Aamir Khan Upcoming Films : આમિર ખાનની વર્ષ 2022-23 માં કઈ-કઈ ફિલ્મો આવશે? શું છે રિલીઝ ડેટ? તમામ માહિતી
Aamir Khan Upcoming Films : આમિર ખાનની વર્ષ 2022-23 માં કઈ-કઈ ફિલ્મો આવશે? શું છે રિલીઝ ડેટ? તમામ માહિતી
આમિર ખાન અપકમિંગ ફિલ્મ
Aamir Khan Upcoming Films : આમિર ખાન (Aamir Khan) વ્યાવસાયિક અને સિનેમા ક્ષેત્રે બંને બાબતોમાં સફળ અભિનેતાઓમાંથી એક, તેની ફિલ્મ દંગલ, 3 ઈડિયટ્સ, પીકે, ધૂમ 3 સહિત અનેક ફિલ્મોએ કરોડોની કમાણી કરી બોક્સ ઓફિસ (Box Office) પર ધૂમ મચાવી હતી.
Aamir Khan Upcoming Films : અહીં અમે તમને બોલીવુડના મિ.પરફેક્ટ એટલે કે આમિર ખાન (Aamir Khan) ની વર્ષ 2022 અને વર્ષ 2023માં આવનારી ફિલ્મો વિશે જાણકારી આપી રહ્યા છીએ. આમિર ખાન વ્યાવસાયિક અને સિનેમા ક્ષેત્રે બંને બાબતોમાં સફળ અભિનેતાઓમાંથી એક છે.
બ્લોકબસ્ટર હિન્દી ફિલ્મ દંગલે (Dangal) સમગ્ર વિશ્વમાં રૂ. 2,000 કરોડનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મે ભારતમાં રૂ. 386 કરોડ, ચીનમાં રૂ. 1,300 કરોડની કમાણી કરી હતી.
આમિર ખાનની ફિલ્મ PK (2014)એ ભારતીય બોક્સ ઓફિસ પર રૂ. 340 કરોડની કમાણી કરી છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ ધૂમ 3 (Dhoom 3) (2013)એ રૂ. 284 કરોડ અને ફિલ્મ 3 ઈડિયટ્સ (3 Idiots) (2009)એ રૂ. 202.47 કરોડની કમાણી કરી છે.
આમિર ખાનની છેલ્લી ફિલ્મ ઠગ્સ ઓફ હિંદુસ્તાન (Thugs of Hindostan) (2018) બોક્સ ઓફિસ પર એટલો સારો કમાલ કરી શકી નથી. આ ફિલ્મ રૂ. 220 કરોડના ખર્ચે બનાવવામાં આવી હતી. આમિર ખાને ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા માટે ખૂબ જ મહેનત કરી છે.
લાલ સિંહ ચઢ્ઢા (LAL SINGH CHADHA)
14 માર્ચ, 2019ના રોજ આમિર ખાને પોતાના 54મા જન્મદિવસ પર આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા અંગે પુષ્ટી કરી હતી. કરીના કપૂર ખાને આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી છે. લાલ સિંહ ચઢ્ઢા એક કોમેડી ડ્રામા ફિલ્મ છે, જે હોલીવુડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગંપ’ પરથી બનાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં આમિર ખાનનો ટ્યુબન લૂક ચર્ચાનો વિષય બની ગયો છે. આ ફિલ્મ 11 ઓગસ્ટ, 2022ના રોજ રિલીઝ કરવામાં આવશે.
મોગુલ (MOGUL)
આ ફિલ્મ ગુલશન કુમારના જીવન પર આધારિત છે. આ ફિલ્મ માટે સૌથી પહેલા અક્ષય કુમારની પસંદગી કરવામાં આવી હતી. ફી અને સ્ક્રીનપ્લેના કારણે અક્ષય કુમારે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી. આમિર ખાને પણ આ ફિલ્મ માટે વધુ રસ ધરાવ્યો ન હતો પરંતુ, પછીથી બધી બાબતો સોલ્વ થઈ ગઈ હતી.
આમિર ખાને અનેક વાર ઈન્ટરવ્યૂમાં પોતાના ડ્રીમ પ્રોજેક્ટનો ખુલાસો કર્યો છે. એવી વાતો જાણવા મળી રહી છે કે, આમિર ખાન લાલ સિંહ ચઢ્ઢા બાદ ભગવાન શ્રીકૃષ્ણનું પાત્ર ભજવવા જઈ રહ્યા છે. આ બાબતે કોઈ અધિકૃત જાણકારી જાણવા મળી નથી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર