બોડી બનાવવા માટે ન્યૂયોર્ક પહોંચ્યો આમિર ખાન, સામે આવ્યો વીડિયો

News18 Gujarati
Updated: February 24, 2019, 11:50 AM IST
બોડી બનાવવા માટે ન્યૂયોર્ક પહોંચ્યો આમિર ખાન, સામે આવ્યો વીડિયો
જૈફે આમિર ખાનનો એક વીડિયો યુ-ટ્યૂબ પર પોસ્ટ કર્યો છે

હાલમાં જ ફિટનેસ ટ્રેનર જૈફે આમિર ખાનનો એક વીડિયો યુ-ટ્યૂબ પર પોસ્ટ કર્યો છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેતા આમિર ખાન હાલ અમેરિકામાં છે. મિસ્ટર પરફેક્શનિસ્ટની ટેવ રહી છે કે તે ફિલ્મ્સમાંથી બ્રેક લીધા બાદ મોટા પાયે કમબેક કરે છે. પછી તે ગજની હોય કે દંગલ. કહેવાય છે કે, આમિર ખાન બોડી બનાવવા માટે અમેરિકા ગયો છે. એની સાથે જ તે પોતાને સંપૂર્ણ રીતે ટાન્સફોર્મ પણ કરશે.

હાલમાં જ ફિટનેસ ટ્રેનર જૈફે આમિર ખાનનો એક વીડિયો યુ-ટ્યૂબ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં આમિર ખાન તેની સાથે વાત કરતો નજરે પડી રહ્યો છે. આ વીડિયોમાં આમિર ખાન જણાવે છે કે, તે અમેરિકા કોઇ કામ માટે આવ્યો છે. આવામાં તેણે વિચાર્યું કે જૈફ સાથે મુલાકાત કરી લઉં. આમિરે જણાવ્યું કે તે જૈફના ફિટનેસ વીડિયો બહુ જુએ છે. જૈફ સાથે વાતો કરવા ઉપરાંત આમિર ખાને તેની સાથે વર્કઆઉટ પણ કર્યું.


આ પણ વાંચો: Sridevi Death Anniversary: ઉંમરની વાત પર ગુસ્સે ભરાતી શ્રીદેવી, જાણો એવી જ વાતો

આમિર ખાન આજકાલ તેના ડ્રીમ પ્રોજેક્ટ 'મહાભારત' પર કામ કરી રહ્યો છે. જેના કામ માટે આમિર ખાન અમેરિકા ગયો છે. ઉલ્લેખનીય છે કે, ન્યૂયોર્કમાં આમિર ખાને રીષિ કપૂર સાથે પણ મુલાકાત કરી હતી.
First published: February 24, 2019, 11:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading