વેલેન્ટાઇન ડે પર આમિર ખાને કરીનાને Wish કરીને કહ્યું, 'તને હું નેચરલી પ્રેમ કરું છું!'

News18 Gujarati
Updated: February 14, 2020, 4:34 PM IST
વેલેન્ટાઇન ડે પર આમિર ખાને કરીનાને Wish કરીને કહ્યું, 'તને હું નેચરલી પ્રેમ કરું છું!'
લાલ સિંહ ચડ્ડા

  • Share this:
આજે દુનિયાભરમાં પ્રેમી પંખીડા એકબીજાને પ્રેમની અભિવ્યક્તિ કરી રહ્યા છે. અને લોકો તેમના મિત્રો, માતા પિતાને પણ વેલેન્ટાઇન ડેની શુભકામનાઓ આપી રહ્યા છે. તો બીજી તરફ જે કપલ્સ છે તે આજના દિવસને વધુ ખાસ બનાવવા માટે ક્યાંક રોમાન્ટિક ડિનર કે વેકેશન માણી રહી રહ્યા છે. આમ દુનિયાભરમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી થઇ રહી છે. આ તમામની વચ્ચે જાણીતા બોલિવૂડ સ્ટાર આમિર ખાને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટથી કરીના કપૂરને વેલેન્ટાઇન ડે માટે શુભકામનાઓ આપી છે. અને એક ખાસ પોસ્ટ લખી છે.

આમિર ખાને ટ્વિટ કરીને લખ્યું છે કે "મેળવી લેવાની બેચેની અને ખોઇ દેવાનો ડર. બસ આટલો જ છે જીવનનો સફર, હેપ્પી વેલેન્ટાઇન ડે કરીના, હું તમારી સાથે દરેક ફિલ્મમાં રોમાન્સ કરવા માંગીશ...કારણ કે તે મારામાં ખૂબ જ નેચરલી આવે છે..." જો કે તમે કંઇ બીજું વિચારો તે પહેલા સ્પષ્ટતા આપી દઇએ કે આમિર ખાને આ ટ્વિટ તેમની આવનારી ફિલ્મ લાલ સિંગ ચડ્ડાના પ્રમોશન માટે લખ્યું છે. અને તેમાં તેમણે કરીનાનો પહેલો લૂક પણ રજૂ કર્યું છે.

આ તસવીરમાં કરીના અને આમિર એકબીજાને બથ ભરતા નજરે પડે છે. અને આ ફોટો સાથે લાલ સિંહ ચડ્ડા આવનારી 25 ડિસેમ્બર 2020ના રોજ રીલિઝ થશે તેમ પણ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે લાલ સિંહ ચડ્ડા આમીર ખાનનું ડ્રીમ ફિલ્મ છે. અને તેમની સાથે આ ફિલ્મમાં ફરી એક વાર કરીના કપૂર નજરે પડશે. આ પહેલા બંને 3 ઇડ્ય્સમાં પણ સાથે નજરે પડ્યા હતા. અને આ જોડીને તે ફિલ્મમાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.
First published: February 14, 2020
વધુ વાંચો
अगली ख़बर