આર્થિક તંગીને કારણે શાકભાજી વેચી રહ્યો છે આ બોલિવૂડ એક્ટર

જાવેદ હૈદરનો એક ટિકટૉક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં જાવેદ એક લારી ઉપર શાકભાજી વેચતો દેખાઇ રહ્યો છે.

જાવેદ હૈદરનો એક ટિકટૉક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં જાવેદ એક લારી ઉપર શાકભાજી વેચતો દેખાઇ રહ્યો છે.

  • Share this:
    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: લૉકડાઉન દરમિયાન સામાન્ય માણસને ઘર ચલાવવામાં તકલીફ પડી રહી છે ત્યારે કેટલાંક બોલિવૂડ કલાકાર પણ છે જેમને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. આ લિસ્ટમાં એવો વ્યક્તિ છે જે આમિર ખાન સાથે ફિલ્મમાં કામ કરી ચૂક્યો છે. આમિર ખાનની સાથે ફિલ્મ 'ગુલામ'માં કામ કરી ચૂકેલા એક્ટર જાવેદ હૈદરનો એક વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોમાં એક્ટરની દયનીય અને કંગાળ આર્થિક સ્થિત દેખાઇ રહી છે, એક્ટર શાકભાજી વેચીને પોતાનુ ગુજરાત ચલાવી રહ્યો છે.

    જાવેદ હૈદરનો એક ટિકટૉક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં જાવેદ એક લારી ઉપર શાકભાજી વેચતો દેખાઇ રહ્યો છે. સાથે તે આ વીડિયોમાં ગીત પણ ગાઇ રહ્યો છે. આર્થિક તંગી સામે ઝઝૂમી રહેલા આ એક્ટરનો વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.



    આ વીડિયોને એક્ટ્રેસ ડોલી બિન્દ્રાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે. ડૉલી બિન્દ્રાએ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું- તે એક્ટર છે, આજે તે શાકભાજી વેચી રહ્યો છે, જાવેદ હૈદર..... લૉકડાઉન અને કોરોના વાયરસના કારણે હાલ કોઇ કામ નથી મળી રહ્યું. વીડિયો પર કૉમેન્ટ કરીને લોકો અલગ અલગ રિએક્શન આપી રહ્યાં છે. જોકે, એક્ટર આ ટિકટૉક વીડિયોમાં પરેશાન નહીં પરંતુ ગીતો ગાઇને ખુશ દેખાઇ રહ્યો છે. તે ગાઇ રહ્યો છે દુનિયા મે રહના હૈ તો કામ કર પ્યારે.....

    ડોલીએ વધુમાં લખ્યું- જાવેદ હૈરર એક ભારતીય એક્ટર છે, જે ફિલ્મ બાબર (2009) અને ટીવી સીરીઝ જેની ઔર જુજૂ (2012)માં કામ કરી ચૂક્યો છે. સાથે તેને ફિલ્મ લાઇફ કી ઐસીતૈસીમાં પણ કામ કર્યુ હતુ.
    Published by:Margi Pandya
    First published: