમિર અને કિરણ પરિપક્વ છે. તેઓ એક મહાન ટીમ છે અને તેઓએ આઝાદ રાવ ખાન સાથેના વ્યક્તિગત મોરચે અને વ્યવસાયિક રૂપે ઘણા સાહસ સાથે ઘણી મોટી સફળતા મેળવી હતી. આપણે તેમને સન્માન આપવું પડશે, તેમને પ્રેમ કરવો પડશે અને કોઈ પ્રશ્નો ઉભા કર્યા વિના આ નિર્ણયને સ્વીકાર કરવો પડશે. હું તેમની ખુશીઓ માટે અને તેઓ હંમેશા માટે એકબીજાની સાથે રહેવા માટે પ્રાર્થના કરું છું, "
  Published by:Jay Mishra
  First published:

  Tags: Aamir Khan Kiran Rao, Aamir khan Kiran Rao Divorce, Aamir khan Kiran Rao Divorce Latest News, Aamir khan Kiran rao Divorce Updates, Aamir Khans Best Man about Divorce, Gujarati news, બોલીવુડ ન્યૂઝ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन