અક્ષય કુમારે 'બચ્ચન પાંડે'ની રિલીઝ તારીખ લંબાવી, આમિર ખાને માન્યો આભાર

News18 Gujarati
Updated: January 27, 2020, 2:32 PM IST
અક્ષય કુમારે 'બચ્ચન પાંડે'ની રિલીઝ તારીખ લંબાવી, આમિર ખાને માન્યો આભાર
અક્ષય કુમારની આગામી ફિલ્મ બચ્ચન પાંડે અને આમિર ખાનની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ક્રિસમસ 2020નાં રિલીઝ થવાની હતી.

અક્ષય કુમારની આગામી ફિલ્મ 'બચ્ચન પાંડે' અને આમિર ખાનની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' ક્રિસમસ 2020નાં રિલીઝ થવાની હતી.

  • Share this:
મુંબઈ : અક્ષય કુમારે (Akshay Kumar) ફરી એકવાર સાબિત કરી દીધું કે, તે બોલિવૂડનાં અસલી ખેલાડી છે. 2018માં નિર્દેશક સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત' (Padmavat) માટે હોલિડે (Holiday) રિલીઝ ડેટની કુરબાની આપનાર અક્ષય કુમારે એકવાર ફરીથી પોતાના મોટા દિલનું ઉદાહરણ આપ્યું છે. અક્ષય કુમારની આગામી ફિલ્મ 'બચ્ચન પાંડે' (Bachhan Pandey) અને આમિર ખાનની (Amir Khan) આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' ક્રિસમસ 2020નાં રિલીઝ થવાની હતી. પરંતુ આમીરની વિનંતી પછી અક્ષયે એકવાર ફરી ક્રિસમસ જેવી રિલીઝ ડેટ છોડી દીધી છે અને પોતાની તારીખ લંબાવી દીધી છે.

આ પણ વાંચો : Grammys 2020માં પ્રિયંકાએ સ્ટાઇલિસ્ટ લૂકથી ઉડાવ્યાં બધાનાં હોશ, તસવીરો થઇ વાયરલ

હવે અક્ષય કુમારની આગામી ફિલ્મ 'બચ્ચન પાંડે' 22 જાન્યુઆરી 2021નાં રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષયની હિરોઇન ક્રિતી સેનન છે. આ ફિલ્મનું પહેલુ લૂક આજે જ રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં અક્ષય કોઇ જ અલગ જ રૂપમાં દેખાઇ રહી છે.આમિર ખાને અક્ષયને પોતાના ફિલ્મની તારીખ આગળ લંબાવવા બદલ આભાર માન્યો હતો. આમિરખાને ટ્વિટ કર્યું કે, 'ક્યારેક ક્યારેક વાત કરવાથી જ વાત સરખી થઇ જાય છે. હું મારા દોસ્ત અક્ષય કુમાર અને સાઝિદ નડિયાદવાલાને ધન્યવાદ આપુ છું કે મરા કહેવાથી તમે પોતાની ફિલ્મ બચ્ચન પાંડેની રિલીધ ડેટ આગળ કરી દીધી છે. હું તેમને આ ફિલ્મ માટે શુભકામનાઓ આપું છું. પ્રેમ..'આ પણ વાંચો : જાણીતી એક્ટ્રેસની દીકરીએ કહ્યું, હું કાર્તિક આર્યન સાથે કરી શકું છું બૅડ શૅર

લાલ સિંહ ચઢ્ઢાને અતુલ કુલકર્ણીએ લખી છે અને 'સીક્રેટ સુપરસ્ટાર' ફૅમ અદ્વૈત ચંદન ડિરેક્ટ કરે છે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં આમિર ઉપરાંત કરીના કપૂર તથા ટીવી સિરિયલ 'જસ્સી જૈસી કોઈ નહી' ફૅમ મોના સિંહ છે.

 
First published: January 27, 2020
વધુ વાંચો
अगली ख़बर