શું આમિર ખાન ત્રીજી વાર લગ્ન કરવા જઈ રહ્યા છે! શું છે સત્ય?

આમિર ખાન ફરી લગ્ન કરશે

આમિર ખાન પોતાની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ (Laal Singh Chaddha) રિલીઝ થશે, ત્યાર બાદ પોતાના ત્રીજા લગ્નની જાહેરાત કરશે. આ અફવા ઊડ્યા બાદ સંપૂર્ણ હકીકત સામે આવી

  • Share this:
બોલીવુડ અભિનેતા આમિર ખાન અને કિરણ રાવે (Aamir Khan and Kiran rao) છૂટાછેડા લીધા બાદ હવે આમિર ખાન (Aamir Khan) ત્રીજી વખત લગ્ન કરવાનું વિચારી રહ્યા હોવાની અફવા ઊડી રહી છે. આમિર ખાન અને કિરણ રાવ (Kiran Rao)ને 9 વર્ષનો બાળક આઝાદ રાવ છે. ઉલ્લેખનીય છે કે, લગ્નના 15 વર્ષ બાદ તેમણે છૂટાછેડાની જાહેરાત કરી હતી.

સૂત્રો અનુસાર અનુસાર આમિર ખાન પોતાની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ (Laal Singh Chaddha) રિલીઝ થશે, ત્યાર બાદ પોતાના ત્રીજા લગ્નની જાહેરાત કરશે. આ અફવા ઊડ્યા બાદ સંપૂર્ણ હકીકત સામે આવી છે.

આ સંપૂર્ણ બાબત અંગે એક સ્ત્રોતે IndiaToday.inને માહિતી આપી હતી કે જે પણ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, તે સંપૂર્ણપણે ખોટી છે. આમિર ખાનના ત્રીજા લગ્નની વાત એ માત્ર એક અફવા છે.

આમિર ખાન અને કિરણ રાવ અલગ થયા બાદ તેમના છૂટાછેડાના કારણની ચર્ચા કરવામાં આવી રહી હતી. કહેવામાં આવતું હતું કે, તેમના છૂટાછેડાનું કારણ દંગલની કો-સ્ટાર ફાતિમા સના શેખ સાથે આમિર ખાનનું રિલેશનશીપ છે. આમિર અને કિરણે એકબીજાની સંમતિથી છૂટાછેડાની જાહેરાત કરી હતી, તેમ છતાં ફાતિમા સના શેખ ટ્રોલ કરવામાં આવી હતી.

ફાતિમાએ એક ઈન્ટરવ્યૂમાં આ અંગે જણાવ્યું હતું કે, ‘જે લોકોને હું ઓળખતી નથી, તે લોકો મારા વિશે લખી રહ્યા છે. તેમને હકીકતની કોઈ જ ખબર નથી. આ લખાણ વિશે વાંચીને લોકો વિચારી રહ્યા છે, કે હું એક સારી વ્યક્તિ નથી. મારી બાબત વિશે મને પૂછો, હું નથી ઈચ્છતી લોકો મારા વિશે કોઈ ખોટી ધારણાઓ બાંધી લે.’

આમિર ખાન વર્ષ 2001 માં લગાનના સેટ પર કિરણને મળ્યા હતા. કિરણ એક આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતી અને આમિર ખાન ફિલ્મ લગાનમાં મુખ્ય પાત્ર ભજવી રહ્યા હતા. તે સમયે આમિર ખાને રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા, જે ફિલ્મ લગાનની એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર હતી.

આમિર ખાન પત્ની રીનાથી કાયદાકીય રીતે અલગ થવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આમિર ખાનને કિરણ રાવ સાથે પ્રેમ થઈ ગયો હતો. આમિર ખાન અને કિરણ રાવ 28 ડિસેમ્બર 2005ના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. વર્ષ 2011માં આમિર ખાનના પુત્ર આઝાદનો જન્મ થયો.

આમિર ખાને વર્ષ 1986માં રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2002માં છૂટાછેડા લીધા હતા. રીના દત્તા હાલ એક પુત્ર જુનૈદ ખાન અને પુત્રી ઈરાન ખાનની માતા છે.

આ પણ વાંચોરસપ્રદ કહાની : ન ફર્યા સાત ફેરા, ન પઢ્યા નિકાહ, છતાં કરીના કપૂર બની સૈફ અલી ખાનની બેગમ

આમિર ખાન ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ માં કરીના કપૂર સાથે જોવા મળશે. આ ફિલ્મ 1994માં રિલીઝ થયેલ ફિલ્મ Forrest Gump નું ઓફિશિયલ અડેપ્શન છે. લાલ સિંહ ચઢ્ઢા આગામી વર્ષે 14 એપ્રિલના રિલીઝ થશે અને થિયેટરમાં KGF 2 સાથે ટકરાશે.
First published: