Home /News /entertainment /

EXCLUSIVE: આમિર ખાને જણાવ્યું કે તે ક્યારે પોતાના પુત્ર જુનૈદ માટે ફિલ્મ પ્રોડ્યુસ કરશે

EXCLUSIVE: આમિર ખાને જણાવ્યું કે તે ક્યારે પોતાના પુત્ર જુનૈદ માટે ફિલ્મ પ્રોડ્યુસ કરશે

ન્યૂઝ 18 સાથે આમિર ખાનની ખાસ વાતચીત

Aamir Khan Exclusive Interview: આમિરે કહ્યું, (Aamir Khan) 'મેં હંમેશા મારા બાળકોને કહ્યું છે કે તમે જે પણ શીખવા માંગો છો, હું તમને સપોર્ટ કરીશ, એક દિવસ જુનૈદ મારી પાસે આવ્યો, તેણે મને કહ્યુ કે તેને થિયેટર શિખવું છે. તો મેં તેને પુછ્યુ કે ફિલ્મોમાં કોઈ રસ નથી ? તો તેણે કહ્યું હા, પણ મને થિયેટરમાં વધુ રસ છે, તેથી હું તે શીખવા માંગુ છું. પછી બે વર્ષ તેણે થિયેટર શીખ્યુ, અને પછી એક વર્ષ કંપનીમાં કામ કર્યું, ત્યાર બાદ તેણે ઘણા બધા પ્લે કર્યા, 5-6 પ્લે કર્યા.

વધુ જુઓ ...
    Happy Birthday Aamir Khan : આમિર ખાન (Aamir Khan) આજે એટલે કે 14 માર્ચે પોતાનો 57મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ અવસર પર 13 માર્ચે આમિરે ન્યૂઝ18 ઈન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં કહ્યું હતું કે તે પોતાના કામ અને કરિયરમાં વ્યસ્ત હોવાને કારણે ક્યારેય પણ પોતાના પરિવાર અને બાળકોને સમય આપી શક્યો નથી. તેઓને માત્ર તેમની ભૂલનો અહેસાસ જ નથી થતો, પરંતુ તેઓ એવું પણ માને છે કે એ સમય ક્યારેય પાછો નહીં આવે.

    આ દરમિયાન આમિર ખાને તેના પુત્ર જુનૈદ ખાનના (Junaid Khan) ફિલ્મોમાં આવવાની વાત પણ કરી હતી. આમિરે કહ્યું, 'મેં હંમેશા મારા બાળકોને કહ્યું છે કે તમે જે પણ શીખવા માંગો છો, હું તમને સપોર્ટ કરીશ, એક દિવસ જુનૈદ મારી પાસે આવ્યો, તેણે મને કહ્યુ કે તેને થિયેટર શિખવું છે. તો મેં તેને પુછ્યુ કે ફિલ્મોમાં કોઈ રસ નથી ? તો તેણે કહ્યું હા, પણ મને થિયેટરમાં વધુ રસ છે, તેથી હું તે શીખવા માંગુ છું. પછી બે વર્ષ તેણે થિયેટર શીખ્યુ, અને પછી એક વર્ષ કંપનીમાં કામ કર્યું, ત્યાર બાદ તેણે ઘણા બધા પ્લે કર્યા, 5-6 પ્લે કર્યા.

    આમિરે કહ્યું, 'જ્યાં પણ સ્ક્રીન ટેસ્ટ થઇ રહ્યો હોય, ફિલ્મ બની રહી હોય, કાસ્ટિંગ થઈ રહ્યું હોય જુનૈદ ત્યાં સ્ક્રીન ટેસ્ટ આપવા જતો. મીરા નાયર 'અ સુટેબલ બોય' બનાવી રહી હતી જુનૈદે સ્ક્રીન ટેસ્ટ આપ્યો પરંતુ તેની પસંદગી ન થઇ. તે ક્યારે નથી બોલતો કે હું આમિર ખાનનો દિકરો છું. આ ન તો તેનો નેચર છે અને ન તો મારો. અમે એ બધુ નથી કરતા. તે થિયેટર શીખ્યો, તેણે પ્લે કર્યા, એક અભિનેતા તરીકે તેને 15-20 જગ્યાએ રિજેક્ટ કરવામાં આવ્યો. તેણે જ્યાં પણ રોલ માટે પ્રયાસ કર્યો તેને ન મળ્યો.

    આ પણ વાંચો - Russia-Ukraine War: કીવ પાસે ફાયરિંગમાં અમેરિકન પત્રકારનું મોત, અત્યારસુધી 596 લોકોએ જીવ ગુમાવ્યો

    તેણે આગળ કહ્યું, 'આખરે તેને યશ રાજ ફિલ્મ મળી. તે એવો સંયોગ હતો કે તેનો એક સ્ક્રીન ટેસ્ટ આદિ દ્વારા જોવામાં આવ્યો હતો. આદિને તેનો એક સ્ક્રીન ટેસ્ટ ગમ્યો અને આદિએ તેને સ્ક્રિપ્ટ ઓફર કરી. આદિ અને હું મિત્રો છીએ, તેથી તે જુનૈદ વિશે જાણતો હતો. જ્યારે તેણે જુનૈદનો સ્ક્રીન ટેસ્ટ જોયો તો તે તેની ફિલ્મ માટે ન હતો, પરંતુ તેને તે ખૂબ જ ગમી ગયો. તેને લાગ્યું કે મને આ અભિનેતા પસંદ છે અને હું તેની સાથે કામ કરવા માંગુ છું.

    આમિર આગળ જણાવે છે કે, 'એક દિવસ આદિનો ફોન આવ્યો કે ભાઈ, મારી પાસે એક સ્ક્રિપ્ટ છે, જે મને જુનૈદ માટે યોગ્ય લાગે છે. તેથી મેં તેને જુનૈદ સાથે વાત કરવા કહ્યું, કારણ કે તે પોતાના તમામ નિર્ણયો જાતે લે છે. તેથી જુનૈદે સ્ક્રિપ્ટ સાંભળી, પછી જુનૈદે તે રોલ માટે સ્ક્રીન ટેસ્ટ આપ્યો અને પછી તેની પસંદગી કરવામાં આવી.

    આ પણ વાંચો - Munawwar Rana પરિવાર સાથે પહોંચ્યા દિલ્હી, BJP ની જીત પર અગાઉ UP છોડવાની કરી હતી વાત

    આમિર ખાન પ્રોડક્શન દ્વારા જુનૈદની ફિલ્મ આવવાની સંભાવનાઓ પર, આમિર કહે છે, 'મને લાગે છે કે તેણે કામ સારી રીતે શીખ્યું છે અને વધુ શીખશે. તે ખૂબ જ મહેનતુ છે. હવે તેની સફર શું છે તે આપણે નથી જાણતા, પરંતુ જો કોઇ એવી વાર્તા આવશે, જેમાં મને લાગશે કે જુનૈદ સારો સાબિત થઇ શકશે છે, તો હું ચોક્કસપણે પ્રોડ્યુસ કરીશ કારણ કે મને લાગે છે કે તે એક સારો અભિનેતા છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Aamir khan

    આગામી સમાચાર