આમીર ખાન અને કિરણ રાવ છૂટાછેડા લીધા પછી પણ નહીં થાય 'અલગ,' સંયુક્ત નિવેદનમાં કહી ખાસ વાત

આમીર ખાન અને કિરણ રાવની ફાઇલ તસવીર

આમીર ખાન અને તેમની બીજી પત્ની કિરણ રાવે સંમતિથી છૂટાછેજા લઈ લીધા છે. બંને લગાન ફિલ્મના શૂટિંગ વખતે એકમેવના પ્રેમમાં પડ્યા હતા.

 • Share this:
  બૉલિવૂડના મિલેનિયમ લેજન્ડરી સ્ટાર આમીર ખાન (Aamir Khan) અને તેમની પ્રોડ્યુસર પત્ની કિરણ રાવે (Kiran Rao) આજે સર્વસંમતિથી નિર્દોષ છૂટાછેડા (Divorce) લીધા છે. જોકે પોતાના છૂટાછેડા લેવાની વાત બંનેએ એક સંયુક્ત નિવેદનમાં જણાવી છે. આમીર ખાન અને કિરણ રાવ બંને લગાન ફિલ્મના શૂટિંગ વખતે એકમેવના પ્રેમમાં પડ્યા હતા. આજે 15 વર્ષના લગ્ન જીવનનો તેમમે સુખદ અંત આણ્યો છે. જોકે, આ કપલે તેમના સંયુક્ત નિવેદનમાં જણાવ્યા મુજબ છૂટાછેડા લીધા બાદ પણ તેઓ 'અલગ' નહીં થાય એવું જણાવ્યું છે.

  આમિર અને કિરણે છૂટાછેડા અંગે સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે, "આ 15 સુંદર વર્ષોમાં આપણે સાથે મળીને જીવનકાળના અનુભવો, આનંદ અને હાસ્ય શેર કર્યા છે અને અમારો સંબંધ ફક્ત વિશ્વાસ, આદર અને પ્રેમથી વધ્યો છે."

  હવે અમે અમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવા માંગીએ છીએ અમે આગામી જીવનપતિ-પત્ની તરીકે નહીં, પણ સહ-માતાપિતા અને એકબીજાના પરિવાર તરીકે આગળ જીવવા માંગીએ છીએ.. અમે થોડા સમય પહેલા જ આયોજનપૂર્વક છૂટાછેડા લેવાની પ્રક્રિયાની શરૂઆત કરી હતી, અને હવે વ્યવસ્થાને ઔપચારિક જાહેર કરવામાં અમે સહજતા અનુભવીએ છીએ, એક સાથે રહેતા હોવા છતાં, અમારા જીવનને એક વિસ્તૃત પરિવાર તરીકે અમે આગળ ધપાવીશું. અમે અમારા પુત્ર આઝાદને સમર્પિત માતાપિતા છીએ, જેને અમે સાથે મળીને ઉછેરીશું. એટલે કે માતાપિતા તરીકે, આમિર અને કિરણ એક સાથે જોડાશે.

  આ પણ વાંચો : આમિર ખાને 15 વર્ષ બાદ બીજી પત્ની કિરણ રાવ સાથે લીધા છૂટાછેડા, જાતે આપ્યું નિવેદન

  આ સિવાય છૂટાછેડા પછી પણ કિરણ આમિર સાથે ફિલ્મ્સ બનાવવાનું ચાલુ રાખશે. આમિર અને કિરણે સાથે મળીને 'પાની' ફાઉન્ડેશન શરૂ કર્યું, જે અંતર્ગત આ જોડી ખૂબ કામ કરી રહી છે. આ ફાઉન્ડેશન દ્વારા પણ, તે બંને જોડાયેલા હશે. આમિર અને કિરણે તેમના નિવેદનમાં કહ્યું છે કે, 'અમે ફિલ્મો, પાની ફાઉન્ડેશન અને અન્ય પ્રોજેક્ટ્સમાં સહયોગીઓ તરીકે પણ કામ કરવાનું ચાલુ રાખીશું, જેના વિશે પણ અમે ઉત્સાહ અનુભવીએ છીએ. અમારા સંબંધોમાં આ વિકાસને સતત સમર્થન આપવા અને સમજવા માટે અમારા પરિવારો અને મિત્રોનો ઘણા આભાર, જેમના વિના અમે આ પગલું ભરવામાં એટલું સલામત અનુભવી શક્યા ન હોત.

  આ પણ વાંચો : આ ગુજરાતણના યોગની તસવીરો જોઈને ઉડી જશે તમારા હોંશ, સોશિયલ મીડિયામાં તસવીરો Viral

  આ નિવેદનમાં જોડીએ કહ્યું છે કે તેઓ ઇચ્છે છે કે તેમના ચાહકો અને દરેક જણ આ છૂટાછેડાને અંત તરીકે નહીં પરંતુ નવી યાત્રાની શરૂઆત તરીકે જોવે. કિરણ અને આમિરને એક પુત્ર આઝાદ છે. કિરણ પહેલા આમિર ખાને રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. રીના અને આમિરને બે બાળકો આયરા અને જુનૈદ છે.
  Published by:Jay Mishra
  First published: