અનુરાગ કશ્યપ (Anurag Kashyap)એ તેની દીકરી આલિયા કશ્યપ (Aaliyah Kashyap) માટે કૂલ ડેડ છે. અનુરાગ, આલિયા વચ્ચેની બોન્ડિંગની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. બંને વચ્ચેનો સંબંધ ઘણો ખાસ છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ ફિલ્મમેકર અનુરાગ કશ્યપ (Anurag Kashyap) તેની દીકરી આલિયા કશ્યપ (Aaliyah Kashyap) માટે કૂલ ડેડ છે. અનુરાગ, આલિયાની વચ્ચે બોન્ડિંગની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. બંને વચ્ચેનો સંબંધ ઘણો ખાસ છે. આલિયા તેનાં પિતા સાથે દરેક વાત શેર કરે છે. હાલમાં ફાધર્સ ડેનાં દિવસે આળિયાએ પિતા અનુરાગ કશ્યપની સાથે એક વીડિયો શેર કર્યો છે. જે તેણે તેનાં યૂટ્યૂબ પર અપલોડ કર્યો છે.
વીડિયોમાં આલિયા કશ્યપ (Aaliyah Kashyap)ની સાથે પિતા અનુરાગ કશ્યપ અને તેનો બોયફ્રેન્ડ પણ નજર આવે છે. વીડિયોમાં આલિયા તેનાં પિતાને સવાલો પુછતી નજર આવે છે એક યૂઝર અનુરાગને પુછે છે કે, જો આપની દીકરી આપને કહે કે તે પ્રેગ્નેન્ટ છે તો આપનું શું રિએક્શન હશે? તો આ પ્રશ્નનો જવાબ આપતાં અનુરાગે કહ્યું કે, 'હું તેને પુછીશ કે, શું તુ પાક્કુ આ ઇચ્છે છે.' જે પણ તું કરીશ હું આપની સાથે છું. આ તું જાણે છે. ' અનુરાગ કહે છે કે, 'હું તેને સ્વિકારીશ. તે જે પણ કરશે હું હમેશાં તેની સાથે રહીશ. હું તેને એમ પણ કહીશ કે, આનાં માટે આપે ઘણું બધુ સહન કરવું પડશે. પણ અંતમાં તો હું ત્યારે પણ તારી સાથે રહીશ.'
" isDesktop="true" id="1107323" >
આલિયાએ આ સેશનનું નામ Asking Your Dad Awkward Qustion રાખ્યું હતું. આ સેશન પહેલાં અનુરાગ, આલિયા અને તેનાં બોયફ્રેન્ડની સાથે આઇસક્રીમ ખાવા પણ જાય છે. આલિાય પોતે ડ્રાઇવ કરીને આઇસક્રિમ ખાવા માટે લઇને જાય છે. આલિયાની સાથે તેનો બોયફ્રેન્ડ આગળ બેસે છે અને અનુરાગ પાછળની સીટ પર બેસે છે.
આલિયાનાં બોયફ્રેન્ડ વિશે વાત કરતાં અનુરાગ કહે છે કે, 'તે સારો યુવક છે. મને તે પસંદ છે કારણ કે તે આધ્યાત્મિક છે.' અનુરાગની આ વાત સાંભળી આલિયા ખુશ થઇ જાય છે. વીડિયોમાં અનુરાગ કહે છે કે, આજનાં બાળકો ખુબજ એક્સપ્રેસિવ છે તેઓ ખુલીને વાત કરવાનું પસંદ કરે છે. ન કે તેમનાં સમયનાં બાળકો જેવાં જેઓમાં કંઇપણ બોલવાની હિંમત ન હતી. તેથી જ મને લાગે છે કે, પેરેન્ટ્સે તેમનાં બાળકો પર પોતાને થોપવાનો પ્રાયસ બંધ કરી દેવો જોઇએ.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર