બોલિવૂડ (Bollywood)ના પ્રખ્યાત અભિનેતા (Actor) આમિર ખાન અને તેની પત્ની (Wife) કિરણ રાવ હવે એકબીજાથી અલગ થઈ ગયા છે. કિરણ રાવ અને આમિર ખાન લગભગ 15 વર્ષ સુધી સાથે રહ્યા હતા. તેમને એક પુત્ર (Son) પણ છે.
મુંબઈ : કિરણ રાવ (Kiran Rao)થી અલગ થવા માટે આમિર ખાન (Aamir Khan)તેને કેટલા પૈસા આપશે? આ જાણીને તમારા હોશ ઉડી જશે. અમે તમને આમિર ખાનની સમગ્ર પ્રોપર્ટી (Property) અને કિરણ રાવને તેનો કેટલો હિસ્સો મળવાનો છે, તે વિશે પણ જણાવીશું. બોલિવૂડ (Bollywood)ના પ્રખ્યાત અભિનેતા (Actor) આમિર ખાન અને તેની પત્ની (Aamir Khan Wife) કિરણ રાવ હવે એકબીજાથી અલગ થઈ ગયા છે. કિરણ રાવ અને આમિર ખાન લગભગ 15 વર્ષ સુધી સાથે રહ્યા હતા. તેમને એક પુત્ર (Son) પણ છે.
શું તમે જાણો છો કે આમિર ખાન અને કિરણ રાવના છૂટાછેડા (Aamir Khan Kiran Rao Divorce) બાદ કિરણને કેટલા પૈસા મળવાના છે. સૌકોઈ આ જાણવા માંગે છે ત્યારે અત્રે નોંધનીય છે કેમ આમિરે કિરણ પહેલા રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા અને રીના દત્તાને તેનાથી અલગ થવા માટે 50 કરોડ આપ્યા છે.
આ છૂટાછેડાને બોલિવૂડમાં સૌથી મૂલ્યવાન છૂટાછેડા માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમિર ખાન દર વર્ષે 180 મિલિયન ડોલર કમાય છે. અભિનેતા ઉપરાંત આમિર ખાન લેખક, નિર્માતા અને દિગ્દર્શક પણ છે.
હવે લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા હશે કે આમિરથી અલગ થવા માટે કિરણને કેટલા પૈસા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિરણ રાવની નેટવર્થ 40 મિલિયન ડોલર છે. આ બધી સંપત્તિ તેણે ડિરેક્ટર બનીને કમાઈ છે.
તમને જણાવી દઈએ કે કિરણ રાવ ખૂબ જ સારા નિર્દેશક છે. તેણે ઘણી સારી ફિલ્મો બનાવી છે. પરંતુ અત્યારે બોલિવૂડમાં સૌથી ગરમ મુદ્દો એ છે કે આ બંનેના છૂટાછેડા માટે આમિર કિરણને કેટલા પૈસા આપશે. આના પર તમામ સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
સોશિયલ મીડિયા અનુસાર જાણવા મળ્યું છે કે કિરણને 500 કરોડ આપવામાં આવી શકે છે. પરંતુ તેમને કેટલા પૈસા મળશે કે કેટલા મળ્યા તે અંગે કોઈ પુષ્ટિ થઇ નથી. આ વાત ન તો કોઈ ટીવી સમાચારમાં જોવા મળી છે કે ન તો સમાચારપત્રમાં.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર