મુંબઈ : સુપરસ્ટાર આમિર ખાનની (Aamir Khan) પુત્રી ઇરા ખાન (Ira Khan)બોલિવૂડની પોપ્યુલર સ્ટાર કિડ્સમાંથી એક છે. ઇરા પોતાની પર્સનલ લાઇફ અને સોશિયલ મીડિયા (Social media)પોસ્ટના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં પહેલા પણ વાયરલ થયા છે. ઇરા ખાને ફરી એવું કર્યું છે કે તે ચર્ચામાં આવી ગઈ છે. ઇરા ખાને પોતાના બોયફ્રેન્ડ નુપૂર શિખરે (Nupur Shikhare)સાથે તસવીર શેર કરી છે. જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
બોયફ્રેન્ડ સાથે વેકેશન પર છે ઇરા
ન્યૂ યરના પ્રસંગે ઇરા યૂરોપ વેકેશન માટે ગઈ છે. તેણે પોતાના બોયફ્રેન્ડ સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરી અને તસવીર પણ શેર કરી છે. પહેલી તસવીરમાં બન્ને એકબીજાને જોઈ રહ્યા છે. જ્યારે બીજી તસવીરમાં ઇરા પોતાના બોયફ્રેન્ડને કિસ કરતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં તેણે શોર્ટ સ્કર્ટ, ટોપ અને જેકેટ પહેર્યું છે. બન્ને એકસાથે ઘણા સારા લાગી રહ્યા છે અને લોકોને પણ તેમની તસવીર પસંદ આવી રહી છે.
બીજી તરફમાં નુપૂર બ્લૂ શર્ટ અને બો ટાઇમાં જોવા મળે છે. તેણે પોતાના લુકને હેટ સાથે કમ્પ્લિટ કર્યો છે. બન્નેની રોમાંટિક જોડીને લોકો પસંદ કરી રહ્યા છે. ઇરા ખાન હંમેશા પોતાના બોયફ્રેન્ડ સાથેની તસવીર શેર કરતી રહે છે.
તસવીરોને શેર કરતા ઇરાએ કેપ્શનમાં લખ્યું કે મેરી ક્રિસમસ પાર્ટ 1. તેના બોયફ્રેન્ડ નુપૂરે કોમેન્ટ સેક્શનમાં હાર્ટનું ઇમોજી બનાવ્યું છે. તેમની આ તસવીરો પર યૂઝર્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. કોઇ તેને પરફેક્ટ કપલ કરી રહ્યા છે. અન્ય એક યૂઝરે તેમેન સૌથી બ્યૂટિફૂલ કપલ કહ્યા છે. એક યૂઝરે લખ્યું કે તમે બન્ને પરફેક્ટ લાગી રહ્યા છો માશાલ્લાહ.
તમને જણાવી દઈએ કે ઇરા ખાન ડાયરેક્ટર બનવા માંગે છે. તેમણે થોડાક દિવસો પહેલા જ એક પ્લે ડાયરેક્ટ કર્યો હતો. જેમાં યુવરાજ સિંહની પત્ની અને અભિનેત્રી હેઝલ કીચ મુખ્ય ભૂમિકામાં હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર