આમિર ખાન કરવા જઈ રહ્યો છે ત્રીજી વખત લગ્ન? આ અભિનેત્રી સાથે જોડાઈ રહ્યું છે નામ!

આ વર્ષે આમિર ખાને પોતાની બીજી પત્ની કિરણ રાવને છૂટાછેડા આપ્યા છે (તસવીર - Instagram @amirkhanactor_))

Aamir Khan news- સોશિયલ મીડિયામાં એવી ચર્ચા ચાલી રહી છે કે આમિર ખાન ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યો છે

  • Share this:
    મુંબઈ : આમિર ખાન (Aamir Khan)ફક્ત પોતાની ફિલ્મોના (Aamir Khan Movies)કારણે જ નહીં પોતાના લગ્નજીવનને લઇને પણ ચર્ચામાં રહે છે. આ વર્ષે આમિર ખાને પોતાની બીજી પત્ની કિરણ રાવને છૂટાછેડા (Aamir Khan Kiran Rao Divorce)આપી દીધા હતા. આ પહેલા 2002માં આમિર પોતાની પ્રથમ પત્ની રીના દત્તાથી અલગ થયો હતો. હવે સોશિયલ મીડિયામાં એવી અફવા ચાલી રહી છે કે આમિર ખાન ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યો (Aamir Khan Third Wedding Rumours)છે. અફવા છે કે આમિર ખાન બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી ફાતિમા સના શેખ (Fatima Sana Shaikh)સાથે ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યો છે.

    આ પહેલા દંગલ ગર્લ ફાતિમા સના શેખ અને આમિર ખાન વચ્ચે અફેરની અફવા ઉડી હતી

    જોકે મીડિયા રિપોર્ટ્સનું માનવામાં આવે તો આ અફવામાં થોડી પણ સચ્ચાઇ નથી. આમિર ખાનના એક નજીકના સૂત્રએ કહ્યું કે તેના ત્રીજા લગ્ન કરવા વાળી વાત ખોટી છે. આ પહેલા દંગલ ગર્લ ફાતિમા સના શેખ અને આમિર ખાન વચ્ચે અફેરની અફવા ઉડી હતી. તે સમયે ફાતિમાએ પોતાનું નિવેદન આપ્યું હતું.

    આ પણ વાંચો - Kartik Aryan Birthday: શું તમે જાણો છો કે કેટલો પૈસાદાર છે બર્થડે બોય કાર્તિક આર્યન!

    ફાતિમા સના શેખે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ ઘણું અજીબ હતું. મારી માતા ટીવી પર બધું જોતી હતી. બીજા દિવસે અખબારમાં મારો ફોટો જોઈને કહેતી હતી કે જો તારો ફોટો આવ્યો છે. હેડલાઇન સાંભળવા માટે હું તેને કહેતી હતી કે વાંચીને બતાવ શું લખ્યું છે? પોતાના વિશે તેવી વાતો સાંભળી હું ડિસ્ટર્બ થઇ જતી હતી. જરૂર લાગ્યું કે મારે પોતાની વાત બધાની સામે રાખવી જોઈએ.

    આ પણ વાંચો - અજય દેવગન 52 વર્ષની ઉંમરે પણ કેમ આટલો સ્ફૂર્તિલો છે? બાળપણથી જ ખાય છે આ ખાસ વસ્તુ

    બે ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે આમિર અને ફાતિમા

    ફાતિમા અને આમિર ખાન દંગલ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. જ્યાં ફાતિમાએ આમિરની પુત્રીનો રોલ ભજવ્યો હતો. આ પછી બંને ઠગ્સ ઓફ હિંદોસ્તાનમાં સાથે જોવા મળ્યા હતા. આમિર ખાનની હાલની ફિલ્મો વિશે વાત કરવામાં આવે તો તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા (Laal Singh Chaddha)આગામી વર્ષે રિલીઝ થવાની છે.
    Published by:Ashish Goyal
    First published: