PM નરેન્દ્ર મોદીએ કરેલી Tweet પર આમિર ખાને કંઇક આમ આપ્યો જવાબ

News18 Gujarati
Updated: March 13, 2019, 3:48 PM IST
PM નરેન્દ્ર મોદીએ કરેલી Tweet પર આમિર ખાને કંઇક આમ આપ્યો જવાબ
PM મોદી સાથે મુલાકાત કરી રહેલો આમિર ખાન (ફાઇલ તસવીર)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ યુવાનોને વોટિંગ માટે પ્રેરિત કરવા માટે ટ્વિટર પર અપીલ કરી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: લોકસાભા ચૂંટણી 2019ની તારીખોની જાહેરાત થઇ ગઇ છે. દરેક પાર્ટી ઇચ્છે છે કે વધુમાં વધુ વોટર્સ મતદાન કરવા પોલિંગ બૂથે પહોંચે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ યુવાનોને વોટિંગ માટે પ્રેરિત કરવા માટે ટ્વિટર પર અપીલ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને આ કર્તવ્ય નિભાવવા કહ્યું છે. સાથે જ તેમણે ટ્વિટમાં સલમાન ખાન અને આમિર ખાનને પણ ટેગ કર્યા છે. જ્યારે આમિર ખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ટ્વિટનો જવાબ આપ્યો છે.

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર યુવાનોને અપીલ કરતાં લખ્યું, વોટિંગ માત્ર અધિકાર નહીં, પરંતુ કર્તવ્ય છે. ડિઅર સલમાન ખાન અને આમિર ખાન, આ સમય યુવાઓને વોટ આપવા માટે પોતાના અંદાજમાં મોટિવેટ કરવાનો છે. જેથી આપણે આપણું લોકતંત્ર અને દેશ મજબૂત કરી શકીએ.

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ટ્વિટ પર આમિર ખાને જવાબ આપ્યો છે. આમિર ખાને લખ્યું, બિલકુલ સાચું સર, માનનીય વડાપ્રધાન. દુનિયાના સૌથી મોટા લોકતંત્રના નાગરિક હોવાને લીધે આપણે બધાએ આમાં સામેલ થવું જોઇએ. આવો આપણી જવાબદારી નિભાવીએ અને આપણા મતાધિકારનો ઉપયોગ કરી આપણો અવાજ બુલંદ કરીએ. વોટ!
First published: March 13, 2019
વધુ વાંચો
अगली ख़बर