Home /News /entertainment /શૉકિંગ! 'લાલ સિંહ ચઢ્ઢા' ફ્લોપ થયા બાદ આમિર ખાન નહીં કરે એક્ટિંગ, લીધો કરિયરનો સૌથી મોટો નિર્ણય

શૉકિંગ! 'લાલ સિંહ ચઢ્ઢા' ફ્લોપ થયા બાદ આમિર ખાન નહીં કરે એક્ટિંગ, લીધો કરિયરનો સૌથી મોટો નિર્ણય

આમિર ખાને આ જાહેરાત કરીને ફેન્સને ચોંકાવી દીધા

આમિર ખાને તાજેતરમાં જ જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા કે તે એક્ટિંગમાંથી બ્રેક લઈ રહ્યો છે. આમિરે તેની 35 વર્ષની કરિયરમાં પ્રથમ વખત બ્રેક લેવાની વાત કરી છે. તેણે આગામી ફિલ્મ 'ચેમ્પિયન'માંથી એક્ટર તરીકે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જોકે તે તેનું પ્રોડક્શન કરશે.

વધુ જુઓ ...
    આમિર ખાને તાજેતરમાં બ્રેક લેવાની એનાઉન્સમેન્ટ કરીને તેના ફેન્સને ચોંકાવી દીધા હતા. તેણે પોતાની એક્ટિંગમાંથી બ્રેક લીધો છે. આમિર 'ચેમ્પિયન્સ' નામની ફિલ્મમાં એક કેરેક્ટર ભજવવાનો હતો, પરંતુ તેણે હવે તે કરવાની ના પાડી દીધી.

    આ ફિલ્મને આમિર પોતે પણ પ્રોડ્યુસ કરી રહ્યો છે. તેણે ફિલ્મમાં એક્ટિંગ કરવાનો ઇનકાર કર્યો હતો અને તે હવે ફિલ્મ પ્રોડ્યુસ કરશે. તાજેતરમાં જ મીડિયા સાથે વાતચીત દરમિયાન તેણે જણાવ્યું હતું કે તે તેની માતા અને તેના બાળકો સાથે રહેવા માટે થોડો સમય એક્ટિંગમાંથી બ્રેક લેવા માંગે છે.

    આ પણ વાંચો :  મારા પ્રાઇવેટ પાર્ટ્સને ઘૂરતો રહ્યો અને કહ્યું તારા બ્રેસ્ટની સાઇઝ....સાજિદ ખાન પર વધુ એક એક્ટ્રેસનો ગંભીર આરોપ

    રિપોર્ટ અનુસાર, આમિર ખાને કહ્યું, "જ્યારે હું એક એક્ટર તરીકે કોઈ ફિલ્મ કરું છું, ત્યારે હું તેમાં એટલો ખોવાઈ જાઉં છું કે મારા જીવનમાં બીજું કંઈ જ થતું નથી. 'લાલ સિંહ ચઢ્ઢા' બાદ મારે એક ફિલ્મ કરવી હતી. તે એક અદ્ભુત સ્ક્રિપ્ટ છે, એક સુંદર વાર્તા છે અને તે હૃદયસ્પર્શી અને સુંદર ફિલ્મ છે."

    આમિર ખાને આગળ કહ્યું, “પરંતુ મને લાગે છે કે હું બ્રેક લેવા માંગુ છું. હું મારા પરિવાર સાથે, મારી માતા સાથે, મારા બાળકો સાથે સમય પસાર કરવા માંગુ છું." તમને જણાવી દઈએ કે આમિર ખાન 3 દાયકાથી વધુ લાંબી કરિયરમાં પહેલીવાર એક્ટિંગમાંથી બ્રેક લઈ રહ્યો છે. તેણે વધુમાં કહ્યું, "મને લાગે છે કે હું 35 વર્ષથી કામ કરી રહ્યો છું અને મેં મારા કામ પર એકાગ્રતા સાથે ધ્યાન કેન્દ્રિત કર્યું છે."

    આ પણ વાંચો :  મારા પ્રાઇવેટ પાર્ટ્સને ઘૂરતો રહ્યો અને કહ્યું તારા બ્રેસ્ટની સાઇઝ....સાજિદ ખાન પર વધુ એક એક્ટ્રેસનો ગંભીર આરોપ

    આમિર ખાને કહ્યું, “મને લાગે છે કે તે મારા નજીકના લોકો માટે યોગ્ય નથી. ત્યારે મને લાગે છે કે મારે તેની સાથે રહેવા માટે થોડો સમય કાઢવો જોઈએ. અને ખરેખર જીવનને અલગ રીતે અનુભવવું પડે છે. હું આગામી દોઢ વર્ષ સુધી એક્ટર તરીકે કામ કરીશ નહીં.



    જણાવી દઇએ કે આમિર ખાન છેલ્લે કરીના કપૂર ખાન સાથે ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ટોમ હેન્ક્સની ફોરેસ્ટ ગમ્પની ઓફિશિયલ હિન્દી રિમેક હતી. ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Aamir khan, Amir khan, Bollywood Celebrities, Bollywood Latest News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन