લૉકડાઉનમાં પોતાના આસિસ્ટન્ટને અંતિમ વિદાય આપવા પહોંચ્યા આમિર - કિરણ, પરિવારને આપી સાંત્વના

News18 Gujarati
Updated: May 14, 2020, 10:11 AM IST
લૉકડાઉનમાં પોતાના આસિસ્ટન્ટને અંતિમ વિદાય આપવા પહોંચ્યા આમિર - કિરણ, પરિવારને આપી સાંત્વના

  • Share this:
મુંબઈઃ ગયા મહિને બોલિવૂડે બે દિગ્ગજ અભિનેતાઓ ઈરફાન ખાન અને ઋષિ કપૂરને ગુમાવી દીધા હતા. બીજી તરફ હવે ઇન્ડસ્ટ્રીથી વધુ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. જે બાદ ગઇકાલે બુધવારે બોલિવૂડ એક્ટર આમિર ખાન (Aamir Khan)ના આસિસ્ટન્ટ (Assistant) અમોસ (Amos) નું નિધન થયું હતુ. આ દુખદ સમાચાર બાદ આમિર ખાન અને કિરણ રાવ પોતાની જાતને રોકી ન શક્યા અને લૉકડાઉન વચ્ચે પણ તેઓ અમોસનાં અંતિમ સંસ્કારમાં પરિવાર સાથે જોડાયા.

અમોસનાં અંતિમ સંસ્કાર બુધવારનાં રોજ જ કરવામાં આવ્યાં. લૉકડાઉનમાં પણ આમિર અને કિરણ આમોસનાં અંતિમ સંસ્કારમાં ચહેરા પર માસ્ક લગાવીને ગયા હતાં.

અમોસ અને આમિરનો સાથ ઘણો લાંબો હતો, જેના કારણે એક્ટરને તેમના મોતનો ઊંડો આઘાત પણ લાગ્યો છે. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીમાં તેમના નિધનના સમાચારથી શોક છવાઈ ગયો છે. મળતી માહિતી મુજબ અમોસ છેલ્લા 25 વર્ષથી આમિરના આસિસ્ટન્ટ હતા. તેમની ઉંમર 60 વર્ષ હતી અને તેમની તબીયત અચાનક બગડી હતી. ત્યારબાદ આમિર ખાન, તેમની પત્ની કિરણ રાવ અને તેમની ટીમ તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈને ગયા હતા.
અમોસનું મોત હાર્ટ અટેકના કારણે થયું હતુ. 60 વર્ષીય અમોસ હોલી ફેમિલી હૉસ્પિટલમાં દાખલ હતા અને અહીં જ તેમણે છેલ્લા શ્વાસ લીધા.

આ પણ વાંચો : ઇરફાન ખાનને મહારાષ્ટ્રના આ ગામે આપી અનોખી શ્રદ્ધાંજલિ, ચોતરફ થઇ રહ્યા વખાણ
મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેમના નિધનની જાણકારી આમિર ખાનની સાથે ફિલ્મ લગાનમાં કામ કરી ચૂકેલા કરીમ હાજીએ આપી છે. તેઓએ જણાવ્યું કે અમોસ સવારે અચાનક પડી ગયા હતા, ત્યારબાદ આમિર, કિરણ રાવ અને તેમની ટીમે તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.


અમોસ હાલમાં જ દાદા બન્યા હતા. તેઓ પોતાની પાછળ પત્ની અને બે દીકરા છોડી ગયા છે. કરીમ હાજીએ પીટીઆઈને જણાવ્યું કે અમોસે આમિર ખાન જેવા સુપરસ્ટાર સાથે કામ કરતા હતા પરંતુ તેઓ વ્યવહારે ખૂબ સરળ હતા. તેઓ ખૂબ જ સારા માણસ હતા. મહેનતુ હોવાની સાથે અમોસ એક ઉત્સાહી વ્યક્તિ હતા.

આ વીડિયો પણ જુઓ - 
First published: May 14, 2020, 10:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading