Home /News /entertainment /શું આમિર ખાન-રણબીર કપૂરને લઈને મેગા બજેટ ફિલ્મ બનશે? અનુરાગ બાસુ સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં વ્યસ્ત
શું આમિર ખાન-રણબીર કપૂરને લઈને મેગા બજેટ ફિલ્મ બનશે? અનુરાગ બાસુ સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં વ્યસ્ત
આમિર ખાન અને રણબીર કપૂરની મેગા બજેટ ફિલ્મ બનશે?
અનુરાગ બાસુ (Anurag Basu) આમિર ખાન અને રણબીર કપૂર (Aamir Khan Ranbir Kapoor) ની ફિલ્મ માટે સ્ક્રિપ્ટ ડેવલપ કરવાનો પ્રયાસ કરી રહ્યા, આમિર અને રણબીર આ પ્રોજેક્ટને લઈને દર્શકોની અપેક્ષાઓથી વાકેફ છે. તેથી, તેમને આ ફિલ્મ પર કામ શરૂ કરવાની કોઈ ઉતાવળ નથી
આમિર ખાન (Aamir Khan) અને રણબીર કપૂર (Ranbir Kapoor) એક પ્રોજેક્ટ માટે સાથે આવી શકે છે, જેના પર હાલમાં 'આમીર ખાન પ્રોડક્શન' દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. આ મેગા બજેટ ફિલ્મની તૈયારીઓ ચાલી રહી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે, અનુરાગ બાસુ (Anurag Basu) આ ફિલ્મને ડાયરેક્ટ કરી શકે છે.
પિકનવિલા દ્વારા એક સ્ત્રોતને ટાંકવામાં આવ્યું છે કે,, “અનુરાગ બાસુ આમિર ખાન અને રણબીર કપૂર (Aamir Khan Ranbir Kapoor)ની ફિલ્મ માટે સ્ક્રિપ્ટ ડેવલપ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે, તેનો બેઝિક આઈડીયા 'આમીર ખાન પ્રોડક્શન' દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. અનુરાગ બાસુને અભિનેતાની ઇન-હાઉસ ટીમ સાથે સ્ક્રિપ્ટ તૈયાર કરવા માટે બોલાવવામાં આવ્યા છે. હાલમાં આ ફિલ્મ પ્રારંભિક તબક્કામાં છે. આમિર ખાન અને રણબીર કપૂરની જોડી ફાઇનલ આઉટપુટથી સંપૂર્ણ સંતુષ્ટ થયા પછી જ તેના પર કામ કરવાનું નક્કી કરશે.
આમિર અને રણબીર આ પ્રોજેક્ટને લઈને દર્શકોની અપેક્ષાઓથી વાકેફ છે. તેથી, તેમને આ ફિલ્મ પર કામ શરૂ કરવાની કોઈ ઉતાવળ નથી. ફિલ્મના લેખન સંબંધિત કાર્યને નોંધપાત્ર સમય આપવામાં આવશે, ત્યારબાદ પ્રોજેક્ટને પ્રી-વિઝ્યુલાઇઝેશન સ્ટેજ પર લઈ જવામાં આવશે.
આમિર-રણબીરની ભાવિ ફિલ્મ પ્રારંભિક તબક્કામાં છે
સ્ત્રોતે પોર્ટલને વધુમાં જણાવ્યું હતું કે, “પ્રોજેક્ટમાં ઘણું બધું VFX કામ છે, તેથી તે ખૂબ જોખમી પ્રસ્તાવ છે. આમિર જેવા પરફેક્શનિસ્ટો એક વિઝ્યુઅલ બ્લુપ્રિન્ટ ઇચ્છે છે જે ફિલ્મ કેવી દેખાશે તેનો ખ્યાલ આપે. જો બધું બરાબર રહેશે તો ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે. અત્યારે, તે પ્રારંભિક તબક્કામાં છે.
આમિરની 'લાલ સિંહ ચઢ્ઢા' 11 ઓગસ્ટે રિલીઝ થશે
અનુરાગે રણબીર સાથે 'બરફી' અને 'જગ્ગા જાસૂસ' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે, જ્યારે દિગ્દર્શક દાયકાઓથી આમિર ખાનના ફેન છે. અગાઉ બંનેની સાથે કામ કરવાની ચર્ચાઓ પણ સામે આવી હતી. આ પ્રોજેક્ટ હાલમાં પ્રી-પ્રોડક્શનના તબક્કામાં છે, જ્યારે સાંભળવામાં આવે છે કે, આમિરની આગામી ફિલ્મ (Aamir Khan Upcoming Movie) સ્પેનિશ ફિલ્મ 'કેમ્પિયન્સ'ની સત્તાવાર રિમેક હશે, જેનું નિર્દેશન આરએસ પ્રસન્ના કરશે. 'લાલ સિંહ ચઢ્ઢા' 11 ઓગસ્ટે રિલીઝ થશે. આ પછી, તેનું શૂટિંગ 2022 ના છેલ્લા ક્વાર્ટરમાં શરૂ થવાની આશા છે.
બીજી તરફ, રણબીર હાલમાં લવ રંજનની આગામી ફિલ્મ અને 'એનિમલ'ના શૂટિંગ વચ્ચે તાલમેલ કરી રહ્યા છે. તે 'રામાયણ'માં હૃતિક રોશન સાથે ખાસ ભૂમિકા ભજવવા માટે ચર્ચામાં છે. જોકે, આમિર ખાનની ફિલ્મની જેમ આ પણ એક હેવી પ્રોજેક્ટ છે. રામાયણનું નિર્દેશન નિતેશ તિવારી કરશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર