Home /News /entertainment /'લાલ સિંહ ચઢ્ઢા'ના ભૂંડા હાલ જોયા બાદ નેટફ્લિક્સે આમિર ખાનની ફિલ્મ સાથે થયેલી ડીલ કેન્સલ કરી

'લાલ સિંહ ચઢ્ઢા'ના ભૂંડા હાલ જોયા બાદ નેટફ્લિક્સે આમિર ખાનની ફિલ્મ સાથે થયેલી ડીલ કેન્સલ કરી

નેટફ્લિક્સે ડીલ કેન્સલ કરી

લાલ સિંહ ચઢ્ઢાના ખરાબ બોક્સ ઓફિસ કલેક્શનને જોતા એવું લાગે છે આ ફિલ્મ ખરાબ રીતે પીટાઈ ગઈ છે. આમિર ખાનની કમબેક ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ હાલ થયા છે. લાલ સિંહ ચઢ્ઢા એટલી ખરાબ રીતે પછડાઈ ગઈ છે કે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. 'લાલ સિંહ ચઢ્ઢા'ને ડિજિટલ પ્લેટફોર્મ પર પણ લેવા કોઈ તૈયાર નથી.

વધુ જુઓ ...
    લાલ સિંહ ચઢ્ઢાના ખરાબ બોક્સ ઓફિસ કલેક્શનને જોતા એવું લાગે છે આ ફિલ્મ ખરાબ રીતે પીટાઈ ગઈ છે. આમિક ખાનની કમબેક ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ હાલ થયા છે. લાલ સિંહ ચઢ્ઢા એટલી ખરાબ રીતે પછડાઈ ગઈ છે કે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. 'લાલ સિંહ ચઢ્ઢા'ને ડિજિટલ પ્લેટફોર્મ પર પણ લેવા કોઈ તૈયાર નથી. હવે નેટફ્લિક્સે પણ પણ પીછેહઠ કરી છે.

    છેલ્લાં કેટલાંક સમયથી ડિજિટલ પ્લેટફોર્મનો ક્રેઝ વધતો જાય છે. આ જ કારણે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય તેના ચાર અઠવાડિયા પછી ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થતી હોય છે. 'લાલ સિંહ ચઢ્ઢા' ડિજિટલ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રિમ થવાની હતી. આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢાને ઘણા લોકો OTT પર આવવાની રાહ જોઈ રહ્યા હતા. જો કે હવે તેના પર પાણી ફરી વળ્યું છે.

    નેટફ્લિક્સે કેન્સલ કરી ડીલ

    સૂત્રોના મતે, બોક્સ ઓફિસ પર 'લાલ સિંહ ચઢ્ઢા'ના ભૂંડા હાલ જોયા બાદ નેટફ્લિક્સે આમિર ખાનની ફિલ્મ સાથે થયેલી ડીલ કેન્સલ કરી દીધી છે. આમિર તથા વાયકોમે 'લાલ સિંહ ચઢ્ઢા'ના ડિજિટલ રાઇટ્સ માટે 200 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. આટલું જ નહીં થિયેટર રિલીઝ તથા ડિજિટલ રિલીઝ વચ્ચે ઓછામાં ઓછા ત્રણ મહિનાનો ગેપ રાખવાની શરત મૂકી હતી. જોકે, હવે બોક્સ ઓફિસ પર જ ફિલ્મ પીટાઈ જતાં નેટફ્લિક્સે ફિલ્મને ખરીદવામાં કોઈ રસ બતાવ્યો નહીં અને જે ડીલ હતી તે પણ કેન્સલ કરી દીધી છે. હવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે આમિરની ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર લેવા માટે કોઈ તૈયાર જ નથી.

    11 દિવસમાં 55.89 કરોડની કમાણી

    11 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે 11 દિવસમાં માત્ર 55.89 કરોડની કમાણી કરી છે. આમિર ખાને ચાર વર્ષ બાદ આ ફિલ્મથી કમબેક કર્યું હતું. આ ફિલ્મ આમિરનો ડ્રીમ પ્રોજેક્ટ હતો, પરંતુ દર્શકોએ આ નકારી કાઢ્યો છે. ફિલ્મમાં આમિર ઉપરાંત કરીના કપૂર, મોના સિંહ પણ હતા. ફિલ્મને અદ્ધૈત ચંદને ડિરેક્ટ કરી હતી.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Aamir khan

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन