આલિયા કશ્યપ અને ખુશી કપૂર છે BFF, બેડરુમમાં 'બોયફ્રેન્ડ'ને જોઇ હસવાનું કંટ્રોલ ન કરી શકી

આલિયા કશ્યપ અને ખુશી કપૂર છે BFF, બેડરુમમાં 'બોયફ્રેન્ડ'ને જોઇ હસવાનું કંટ્રોલ ન કરી શકી
PHOTO: Aaliah Kashyap/Youtube

અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપ (Aaliya Kashyap) અને ખુશી કપૂર (Khushi Kapoor) બેસ્ટ ફ્રેન્ડ છે. આલિયાએ ખુશી એ લોસ એન્જલસ આવવાં પર ખાસ અંજાજમાં વેલકમ કરી જણાવ્યું કે, યે દોસ્તી હમ નહીં તોડેંગે

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં ફેમસ ફિલ્મમેકર અનુરાગ કશ્યપ (Anurag Kashyap)ની દીકરી આલિયા કશ્યપ (Aaliya Kashyap) અને શ્રીદેવીની દીકરી ખુશી કપૂર (Khushi Kapoor) સારા મિત્રો છે. બંને મિત્રો વચ્ચે ખુબજ પ્રેમ છે અને તેઓ સમયાંતરે સાથે સમય વિતાવે જ છે. ગત દિવસોમાં ખુશી લોસ એન્જલસ (Los Angeles) ગઇ હતી. ખુશીનાં આવવા પર આલિયા ન ફક્ત તેનાં આગમનની તૈયારીઓ કરી પણ સોશિયલ મીડિયા પર તે વીડિયો પણ શેર કર્યો છે.

  આશરે દોઢ વર્ષ બાદ આલિયા કશ્યપ (Aaliya Kashyap) અને ખુશી કપૂર (Khushi Kapoor)નું મિલન થયું. ખુશીને મળી આલિયા ખુબજ ખુશ છે. તેની મિત્રને મળવાની એક્સાઇટમેન્ટ આલિયાએ તેનાં યૂટ્યૂબ ચેનલ પર શેર કરી છે. આલિયાએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં આલિયા કહે છે કે, મે ખુબજ દિવસ પ્લાન કર્યો છે. મારી બેસ્ટ ફ્રેન્ડ મને મળવાં લોસ એન્જલસ (Los Angeles) આવી. હું નવેમ્બર 2019 બાદ તેને મળી નથી. આ પહેલાં અમે ન્યૂયોર્કમાં મળ્યા હતાં. અને હું તેને મળવાં પાગલ થઇ રહી છું. તેનાં વગર વિતાવેલું આ સૌથી લાંબો સમય છે.' આ વીડિયોની કેપ્શનમાં લખ્યું છે. 'એક વર્ષ બાદ બેસ્ટ ફ્રેન્ડ સાથે મુલાકાત'  વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે, આલિયા તેનાં ઘરે સંપૂર્ણ તૈયારી પર્ણ કરી એરપોર્ટ પહોંચી છે. આલિયા કશ્યપની સાથે તેનો બોયફ્રેન્ડ શેન પણ ખુશીને રિસિવ કરવાં એરપોર્ટ પર પહોચ્યો હતો. ખુશીને જોતા જ આલિયા એ રીતે ઝુમી ઉઠી કે, તેની મિત્રને કસીને ગળે લગાવી દીધી હતી. જે બાદ ત્રણેય લંચ લેવાં ગયા અને તેમની મિત્ર પર્લને મળીને તેઓએ ખુબજ મસ્તી કરી.  આ વચ્ચે ખુશીએ એક સીન કરવાં કહ્યું જેમાં તેને એક એવી યુવતીનો રોલ અદા કરવાનો હતો જે તેનાં બોયફ્રેન્ડને મળવાં લોસ એન્જલસ આવી છે જ્યારે તે તેનાં ઘરે પહોંચે છે તો માલૂમ પડે છે કે, તેનો બોયફ્રેન્ડ તેને છેતરી રહ્યો છે. આ સીન કરતાં સમયે તમામ મિત્રો ખુબજ મસ્તી કરે છે.

  આલિયાએ આ વીડિયો શૂટ કરે છે. વીડિયોમાં ખુશી આવે છે અને રૂમમાં એન્ટ્રી કરે છે. પણ તે તેનાં હસવાં પર કન્ટ્રોલ નથી કરી શકતી. તે હસવાં લાગે છે. જે બાદ ખુશીને એક વધુ તક આપવામાં આવે છે અને પછી તે આવે છે અને આ વખતે પણ તે હસવાં લાગે છે. આલિયા અને તેની મિત્ર કહે છે કે જો તારો બોયફ્રેન્ડ તને ચીટ કરે છે તો તે સમયે પણ તું કેવી રીતે હંસી શકે છે.
  Published by:Margi Pandya
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ