રસપ્રદ: ... જ્યારે આમિર ખાને કેટરીના કૈફ સામે રાખી દીધી વિચિત્ર શરત, ત્યારે અભિનેત્રી ગભરાઈ ગઈ હતી
રસપ્રદ: ... જ્યારે આમિર ખાને કેટરીના કૈફ સામે રાખી દીધી વિચિત્ર શરત, ત્યારે અભિનેત્રી ગભરાઈ ગઈ હતી
આમિર ખાન સલમાન ખાન કેટરીના કૈફ
ચેસ બોર્ડ પર પોતાની ચાલથી મોટા ખેલાડીઓને પણ માત આપી હતી, તેવા આમિર ખાને (Aamir Khan) કેટરીના કૈફ (Katrina Kaif) સામે તકનો લાભ ઉઠાવી એક શરત પણ મૂકી દીધી
આમિર ખાન (Aamir Khan) માત્ર ફિલ્મોમાં જ નહીં, સ્પોર્ટ્સમાં પણ પરફેક્શનિસ્ટ છે. જો તમે નથી જાણતા તો તમને જણાવી દઈએ કે, અમીર ચેસમાં એક્સપર્ટ છે. એક સમયે બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ (Katrina Kaif) ને પણ આમિર સાથે આમનો-સામનો થઈ ગયો હતો, જેણે ચેસ બોર્ડ પર પોતાની ચાલથી મોટા ખેલાડીઓને પણ માત આપી હતી, તેવા આમિરે કેટરીના સામે તકનો લાભ ઉઠાવી એક શરત પણ મૂકી દીધી. શરત એવી હતી કે, જો તે હારી જશે તો તેણે સલમાન ખાનના ઘર નીચે ગીત ગાવું પડશે.
કેટરિના કૈફ આમિર ખાનને ચેસમાં હરાવવા માંગતી હતી
એક સમય એવો હતો જ્યારે સલમાન ખાન (Salman Khan) અને કેટરીના કૈફ વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ હતા. બંનેની ઓફસ્ક્રીન અને ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. 2010માં બંનેનું બ્રેકઅપ થયું હતું. જોકે બંને હજુ પણ સારા મિત્રો છે. સલમાને હજી લગ્ન કર્યા નથી, પરંતુ કેટરીના હવે જીવનમાં આગળ વધી ગઈ છે. તાજેતરમાં, વિકી કૌશલ (Vicky Kaushal) સાથે લગ્ન કરીને તેના નવા પરિણીત જીવનનો આનંદ માણી રહી છે.
એક જૂનો વીડિયો સામે આવ્યો છે, જેમાં કેટરિના અને આમિર ખાન જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વીડિયો એક ચેટ શોનો છે. આમિર ખાન અને કેટરીના કૈફે 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' અને 'ધૂમ 3'માં સાથે કામ કર્યું છે. આ વીડિયોમાં આમિર જણાવી રહ્યો છે કે, કેવી રીતે કેટરિના તેને ચેસમાં હરાવવા માંગતી હતી.
આમિર ખાન વીડિયોમાં કહી રહ્યો છે કે 'કેટરિના કૈફે મને ચેસની રમતમાં હરાવવાની ચેલેન્જ આપી હતી. તે મને હરાવવા માટે એટલી ઉત્સાહી હતી કે તેણે થોડા મહિનાઓ સુધી ચેસની પ્રેક્ટિસ કરી અને પછી મને કહ્યું કે, હું આ રમત રમવા માટે તૈયાર છું. આવી સ્થિતિમાં અમે બંનેએ એકબીજાની સામે એક શરત મૂકી. કેટરીનાએ કહ્યું કે, જો હું જીતીશ તો તામારે મારી સાથે બીજી ફિલ્મ કરવી પડશે. પછી મેં કહ્યું કે, જો હું જીતી ગયો તો તમારે સલમાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની નીચે 'દિલ ચીઝ ક્યા હૈ આપ મેરી જાન લિયે' ગીત ગાવું પડશે.
વીડિયોમાં કેટરીના કૈફ આમિર ખાનની આ વાત પર શરમાતી જોવા મળી રહી છે. આમિર આગળ જણાવે છે કે, 'તે આ શરતથી એટલી ડરી ગઈ હતી કે, તેણે ક્યારેય ગેમ રમી નહીં. કેટરિના મારાથી હારવા માંગતી ન હતી, તેથી તેણે ક્યારેય મારી સાથે ચેસ નથી રમી. વીડિયોના અંતમાં કેટરીના મજાકમાં કહેતી જોવા મળે છે કે 'મે ઉન્હે જાન સે માર દુંગી'.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર