બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન (Aamir Khan) અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ 'લાલ સિંહ ચડ્ઢા (Laal Singh Chaddha)'ના કારણે ચર્ચમાં છે. ટોમ હેંક્સની ફોરેસ્ટ ગંપની ફિલ્મની હિન્દી રિમેક લાલ સિંહ ચડ્ઢા આ વર્ષે 11 ઓગસ્ટે રિલીઝ થશે. આમિરની આ ફિલ્મમાં કરિના કપૂરની સાથે સાઉથ એક્ટર નાગ ચૈતન્ય પણ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મમાં ચૈતન્ય એક આર્મી મેનેજરની ભૂમિકામાં જોવા મળશે. હવે તાજેતરમાં બોલિવૂડ એક્ટર કમાલ આર ખાને આમિર ખાન પર સમાંથા રૂથ પ્રભુ અને નાગ ચૈતન્યને અલગ કરવાનો આરોપ લગાવ્યો છે.
હકીકતમાં બેબાક નિવાદનોને લઈને સમાચારમાં રહેતા કમાલ આર ખાને આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાને લઈ ટ્વિટ કરતા લખ્યું, નાગ ચૈતન્યે પોતાના એક ડાયરેક્ટર મિત્રને કહ્યું કે તેને આ ફિલ્મ (લાલ સિંહ ચડ્ઢા) કરીને પસ્તાવો થઈ રહ્યો છે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આટલી ખરાબ હાલત થશે, પરંતુ હવે હું આ ફિલ્મને સારી કહેવા સિવાય બીજું કંઈ કરી શકતો નથી.
I got full story, how #AamirKhan convinced #NagaChaitanya to divorce his wife #Samantha. Means he is having full black heart 🖤! Toh Bhai Aise Aadmi Ki film Toh Nahi Chal Sakti. My review will release soon.
માત્ર એટલું જ નહીં કમાલ ખાને આમિર ખાન (Aamir Khan)ને ચૈતન્ય અને સમાંથાના છૂટાછેડાનું કારણ જણાવતા લખ્યું, હવે મને આખી કહાની ખબર પડી ગઈ છે કે કેવી રીતે આમિર ખાને નાગ ચૈતન્યને તેની પત્ની સમાંથાને છૂટાછેડા માટે મનાવ્યો હતો. એટલે કે તેનું દિલ ઘણું ખરાબ છે. એટલા માટે આવી વ્યક્તિની ફિલ્મો ન ચાલે. કમાલ આર ખાનની આ ટ્વિટ ઘણી વાયરલ થઈ રહી છે અને લોકો તેના પર કમેન્ટ કરી રહ્યા છે.
Today I want to say only this to Aamir:- Dear #LaalSinghChacha your cry drama is not going to help your crap film. It’s going to be a sure shot disaster. So better to accept it before the release only. So that you won’t feel bad after the release. All the best.
સમાંથા અને નાગા ચૈતન્યએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા, પરંતુ વર્ષ 2021માં બંને એકબીજાથી અલગ થઈ ગયા. બંનેએ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને છૂટાછેડાની જાણકારી આપી હતી. તાજેતરમાં કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણ દરમિયાન પણ સમાંથાએ પોતાના છૂટાછેડા વિશે ખુલીને વાત કરી હતી.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર