એન્જિયોપ્લાસ્ટી બાદ Anurag Kashyapનો બદલાયો લૂક, ઓળખવો થયો મુશ્કેલ

અનુરાગનો બદલાયો લૂક

હાલમાં તેણે તેનાં પિતાનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં યૂઝર્સ એન્જિયોપ્લાસ્ટી બાદ તેની પહેલી ઝલક જોઇ શકે છે. વીડિયોમાં અનુરાગનો લૂક એકદમ અલગ લાગે છે. તે ટકલો દેખાય છે. અને તેની આઇબ્રો પણ વધી ગઇ છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં જાણીતા એક્ટર ડિરેક્ટર અનુરાગ કશ્યપ (Anurag Kashyap)એ હાલમાં જ હાર્ટ એટેક બાદ મુંબઇનાં અંધેરી સ્થિત એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. જ્યાં ચેકઅપ બાદ તે સ્પષ્ટ થયુ છે અને હાર્ટમાં બ્લોકેજ (Blockage in Heart) એવામાં તેની એન્જિયોપ્લાસ્ટી (Angioplast) કરાવી હતી.

  હાલમાં તેનાં સ્વાસ્થ્યમાં સુધારો છે. તે ઘર પર આરામ કરી રહ્યો છે. આ સમાચાર બાદ તેનાં ફેન્સ તેની એક ઝલક જોયા બાદ ઘણાં આતૂર છે. તેમનો ઇન્તેઝાર પૂર્ણ થઇ રહ્યો છે. હાલમાં જ તેની દીકરી આલિયા કશ્યપ (Aaliyah Kashyap) તેની એક ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં અનુરગ કશ્યપ લૂક બદલાઇ ગયો છે.

  આલિયા કશ્યપ (Aaliyah Kashyap) સોશિયલ મીડિયા પર ઘણાં એક્ટિવ રહી છે. હાલમાં તેણે તેનાં પિતાનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં યૂઝર્સ એન્જિયોપ્લાસ્ટી બાદ તેની પહેલી ઝલક જોઇ શકે છે. વીડિયોમાં અનુરાગનો લૂક એકદમ અલગ લાગે છે. તે ટકલો દેખાય છે. અને તેની આઇબ્રો પણ વધી ગઇ છે.
  અનુરાગનાં ચહેરા પર જ્યાં કેમેરા ઝૂમ કરવામાં આવે છે તો તે કહે છે કે, 'હું ખુબજ આંધ઼ળો છું' અને પછી બેકગ્રાઉન્ડમાં હસવાનો અવાજ આવે છે. આ દરમિયાન અનુરાગ કસ્યપ બ્લૂ ટીશર્ટ અને ગળામાં બ્લેક માસ્ક લટકેલું હતું. વર્કફ્રન્ટની વાત કરે તો, પ્રોડ્યુસર અનુરાગની ગત ફિલ્મ 'એકે વર્સેસ એકે' 24 ડિસેમ્બર 2020નાં નેટફ્લિક્સ પર રિલીઝ થઇ હતી. જેને વિક્રમાદિત્ય મોટવાનીએ ડિરેક્ટ કરી હતી.

  તેની અપકમિંગ ફિલ્મ 'દોબારા' છે. જેની શૂટિંગ તે માર્ચમાં પૂર્ણ કરી ચુક્યો છે. તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મ રેપની તસવીર પણ શેર કરી હતી. આ ફિલ્મમાં તાપસી પન્નીની મુખ્ય ભૂમિકા છે. એન્જિયોપ્લાસ્ટીથી પહેલાં તે ઘે જ ફિલ્મનાં પોસ્ટ પ્રોડક્શનનું કામ કરતો હતો. ડોક્ટરે તેને ફરી કામ પર પરત ફરતા જ પહેલાં ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપી છે. આ ફિલ્મમાં તાપસીની સાથે પવેલ ગુલાટી લિડ રોલમાં નજર આવશે.
  Published by:Margi Pandya
  First published: