આમિર-કિરણે છૂટાછેડાની જાહેરાત બાદ ફેન્સ માટે જાહેર કર્યો VIDEO, હાથ પકડીને કહ્યું- અમે એક જ પરિવાર છીએ

(PHOTO- Youtube/Paani Foundation)

છૂટાછેડાની જાહેરાત બાદ આમિર ખાન (Aamir Khan) અને કિરણ રાવ (Kiran Rao) હવે તેનાં ચાહકો માટે એક વીડિયો મેસેજ લઇને આવ્યો છે. પૂર્વ પતિ પત્નીએ હાથમાં હાથ પકડીને તમામ ફેન્સને આશ્વાસન આપ્યું છે કે, તે આજે પણ એક જ પરિવારનો ભાગ છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં મિસ્ટર પરફેલ્શનિસ્ટ આમિર ખાન (Aamir Khan)એ ગત બુધવારે તેની પત્ની કિરણ રાવ (Kiran Rao) સાથે છૂટાછેડાની જાહેરાત કરી છે. બંનેએ એક જોઇન્ટ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે, તેઓ સહમતિથી અલગ થઇ રહ્યાં છે. પણ, અલગ થયા બાદ તેઓ એક મિત્ર અને પરિવારની જેમ રહેશે. શનિવારે છૂટાછેડાની જાહેરાત બાદ આમિર ખાન અને કિરણ રાવ હવે પ્રશંસકો માટે એક વીડિયો મેસેજ (Aamir Khan Kiran Rao Video Message) માટે એક સાથે આવ્યાં છે. પૂર્વ પતિ પત્નીએ હાથમાં હાથ નાખીને તમામ ફેન્સને આશ્વાસન આપ્યું છે કે, આજે પણ તેઓ એક જ પરિવારનો ભાગ છે.

  આ પણ વાંચો-રાજ કૌશલનાં નિધન બાદ રોહિત રોયને થઇ રહી છે મંદિરાની ચિંતા, બોલ્યો- તેનો હાલ જોઇ મારો...

  શેર કરવામાં આવેલાં વીડિયોમાં આમિર ખાન અને કરિણ રાવ એકબીજાનો હાથ પકડીને બેઠેલાં નજર આવે છે. તે તેનાં ફેન્સને સંબોધિત કરતાં કહે છે કે, 'આપ લોકોને દુખ પણ થયુ હશે. સારુ નહીં લાગ્યું હોય, આંચકો લાગ્યો હશે. અમે બસ આપને એટલું જ કહેવાં ઇચ્છીએ છીએ કે, અમે બંને ખુબજ ખુશ છીએ.અને અને અમારો એક જ પરિવાર છે. અમારા સંબંધમાં બદલાવ આવ્યો છે પણ અમે લોકો એકબીજાની સાથે જ છીએ. આપ લોકો એવું ક્યારેય ન વિચારતા કે અમે એકબીજાથી દૂર છીએ.'  આમિર ખાને કહ્યું કે, તે અને કિરણ તેમનાં નોન-પ્રોફિટ ફાઉન્ડેશનને તેમનાં બાળક જેવું માને છે. તે કહે છે કે, 'પાણી ફાઉન્ડેઝશન અમારા માટે આઝાદ જેવું છે. જે આમારું બાળક છે. જેમ આઝાદ તેમ પાણી ફાઉન્ડેશન. તો અમે લોકો હમેશાં ફેમિલી રહીશું. અમારા માટે આપ લોકો દુઆઓ કરશો. પ્રાર્થના કરશો કે અમે ખુશ થઇએ.બસ આટલું જ કહેવું છે અમારું. '

  આ પણ વાંચો- મંદિરા બેદીએ પતિ રાજ કૌશલનાં નિધનનાં 3 દિવસ બાદ ઉઠાવ્યું મોટું પગલું, ફેન્સને પણ લાગ્યો આંચકો

  આપને જણાવી દઇએ કે, (Aamir Khan) અને કિરણ રાવનાં લગ્ન વર્ષ 2005માં થયા હતાં. તેમનાં લગ્ન 15 વર્ષ બાદ તેમણે અલગ થવાનો નિર્ણય કર્યો છે. તેઓને એક દીકરો આઝાદ છે જેની ઉંમર 9 વર્ષ છે. 3 જૂનનાં રોજ એક જોઇન્ટ સ્ટેટમેન્ટ જાહેરી કરી તેમણે છૂટાછેડાની જાહેરાત કરી હતી.
  Published by:Margi Pandya
  First published: