આમિર ખાને ઇકોનોમી ક્લાસમાં કરી મુસાફરી, વીડિયો વાયરલ

આમિર ખાને ઇકોનોમી ક્લાસમાં કરી મુસાફરી

બોલિવૂડ અભિનેતા આમિર ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેતા આમિર ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં આમિર ખાન ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરતો જોવા મળી રહ્યો છે. તે બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી શકે તેમ હોવા છતાં ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરવાને લીધે તેના ફેન્સ વખાણ પણ કરી રહ્યાં છે. જોકે, એ સ્પષ્ટ નથી કે આમિર ખાન ક્યાં જઇ રહ્યો છે અને આ વીડિયો ક્યારનો છે. વીડિયો ફ્લાઇટમાં હાજર કોઇ વ્યક્તિએ બનાવ્યો છે અને આમિર ખાન વિન્ડો સીટ પર બેસેલો જોવા મળી રહ્યો છે.

  ઉલ્લેખનીય છે કે, આમિર ખાન પહેલાં અનિલ કપૂર સહિત ઘણા સ્ટાર્સ ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરી ચર્ચામાં રહી ચૂક્યાં છે. અનિલ કપૂર ગણપતિ ઉત્સવ દરમિયાન ટ્રાફિકથી બચવા માટે લોકલ ટ્રેનમાં સફર કરતો પણ નજરે પડી ચૂક્યો છે. ઉપરાંત એક વખત ટાઇગર શ્રોફ અને તેની બહેન કૃષ્ણા પણ લોકલ ટ્રેનમાં જોવા મળ્યાં હતાં.
  View this post on Instagram

  #ripbusinessclass 😛 #aamirkhan


  A post shared by Viral Bhayani (@viralbhayani) on
   આ પણ વાંચો: KBC 11: કરોડપતી શો શરૂ થતા પહેલાં રિલીઝ થયો તેનો બીજો પ્રોમો, જુઓ VIDEO

  આ ઉપરાંત ફિલ્મ સ્ટાર્સે ઓટો રિક્ષામાં સફર કરી હોય તેવા સમાચાર પણ ઘણી વખત સામે આવતાં હોય છે. જ્યારે સલમાન ખાનની વાત તો અલગ જ છે. તે સાઇકલ પર જોવા મળતો હોય છે. ઘણી વખત સલમાન ખાનની સાઇકલ સવારીની તસવીરો સામે આવતી હોય છે.
  Published by:Azhar Patangwala
  First published: