સોશિયલ મીડિયામાં છવાઇ આમિર ખાનની 'રુબરુ રોશની', 7 ભાષામાં રીલિઝ

News18 Gujarati
Updated: January 27, 2019, 10:10 AM IST
સોશિયલ મીડિયામાં છવાઇ આમિર ખાનની 'રુબરુ રોશની', 7 ભાષામાં રીલિઝ
આમિર ખાનની ફિલ્મ રુબરુ રોશની શનિવારે સ્ટાર નેટવર્ક પર સાત ભાષાઓમાં પ્રસારિત થઇ

ફિલ્મની ટેગલાઇન છે, 'તીન અવિશ્વસનીય સચ્ચી કહાનિયાં', ફિલ્મમાં નુકસાન અને ક્ષમાની ભાવનાની વાર્તા તમને હચમચાવશે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: અભિનેતા-નિર્માતા આમિર ખાનની ફિલ્મ 'રુબરુ રોશની' શનિવારે સ્ટાર નેટવર્ક પર સાત ભાષાઓમાં પ્રસારિત થઇ હતી. પ્રસારણ બાદ દર્શકોમાં ફિલ્મનો પ્રભાવ જોવા મળ્યો. દર્શકો ફિલ્મની પ્રશંસા કરી રહ્યાં છે. જ્યારે સોશિયલ મીડિયામાં #RubaruRoshni ટ્રેન્ડ થઇ રહ્યું છે.

ફિલ્મની ટેગલાઇન છે, 'તીન અવિશ્વસનીય સચ્ચી કહાનિયાં'. ફિલ્મમાં નુકસાન અને ક્ષમાની ભાવનાની વાર્તા તમને હચમચાવશે. ફિલ્મ પૂરી થયા બાદ પણ આ ડોક્યુમેન્ટ્રી તમારા મગજમાં ફરશે.

'રુબરુ રોશની' આમિરની ચર્ચિત ફિલ્મ 'રંગ દે બસંતી'ના ગીત 'રુબરુ'ના લિરિક્સ છે. જે પ્રસૂન જોશીએ લખ્યા હતા. આ ગીતના સિંગર નરેશ અય્યર રાષ્ટ્રીય પુરસ્કાર પણ જીતી ચૂક્યા છે.

ફિલ્મની રીલિઝ પહેલાં મળેલી પ્રતિક્રિયાને જોતાં ગઇકાલે આમિર ખાન ઇન્સ્ટાગ્રામ પર લાઇવ થયો હતો અને પ્રશંસકો સાથે વાતચીત કરી હતી. જ્યાં તેણે ફિલ્મ વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે આ ફિલ્મ નિહાળવી બધા માટે કેટલી જરૂરી છે.

આ પણ વાંચો: Viral:જ્યારે આમિર ખાનને મળી ટીવીની કોમોલિકાઆમિર ખાન આ પહેલાં સ્પષ્ટ કરી ચૂક્યો છે કે, તેની આ ફિલ્મ 'સત્યમેવ જયતે'નો નવો એપિસોડ નથી. આમિર અંતમાં એક ખાસ વસ્તુ કહે છે કે 'દિલ પર લગેગી તભી બાત બનેગી' અને દર્શકોને ફિલ્મ જોવા માટે આમંત્રિત કરે છે.

તાજેતરમાં જ આમિર ખાને નિકટના મિત્રો અને પરિવાર માટે મુંબઇમાં એક સ્ક્રિનિંગનું આયોજન કર્યું હતું. ફિલ્મ જોયા બાદ કરન જોહર, પરિણીતિ ચોપડા, સિદ્ધાર્થ મલ્હોત્રા સહિતની હસ્તીઓએ ફિલ્મના ખૂબ વખાણ કર્યા હતા.

સ્વાતી ચક્રવર્તી ભટકલ દ્વારા નિર્દેશિત અને આમિર ખાન દ્વારા નિર્મિત 'રુબરુ રોશની'માં ક્ષમાના ત્રણ પ્રભાવશાળી કિસ્સા બતાવવામાં આવ્યા છે.

 
First published: January 27, 2019, 10:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading