Home /News /entertainment /

'લાલ સિંહ ચઢ્ઢા' બાયકોટ ટ્રેન્ડ પર આમિર થયો દુઃખી, કહ્યું- 'લોકોને લાગે છે મને મારા દેશથી પ્રેમ નથી'

'લાલ સિંહ ચઢ્ઢા' બાયકોટ ટ્રેન્ડ પર આમિર થયો દુઃખી, કહ્યું- 'લોકોને લાગે છે મને મારા દેશથી પ્રેમ નથી'

ફિલ્મને બાયકોટને લઈને આમિર થયો દુઃખી.

આમિર ખાનના ડ્રીમ પ્રોજેક્ટ લાલ સિંહ ચઢ્ઢા પર જોખમ મંડરાય રહ્યું છે. ફિલ્મ રિલીઝ પહેલા જ સોશિયલ મીડિયા પર તેને બાયકોટ કરવાની માગ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર #BoycottLaalSinghChaddha ટ્રેન્ડ કરી રહ્યું છે. ફિલ્મને લઈને ક્રિએટ થઈ રહેલો નેગેટિવ માહોલ પર હવે આમિર ખાને મૌન તોડ્યું

વધુ જુઓ ...
    આમિર ખાનના ડ્રીમ પ્રોજેક્ટ લાલ સિંહ ચઢ્ઢા પર જોખમ મંડરાય રહ્યું છે. ફિલ્મ રિલીઝ પહેલા જ સોશિયલ મીડિયા પર તેને બાયકોટ કરવાની માગ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર #BoycottLaalSinghChaddha ટ્રેન્ડ કરી રહ્યું છે. ફિલ્મને લઈને ક્રિએટ થઈ રહેલો નેગેટિવ માહોલ પર હવે આમિર ખાને મૌન તોડ્યું. જાણો આમિર ખાને શું કહ્યું?

    આમિર ખાને શું કહ્યું?

    આમિર ખાન ફિલ્મની બોયકોટની ડિમાન્ડથી મુશ્કેલી અનુભવી રહ્યો છે. તેણે આ અંગે પોતાનો અભિપ્રાય આપતા કહ્યું હતું કે એક ફિલ્મને બનાવવામાં ઘણી જ મહેનત કરવી પડે છે. માત્ર એક્ટરની જ નહીં, પરંતુ ઘણાં લોકોની લાગણી ફિલ્મ સાથે જોડાયેલી હોય છે. ફિલ્મ જોયા બાદ દર્શકોને પંસદ કે નાપસંદ કરવાનો પૂરો અધિકાર છે.

    વધુમાં આમિરે કહ્યું હતું કે ફિલ્મ રિલીઝ પહેલાં આ પ્રકારની બાબતો દુઃખ પહોંચાડે છે. ખબર નહીં લોકો આવું કેમ કરી રહ્યા છે. તે માને છે કે કેટલાંક લોકોને એવું લાગે છે કે તે દેશને પ્રેમ કરતો નથી, પરંતુ તે એ લોકોને કહેવા માગે છે કે તે જેવું વિચારે છે, તે સાચું નથી. તે દેશને પ્રેમ કરે છે અને દેશવાસીઓને પણ. તે અપીલ કરવા માગે છે કે મહેરબાની કરીને ફિલ્મને બોયકૉટ ના કરો અને થિયેટરમાં જઈને જુઓ.

    બોક્સ ઓફિસ પર ફિલ્મની નિષ્ફળતા અંગે શું કહ્યું?

    આમિરે આગળ કહ્યું હતું કે એવું નથી કે ફિલ્મ નથી ચાલી. 'ગુંગબાઈ કાઠિયાવાડી', 'ભૂલ ભુલૈયા 2', 'કાશ્મીર ફાઇલ્સ', 'પુષ્પા' જેવી ફિલ્મ ચાલી જ છે. 'પુષ્પા'નું ઓપનિંગ કલેક્શન માત્ર એક કરોડ જ હતું, પરંતુ વર્ડ ઑફ માઉથને કારણે ફિલ્મ ચાલી. કોવિડને કારણે ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર ઝડપથી આવવા લાગી છે. તેની ફિલ્મ છ મહિના સુધી ડિજિટલ પ્લેટફોર્મ પર આવતી નથી.

    સાઉથ વર્સિસ બોલિવૂડ અંગે પણ કહ્યું

    સાઉથ વર્સિસ બોલિવૂડ અંગે વાત કરતાં આમિર ખાને કહ્યું હતું કે દરેક આર્ટિસ્ટ ઈચ્છે છે કે તેની ફિલ્મ આખો દેશ જુએ. તેઓ ઘણાં સમયથી તેમની ફિલ્મ તમિળ તથા તેલુગુમાં ડબ કરે છે. જોકે, જે રીતે સાઉથની ફિલ્મે બોલિવૂડ પર ક્રોસઓવર કર્યું છે, તે રીતે હિંદી ફિલ્મ ત્યાં પહોંચી શકી નથી. આ ઘણાં સમયથી શક્ય બન્યું નથી. આશા છે કે આ વખતે આવું થાય.

    ટોમ હેંક્સ અંગે પણ વાત કરી

    આમિર ખાન હોલિવૂડ એક્ટર ટોમ હેંક્સ જેવો લાગે છે, તેમ કહેવાય છે. આ અંગે આમિરે કહ્યું હતું કે ઘણીવાર તેને આ વાત કહેવામાં આવતી હતી. જ્યારે તે તેની જ ફિલ્મ કરી રહ્યો હતો ત્યારે તેણે આ વાત ઓબ્ઝર્વ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ તેને આવું લાગ્યું નહોતું. તેને લાગે છે કે બંને ઘણાં જ અલગ છે.

    બોક્સ ઓફિસ પર નિષ્ફળ થતી ફિલ્મો પર આમિરનો અભિપ્રાય

    આમિરે ખાને કહ્યું- એવું નથી કે ફિલ્મો નથી ચાલતી, ગંગુબાઈ, ભુલ ભૂલૈયા 2, કાશ્મીર ફાઈલ્સ, પુષ્પા હિટ રહી છે. પુષ્પા વિશે મેં સાંભળ્યું હતું કે એક કરોડની ઓપનિંગ ફિલ્મ રહી હતી. ઓડિયન્સને ફિલ્મ પસદ આવશે તો ચાલશે. મને લાગે છે કે કોવિડના કારણે ફિલ્મો થોડી વહેલા આવવા લાગી છે OTT પર. લોકોને લાગે છે કે જો હું થોડી રાહ જોઈ લઈશ તો ઘરે જ ફિલ્મ જોઈ લઈશ. જો કે મારી ફિલ્મોની સાથે આવું નથી થતું. મારી ફિલ્મ 6-6 મહિના સુધી OTT પર નથી આવતી.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Aamir khan

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन