આમિર ખાને 15 વર્ષ બાદ બીજી પત્ની કિરણ રાવ સાથે લીધા છૂટાછેડા, જાતે આપ્યું નિવેદન

આમિર ખાન 15 વર્ષ બાદ અલગ થતયો પત્ની કિરન રાવથી

આમિર ખાન (Aamir Khan) અને કિરણ રાવે (Kiran Rao) એક જોઇન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરી ફેન્સને આ વાતની માહિતી આપી છે. બંનેની 20 વર્ષની મિત્રતા અને 15 વર્ષનાં લગ્નનું બંધન તુટવાની ખબરથી ફેન્સ પણ ચૌકી ગયા છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર આમિર ખાનનાં  Aamir Khanકિરણ રાવ Kiron Rao  સાથે બીજા લગ્ન પણ તુટી ગયા છે. લગ્નનાં 15 વર્ષ બાદ છૂટાછેડા લઇ બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો છે. આમિર અને કિરણ રાવે એક જોઇન્ટ સ્ટેટમેન્ટ જારી કરી ફેન્સને આ વાતની માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, બંને તેમનું જીવન પતિ પત્નીની જગ્યાએ અલગ અલગ જીવશે. બંનેનાં 20 વર્ષની મિત્રતા અને 15 વર્ષનું લગ્ન બંધન તુટવાનાં સમાચારથી ફેન્સ પણ ચૌકી ગયા છે.

  આ પણ વાંચો- મંદિરા બેદીએ જ્યારે રાજ કૌશલ માટે ઘરવાળા સામે છેડી હતી જંગ, ફિલ્મી છે બંનેની LOVE STORY

  પોતાનાં જોઇન્ટ સ્ટેટમેન્ટમાં આમિર ખાન (Aamir Khan) અને કિરન રાવ (Kiran Rao)એ કહ્યું કે, આ 15 સુંદર વર્ષમાં અમે એક સાથે જીવનભરનાં અનુભવ, આનંદ અને હાસ્ય શેર કર્યું છે. અમારા સંબંધ ફક્ત વિશ્વાસ, સમ્માન અને પ્રેમમાં વધ્યો છે. હવે અમે અમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવાં ઇચ્છીએ છીએ. હવે અમે પતિ-પત્નીનાં રૂપમાં નહીં પણ એક બીજાનાં માટે સહ- માતા-પિતા અને પરિવારનાં રૂપમાં છીએ.

  સ્ટેટમેન્ટમાં તે આગળ લખે છે કે, 'અમે થોડા સમય પહેલાં પ્લાંડ સેપરેશન શરૂ કર્યું હતું. અને હવે આ વ્યવ્સથાને ઓપચારિક રૂપ આપવામાં અમને સહજ અનુભવ થઇ રહ્યો છે. અલગ-અલગ રહેવા છતાં અમે અમારા જીવનને એક વિસ્તારિત પરિવારની જેમ શેર કરીશું. અમે અમારા દીકરા આઝાદ પ્રત્યે સમર્પિત માતા-પિતા છીએ. જેનો ઉછેર અમે હળીમળીને કરીશું. અમે ફિલ્મો, પાની ફાઉન્ડેશન અને અન્ય પરિયોજના પર પણ સહયોગનાં રૂપમાં કામ કરવાનું ચાલુ રાખીશું. જે અંગે અમે ભાવૂક અનુભવ કરીએ છીએ.'

  છૂટાછેડા બાદ જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'અમારા સંબંધોમાં આ વિકાસ અંગે અમે નિરંતર સમર્થન અને સમજણ માટે અમારા પરિવાર અને મિત્રોનો ખુબ ખુબ આભાર. જેમનાં વગર અમે આ પગલું લેવામાં એટલાં સુરક્ષિત ન હોતા. અમે અમારા શુભચિંતકોની શુભકામના અને આશીર્વાદની આશા રાખીએ છીએ. આશા કકરીએ છીએ કે, અમારી જેમ તમે પણ આ છૂટાછેડાને અંતની જેમ નહીં, પણ એક નવાં સફરની શરૂઆતનાં રૂપમાં લેશો. ધન્યવાદ અને પ્રેમ, કિરણ અને આમિર.'
  Published by:Margi Pandya
  First published: