Home /News /entertainment /'લાલ સિંહ ચઢ્ઢા' ફ્લોપ થતા આમિર ખાન આઘાતમાં, નિષ્ફળતાને પાછળ મૂકીને બે મહિનાનો બ્રેક લેવાનું નક્કી કર્યું
'લાલ સિંહ ચઢ્ઢા' ફ્લોપ થતા આમિર ખાન આઘાતમાં, નિષ્ફળતાને પાછળ મૂકીને બે મહિનાનો બ્રેક લેવાનું નક્કી કર્યું
'લાલ સિંહ ચઢ્ઢા' ફ્લોપ થતા આમિર ખાન આઘાતમાં
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા આમિર ખાન અત્યારે ચર્ચામાં છે. હાલમાં જ તેની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મથી આમિરને ઘણી આશા હતી પરંતુ તે બોક્સ ઓફિસ પર હિટ સાબિત ન થઈ શકી. પરંતુ બોયકોટ ટ્રેન્ડને કારણે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થઈ શકી નહીં.
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા આમિર ખાન અત્યારે ચર્ચામાં છે. હાલમાં જ તેની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મથી આમિરને ઘણી આશા હતી પરંતુ તે બોક્સ ઓફિસ પર હિટ સાબિત ન થઈ શકી. પરંતુ બોયકોટ ટ્રેન્ડને કારણે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થઈ શકી નહીં. આમિર ખાન હવે બે મહિના માટે અમેરિકા જાય છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થઈ હતી.
આમિરે લીધો આ નિર્ણય
આમિર ખાને 'લાલ સિંહ ચઢ્ઢા'ને ત્રણ વર્ષ આપ્યા હતા. આમિરને આ ફિલ્મ અંગે ઘણી જ અપેક્ષા હતી. જોકે, બોક્સ ઓફિસ પર ફિલ્મ પીટાઈ જતાં આમિર ખાનને આઘાત લાગ્યો છે અને તે દુઃખી છે. હવે તેણે આ નિષ્ફળતાને પાછળ મૂકીને બે મહિનાનો બ્રેક લેવાનું નક્કી કર્યું છે. તે ભારત છોડીને બે મહિના માટે અમેરિકામાં રહેશે. આમિર આ ફિલ્મને ઈન્ટરનેશનલ લેવલ પર રિલીઝ કરવા વિશે વિચાર કરશે અને તેના માટે થોડા અઠવાડિયાનો સમય લાગશે. આ દરમિયાન તે બે મહિનાનો બ્રેક લઈ અમેરિકામાં સમય પસાર કરશે. લાલ સિંહ ચઢ્ઢાએ 12 દિવસમાં માત્ર 56 કરોડની કમાણી કરી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આમિર ખાન આ બે મહિનામાં ફિલ્મની નિષ્ફળતાને ભૂલાવીને પોતાના નવા પ્રોજેક્ટ પર ફોકસ કરશે. આમિર ખાન દુઃખી જરૂર થયો છે, પરંતુ તે ભાંગી પડ્યો નથી. આમિર ખાન અમેરિકામાં રહીને શરૂઆતના અઠવાડિયામાં 'લાલ સિંહ ચઢ્ઢા'ને ઇન્ટરનેશનલ માર્કેટમાં કેવી રીતે રિલીઝ કરવી તે અંગે વિચારશે. ઉલ્લેખનીય છે કે 'લાલ સિંહ ચઢ્ઢા'ને અદ્વૈત ચંદને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં કરીના કપૂર, નાગ ચૈતન્ય, મોના સિંહ મહત્ત્વના રોલમાં જોવા મળ્યા હતા.
'લાલ સિંહ ચઢ્ઢા'ને OTT રિલીઝ માટે રાહ જોવી પડશે
છેલ્લાં કેટલાંક સમયથી ડિજિટલ પ્લેટફોર્મનો ક્રેઝ વધતો જાય છે. આ જ કારણે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય તેના ચાર અઠવાડિયા પછી ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થતી હોય છે. 'લાલ સિંહ ચઢ્ઢા' ડિજિટલ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રિમ થવાની હતી. આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢાને ઘણા લોકો OTT પર આવવાની રાહ જોઈ રહ્યા હતા. જો કે હવે તેના પર પાણી ફરી વળ્યું છે.
નેટફ્લિક્સે કેન્સલ કરી ડીલ
સૂત્રોના મતે, બોક્સ ઓફિસ પર 'લાલ સિંહ ચઢ્ઢા'ના ભૂંડા હાલ જોયા બાદ નેટફ્લિક્સે આમિર ખાનની ફિલ્મ સાથે થયેલી ડીલ કેન્સલ કરી દીધી છે. આમિર તથા વાયકોમે 'લાલ સિંહ ચઢ્ઢા'ના ડિજિટલ રાઇટ્સ માટે 200 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. આટલું જ નહીં થિયેટર રિલીઝ તથા ડિજિટલ રિલીઝ વચ્ચે ઓછામાં ઓછા ત્રણ મહિનાનો ગેપ રાખવાની શરત મૂકી હતી. જોકે, હવે બોક્સ ઓફિસ પર જ ફિલ્મ પીટાઈ જતાં નેટફ્લિક્સે ફિલ્મને ખરીદવામાં કોઈ રસ બતાવ્યો નહીં અને જે ડીલ હતી તે પણ કેન્સલ કરી દીધી છે. હવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે આમિરની ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર લેવા માટે કોઈ તૈયાર જ નથી.
આમિર ખાનની આગામી ફિલ્મ
આમિર ખાનનો નેકસ્ટ પ્રોજેક્ટ સ્પોર્ટ્સ ડ્રામામાં પર આધારિત છે. આ ફિલ્મને આર એસ પ્રસન્ના ડિરેક્ટ કરશે. આર એસ પ્રસન્નાએ આ પહેલાં 'શુભ મંગલ સાવધાન' ડિરેક્ટ કરી છે. આમિર ખાનની આ ફિલ્મ 2018માં રિલીઝ થયેલી સ્પેનિશ ફિલ્મ 'કેમ્પિયન્સ' (ચેમ્પિયન) પરથી પ્રેરિત હતી. સ્પેનિશ ફિલ્મમાં દારૂડિયા કોચે બાસ્કેટ બોલ ટીમને ચેમ્પિયન બનાવવાની હતી. 2018માં સ્પેને આ ફિલ્મને ઓસ્કર એન્ટ્રી માટે મોકલી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર